________________
૧૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પર્યાયમાં હીણી દશાનો કાળ, પૂરી દશાનો કાળ પોતામાં પોતાને માટે નહિ. આહાહા...! પોતાનું (કહે) છે ને, સ્વયં? સ્વયંને સ્વર્ય માટે પૂર્ણ થવાનો) કાળ નહિ. કાળ-ફાળ નડતો નથી. પોતાની હીનતા, (શુદ્ધિ) વૃદ્ધિ નથી પામતી એ નડતર છે. આહાહા...! સમજાણું?
એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું...” જુઓ! જ્ઞાન લેવું છે ને? આત્મસ્વભાવભૂત જ્ઞાન. જે સ્વભાવભૂત, આત્મા જેમ ત્રિકાળ છે એમ જ્ઞાન ત્રિકાળ છે, સ્વભાવભૂત. “જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. આહાહા...! “તેના આલંબનથી જ.” ભાષા જુઆ! ભગવાન જ્ઞાયકસ્વરૂપ ત્રિકાળ જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ, તેના આલંબનથી જ.” જોયું? “આલંબનથી જ..” નિશ્ચય લીધું.
મુમુક્ષુ – બીજો કોઈ ઉપાય નથી. ઉત્તર :- આ જ વસ્તુ છે. આહાહા.!
પ્રભુ પૂર્ણાનંદનો નાથ દ્રવ્ય સ્વભાવ, તેના આલંબનથી જ. પાછું બીજાનું આલંબન નહિ, તેની માટે “જ” (શબ્દ) મૂક્યો છે. પર્યાયનું અવલંબન નહિ, રાગનું નહિ, નિમિત્તનું નહિ. આહાહા...! “તેના આલંબનથી જ નિજી પદની પ્રાપ્તિ થાય છે...” પર્યાયમાં. નિજપદ જે ત્રિકાળ છે તેના અવલંબનથી જ પર્યાયમાં નિજ પદની પ્રાપ્તિ થાય છે. આહાહા...! સમજાણું?
ફરીને, આમાં કંઈ પુનરુક્તિ ન લાગે. ભાવનાનો ગ્રંથ છે ને? હેં? આહાહા.! નિજ સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ, તેના અવલંબનથી જ નિજ પદની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. દ્રવ્ય તો નિજ પદ તો છે જ, તેના અવલંબનથી જ, પૂર્ણ પર્યાયની, પૂર્ણ પર્યાયની નિજ પદની પ્રાપ્તિ તેનાથી થાય છે. આહાહા...! અહીં તો હજી બહારમાં તકરારું ને ઝગડા. અરે...! પ્રભુ! શું કરે છે? એ. વ્યવહાર ઉથાપે છે ને એકાંત નિશ્ચય સ્થાપે છે. આવા ઝગડા બધા. પ્રભુ! વાત તો એવી છે.
અહીં તો પર્યાયની અનેકતા પણ આશ્રય કરવા લાયક નથી તો વળી રાગ ને દયા, દાન ને આશ્રય કરવા લાયક છે (એમ ક્યાંથી હોય)? આહાહા.! આ વાત વીતરાગ સિવાય ક્યાંય છે નહિ. વીતરાગ સ્વભાવી ભગવાન સ્વભાવ ભર્યો છે પ્રભુ, વીતરાગ સ્વભાવભૂત આત્મા, તેના અવલંબનથી જ વીતરાગની પર્યાયની પૂર્ણતા નિજ પદની પ્રાપ્તિ થાય છે. આહાહા...! કોઈ રાગને કારણે કે નિમિત્તને કારણે એ પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ થતી નથી. સમજાણું?
મુમુક્ષુ :- એક જ ઉપાય છે. ઉત્તર :- આહાહા..!
“તેના આલંબનથી જ નિજી પદની પ્રાપ્તિ થાય છે...” એક વાત. પહેલા અસ્તિથી લીધું. “ભ્રાંતિનો નાશ થાય છે...... મિથ્યાત્વનો નાશ નિજ પદના અવલંબનથી થાય છે. બીજી કોઈ ચીજ નથી. ભ્રાંતિ નામ મિથ્યાત્વ. પર્યાય જેટલો હું છું, રાગથી ધર્મ થશે વગેરે ભ્રાંતિ