________________
ગાથા૨૪
૧૮૩ પોતાથી છે. ક્રિયાવતી શક્તિનું પરિણમન તો એક આત્મા કે પરમાણુ એક ક્ષેત્રથી આમ (બીજા ક્ષેત્રે જાય છે, એ ક્રિયાવતી શક્તિ. પણ ત્યાંને ત્યાં રહીને જે પરિણમન થાય છે એ ક્રિયાવતી (શક્તિ) એકલી નહિ. ભલે એ વખતે સ્થિર હોય તોય ક્રિયાવતી શક્તિનું પરિણમન સ્થિર છે. ગતિ કરે ત્યારે એ હોય. પણ પરિણમન–એની દશા... આહાહા...!
ભગવાન પૂર્ણાનંદના નાથનું અવલંબન લઈને જે દશા શુદ્ધિ, શુદ્ધિ વધે છે એ શુદ્ધિ અનેકતાથી થતી નથી, એ શુદ્ધિ વધે ઈ એકતાની પુષ્ટિ કરે છે. આહાહા...! સમજાણું? “અનુસાર પ્રગટપણું પામે છે...” આવી ભાષા હવે એમાંથી કાઢે આ લોકો. કર્મના ઉદયનું ઘટવા પ્રમાણે જ્ઞાનનો ઉઘાડ થાય. અહીં એક બાજુ એમ કહેવું કે, જ્ઞાનની પર્યાય પોતાથી તે સમયે તે પ્રકારની પ્રગટ થવાની લાયકાતથી પ્રગટ થાય છે, કર્મના ઘટવાથી નહિ. કેમકે એમાં એક અભાવ નામનો ગુણ છે. પરના અભાવરૂપે પરિણમે છે, પરથી નહિ, પરના અભાવરૂપે પરિણમે છે તે પોતાનો સ્વભાવ છે. સમજાણું? કર્મ ઘટે માટે અભાવરૂપે પરિણમે છે એ તો નિમિત્તનું કથન છે. આહાહા.. કેમકે આત્મામાં એક ભાવ અને અભાવ નામનો ગુણ છે. ભાવગુણને કારણે તો દરેક ગુણની વર્તમાન પર્યાય ઉત્પન થશે. એ કોઈ કર્મના ઘટવાથી થશે એમ છે નહિ. ત્યાં ભલે ઘટે પણ એની અહીં અપેક્ષા નહિ. સમજાણું? આવું વિષમ. કાલે કોઈ પૂછતું હતું, અનેક અપેક્ષાથી કાલે સવારમાં વાત આવી. ભઈ! જ્ઞાનની વિશેષતાની મહિમા જ એવી કોઈ છે. એના પડખાં, એટલા પડખાં છે. આહાહા...!
અહીં કહે છે કે, જ્ઞાનસ્વરૂપ ભગવાન જેટલો પરના સદ્ભાવ ને નિમિત્તને વશ થઈને ભાવરૂપ થાય છે તેનો અભાવ નામના ગુણને કારણે એ કર્મનું ઘટવું થયું, પણ અહીંયાં તો પોતાના અભાવ ગુણને કારણે રાગના અભાવ સ્વભાવરૂપે પરિણમવું એ પોતાને કારણે છે. આહાહા.! કર્મના ઘટવાને કારણે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એ તો નિમિત્તનું કથન છે. આહાહા...! સમજાણું?
તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો.” પહેલા થોડી શુદ્ધિ, પછી વિશેષ તથઈ) એવા હીનાધિકતારૂપ ભેદ તેના સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી....... ભલે એ અનેકપણે વૃદ્ધિ પામે પણ એ સામાન્ય જ્ઞાનની પુષ્ટિ કરે છે. સામાન્ય નામ ત્રિકાળ અને તેનું અવલંબન લેવું એ સામાન્ય. તેની પુષ્ટિ કરે છે. આહાહા...! આવી વાતું હવે. વીતરાગમાર્ગ બહુ અલૌકિક, પ્રભુ! એવી વાત ક્યાંય છે નહિ. સર્વજ્ઞ વીતરાગ સિવાય (ક્યાંય છે નહિ). પણ સમજવું અલૌકિક વાત છે, ભાઈ! આહા...!
જ્ઞાનના એટલે આત્માના સ્વભાવનું હીનાધિકતારૂપ સત્તારૂપ, પર્યાયમાં, હોં! ભેદ જ્ઞાનસ્વભાવને ભેદતા નથી. ભગવાન સામાન્ય ત્રિકાળ છે તેને તો ભેદતા નથી પણ સામાન્યમાં એકાગ્રતા છે તેને ભેદતા નથી. એકાગ્રતાની તો પુષ્ટિ કરે છે. સમજાણું? આહાહા...! પરંતુ ઊલટા તેને અભિનંદે છે. આહાહા...! શુદ્ધિની, આત્માના અવલંબનથી શુદ્ધિની અનેકતા