________________
૧૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્પન્ન થવા છતાં એ એક્તાની પુષ્ટિ કરે છે, ભેદની પુષ્ટિ નથી. સમજાણું? “બંડીજી'! આવી વાત છે. અરેરે.! લોકોને સ્થૂળ (સાંભળવા) મળે એમાં સાંભળીને સંતોષ થઈ જાય. કાંઈક ધર્મ કર્યો. અરે. પ્રભુ! જ્યારે અવસર મળે? ભાઈ! આહાહા...!
સનું સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ, સૂર્ય સમાન પ્રકાશનો પુંજ, જ્ઞાનના પ્રકાશનો પુંજ એ તો ત્રિકાળી. પણ તેના અવલંબનથી શુદ્ધિની અનેકતા ઉત્પન થવા છતાં એ એકતાની પુષ્ટિ કરે છે, અનેકતાના ખંડ થતા નથી. એકતામાં ખંડ થતા નથી, એકતામાં પુષ્ટિ કરે છે. સમજાણું? જેઠાલાલભાઈ! આવી વાતું છે. આહાહા.! અરેરે.! આ દેખાવ આજે કર્યો છે આ જોવે તો માણસને... આહાહા...! આમ પાણીમાં સેંકડો મડદા તરે, ચાલ્યા જાય છે. એને બિચારને ખબરેય નહિ કે સવારે શું થશે? મા-બાપ તણાતા હોય, દીકરા તણાતા હોય. આહા.! પોતે પણ તણાતો હોય અને મા-બાપ જોવે ને મા-બાપ તણાતા હોય તો પોતે જોવે. આહાહા...! બાપુ બહારમાં ક્યાં શરણ છે? એ વખતે પણ જો ભગવાન આત્માના સ્વભાવની દૃષ્ટિ કરે તો શરણ મળી જાય. સમજાણું? કેમકે ભગવાન વિદ્યમાન, ત્રિકાળ વિદ્યમાન છે. એમાં અવિદ્યમાનપણું તો બિલકુલ છે નહિ. આહાહા...!
એવો જે ભગવાન આત્મા ત્રિકાળ વિદ્યમાન પ્રભુ, સત્તા વસ્તુ, પોતાની સત્તા, હયાતી, મોજૂદગી ત્રિકાળ રાખનાર, તેનો આશ્રય લેવાથી શુદ્ધિની પર્યાયમાં અનેક્તા ભાસે છે છતાં એ અંતરની શુદ્ધિની પુષ્ટિ કરે છે, અંતરમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે. અરે! ઝીણી વાત છે, ભાઈ! આહાહા...! સમજાણું? “સમયસાર’ તો જૈનદર્શનનું એકલું માખણ છે. જૈનદર્શન એટલે કોઈ પંથ નથી, એ તો વસ્તુદર્શન (છે). જેવી જગતની વસ્તુ છે એ વસ્તુની દશા કઈ ને એ વસ્તુની શક્તિ કઈ, એ વસ્તુનું વસ્તુપણું શું? એ બતાવે છે. આહાહા...!
કહે છે કે, અનેકપણાની શુદ્ધિ ઉત્પન્ન થાય છે એ ભેદતી તો નથી ઊલટું અભિનંદે છે. આહાહા! છે? ઊલટું એકાગ્રતાની પુષ્ટિ વિશેષ વિશેષ શુદ્ધિ થઈ. આહાહા.! સમયસારમાં બીજે ઠેકાણે આવે છે ને? ભાઈ! એમકે શુદ્ધિ અનેક અનેક અનેક અનેક શુદ્ધિ થાય છે, (એમ) આવે છે. છતાં એ શુદ્ધિ અનેક અનેક હોવા છતાં તે એકાગ્રતામાં પુષ્ટિ કરે) છે. શુદ્ધિની અનેકતા થાય, અનેકતા થતા એ અનેકપણું એમાં પુષ્ટ નથી થતું. આહાહા...! આ દુનિયાની મીઠાશ મૂકવી. હૈ? આહાહા! અને આત્માની મીઠાશમાં આવવું, ભાઈ! આહા..!
અહીં તો એમ કહે છે કે, પ્રભુ! મીઠાશ આનંદથી ભરેલું એકરૂપ સ્વરૂપ છે. જેમ જ્ઞાન એકરૂપ છે એમ આત્મા એકરૂપ છે એમ આનંદ એકરૂપ છે. એ આનંદમાં એકાગ્રતા કરતા કરતા આનંદની પર્યાય અનેકપણાની પ્રગટ થાય છે છતાં એ અનેકપણું એકપણાની પુષ્ટિ કરે છે. એ શુદ્ધિની વૃદ્ધિ થઈને એકપણાની પુષ્ટિ કરે છે. નિર્મળ પર્યાયમાં, હોં! સામાન્ય તો છે ઇ છે. આ તો નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ એ અનેકપણે શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ, શુદ્ધિ