________________
૧૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ‘કર્મના વિઘટન (ક્ષયોપશમના) અનુસારે.” ભાષા છે ને? “વર્ણીજી સાથે પ્રશ્ન થયા હતા તો એણે જ કહ્યું હતું કે, જ્ઞાનાવરણીય કર્મનો જેટલો ક્ષયોપશમ થાય એટલું જ્ઞાન આવે અને તમે કહો છો કે જ્ઞાનની પોતાની યોગ્યતાથી જ્ઞાન થાય છે. આહાહા.! આ તો નિમિત્તથી કથન કહ્યું છે. સમજાણું? પણ નિમિત્તને વશ થાય છે એટલો આત્મા ઢંકાઈ ગયો અને જેટલો નિમિત્તના વશથી છૂટ્યો તેટલો આત્માનો વિકાસ થયો. આહાહા...! સમજાણું? પ્રભુ! આ તો વીતરાગના ઘરની વાતું (છે), બાપા! આહા! અરે! ભરતક્ષેત્ર જેવા સાધારણ ક્ષેત્ર, એમાં ગરીબ માણસો, ગરીબ વસ્તી, એમાં આ તવંગરની વાતું કરવી. આહાહા.!
મહા ભગવાન પૂર્ણાનંદનો નાથ અંતર મહેલમાં–આનંદના મહેલમાં બિરાજે છે. એ આત્મા જેટલો કર્મના ઉદયને વશ થાય છે તેટલી ત્યાં આત્માની પર્યાય ઢંકાઈ જાય છે અને જેટલો આત્મા નિમિત્તને વશ ન થયો તો કર્મનું ઘટવું થયું એમ કહેવામાં આવ્યું. એ કર્મ પોતે પરને વશ નથી થતા એ કર્મ ઘટ્યા. અશુદ્ધ પર્યાય નિમિત્તને વશ થતી હતી. પ્રભુઆવો અર્થ છે. શું કરીએ? આહાહા...! છે?
‘કર્મના વિઘટન (ક્ષયોપશમના) અનુસારે...” ભાષા છે? જેમ વાદળાના ઘટવાને કારણે પ્રકાશ ઉત્પન્ન થાય છે એમ અહીંયાં કર્મના ઘટવાને કારણે. આહાહા...! તેનો અર્થ છે કે, પોતાની અશુદ્ધ પર્યાય જે પર ને નિમિત્તને તાબે થતી હતી એ નિમિત્તને તાબેથી હટી ગઈ તો કર્મનો ક્ષયોપશમ થયો એમ કહેવામાં આવ્યું છે. આહાહા.! વાત તો આમ છે, ભાઈ! એક બાજુ એમ કહે કે, આત્માની પર્યાય જે સમયે, જે પ્રકારે ઉત્પન્ન થાય છે તે પોતાથી ઉત્પન્ન થાય છે. હવે એક બાજુ એમ કહે કે કર્મ ઘટે તેટલો પ્રકાશ થાય. એને ન્યાયસર સમજવું પડશે ને? આહાહા...! શાસ્ત્ર વાંચવામાં પણ બાપુ! દૃષ્ટિ યથાર્થપણે હોય તો સમજી શકે.
મુમુક્ષુ :- ગુરુગમની ચાવી મળવી જોઈએ. ઉત્તર :- હા, વસ્તુ એવી છે. આહા.!
પદ્રવ્યને ઘટવાને કારણે આત્મા પ્રકાશમય થાય છે? આહા...! પણ આત્મામાં એક અભાવ નામનો ગુણ છે એ અશુદ્ધતાના અભાવરૂપે પરિણમે છે તેટલી પુષ્ટિ-જ્ઞાનની વૃદ્ધિ થાય છે. આહાહા.! સાધારણ માણસને અભ્યાસ ન હોય અંદર ને, આહાહા.! એને ક્યાં જાવું છે ક્યાં? આહા...! દેહ તો પડી જશે, પ્રભુ! એ દેહ તો સંયોગે છે, પરમાં છે, એ તો તારામાં છે જ નહિ. પણ આ એક ક્ષેત્રે ભેગું (છે) ત્યાં તને લાગે કે અમે દેહમાં છીએ. દેહમાં નથી એ તો પોતે આત્મામાં છે. દેહનું ક્ષેત્રમંતર થશે ત્યારે એને લાગે કે અરે! દેહ છૂટી ગયો, અમે મરી ગયા. કોણ મરે? પ્રભુ! ક્ષેત્રમંતરથી દેહ છૂટે. સમજાણું?
કાલે પ્રશ્ન નહોતો થયો? “બંડીજી'! કે, આ પરિણમન છે એ ક્રિયાવતી શક્તિને કારણે નહિ. ક્રિયાવતી શક્તિ તો ક્ષેત્રમંતરથી ક્ષેત્રમંતર થાય એ ક્રિયાવતી શક્તિ. પણ એનું જે પરિણમન છે એ ક્રિયાવતી શક્તિ એકલી નહિ. એ અનંત ગુણનું પરિણમન જે છે તે