________________
ગાથા– ૨૦૪
૧૮૫ વધતી જાય છે એ અનેકપણાની પુષ્ટિ નથી કરતી. એ અનેકપણું અંતર એકાગ્રતાની પુષ્ટિ કરે છે. હસમુખભાઈ'! આવો ચોપડો કોઈ દિ વાંચ્યોય નો હોય ન્યાં. આહાહા...! અરેરે...! આવી ચીજ પડી છે, નિધાન મૂક્યા છે. આહાહા...! ભાવરૂપ, હોં! પાના તો જડ છે. આહાહા...!
આહાહા.! માલના ધોકડા હોય છે ને? રૂના. માલ કાઢીને બતાવે કે આવો માલ છે. એમ પોતાના આનંદસ્વરૂપમાં એકાગ્ર થાય છે તો આનંદનો અંશ–નમૂનો આવે છે. એ નમૂના દ્વારા આખો આત્મા આનંદસ્વરૂપ છે એવી પ્રતીતિ થાય છે. એ આનંદની જે પર્યાય પ્રગટ થઈ અને વિશેષ એકાગ્રતા થતા થતા આનંદની વિશેષ પર્યાય પ્રગટ થઈ, તો એ વિશેષ વિશેષ પ્રગટ થઈ તો ત્યાં ભેદ થતા નથી. એ અંદરમાં જ્ઞાનની પુષ્ટિમાં એકાગ્ર થાય છે. આહાહા! એ આનંદની વૃદ્ધિ થાય છે. અનેકપણામાં અનેકપણાની વૃદ્ધિ નહિ પણ આનંદની વૃદ્ધિ થાય છે. આહાહા..! આવો માર્ગ હવે.
માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે.” જુઓ! એ ભેદ પણ દૂર થઈ ગયા. ભેદ ઉપર લક્ષ નહિ. ભલે શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થઈ પણ એ ઉપર લક્ષ નથી. લક્ષ ત્રિકાળ ઉપર છે અંદર એકાગ્રતામાં પુષ્ટિ વિશેષ થાય છે. સમજાણું? ધીમેથી સમજવું, પ્રભુ! આ તો વીતરાગમાર્ગ (છે). આહાહા...! ત્રણલોકના નાથ પરમાત્મા (છે), એવો જ આ ત્રણલોકનો નાથ પરમાત્મા છે. આ પરમાત્મા પોતે, પરમાત્મા પોતે આત્મા પરમાત્મા છે. આહાહા...! તેનો પંથ, તેની એકાગ્રતા થવી. જ્યાં એકરૂપ પદ પડ્યું છે તેમાં એકાગ્રતા થવી અને એકાગ્રતા થવાથી શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થાય છે, છતાં એ એકાગ્રતાની જ પુષ્ટિ કરે છે. ત્યાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અનેકપણાની પુષ્ટિ નથી કરતા. આનંદની વૃદ્ધિ થઈ, વિશેષ આનંદ, આનંદ, આનંદ, આનંદ, ભલે અનેકપણે આનંદના અંશો શુદ્ધિના વધ્યા એમ કહેવું, છતાં અહીં તો આનંદની વૃદ્ધિ અંદર પર્યાયમાં આનંદની વૃદ્ધિ થાય છે. સમજાણું? એ અનેકપણાને લઈને આનંદની વૃદ્ધિનો ભેદ પડી જાય છે, એમ નહિ. આહાહા.! આવી વાત ક્યાં છે? ભાઈ! આહાહા...! - અહીં તો પર્યાયમાં શુદ્ધિ વધે એ ઉપર કોઈ લક્ષ ન કરવું, એમ કહે છે. અંદરમાં જે દ્રવ્યમાં લક્ષ ગયું છે, ત્યાં લક્ષ જમાવી દેવું અને તેનાથી શુદ્ધિ ભલે અનેકપણે વધે, અનેકપણે દેખાય પણ અંદરમાં તો એકપણે જ શુદ્ધિ વધતી જાય. આહાહા...! વિષય જરી ઝીણો છે. આહાહા...!
માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત....” આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. એકરૂપ ભગવાનઆત્મા, એનું અવલંબન કરવું જોઈએ. આહાહા.! પર્યાય ભલે અનેક હો પણ છતાં અવલંબન તો એકનું, એકરૂપનું અવલંબન લેવું જોઈએ. આહાહા.! સમજાય એવું છે, પ્રભુ! આત્મા તો અંતર્મુહુર્તમાં કેવળજ્ઞાન લઈ શકે. આહાહા.! અરે.! એના વિરહ પડી ગયા. પંચમકાળ, કાળ નડ્યો નથી પણ એની