________________
ગાથા૨૪
૧૮૧ ઉત્પન્ન થાય છે એ અનેકતાનું ત્યાં લક્ષ નથી. એ અનેકતા એકતાને પુષ્ટિ કરે છે. આહા...! સમજાણું?
જેમ સૂર્યનો પ્રકાશ વાદળાના વિખરાવાથી વિશેષ વિશેષ થાય છે તો એ વિશેષ વિશેષ પ્રકાશની પુષ્ટિ કરે છે. સમજાણું? અરે આવી વાતું હવે. ધર્મને માટે. મારે ધર્મ કરવો છે, બાપુ પણ ભાઈ! ધર્મ આ રીતે થાય. આહાહા...! ભાઈ! ભગવાન! તું જ્ઞાનસ્વરૂપે બિરાજમાન છો ને. એ તરફના ઝુકાવથી જે શુદ્ધિ, એક પછી એક શુદ્ધિ અનેક પ્રકારે ભલે ઉત્પન હો પણ અનેકપણું એકપણાની પુષ્ટિ કરે છે. શુદ્ધિ. શુદ્ધિ. શુદ્ધિ. શુદ્ધિ. શુદ્ધિ થતાં) શુદ્ધિની પુષ્ટિ થાય છે, અનેકપણાની પુષ્ટિ થતી નથી. અનેકપણે ઉત્પન્ન થાય એ એકપણાની પુષ્ટિ કરે છે. આહાહા...! આવી વાતું.
ભગવાન! જન્મમરણ રહિત થવાની ચીજ કોઈ અલૌકિક છે. આખા જગતથી ઉદાસ થવું પડશે, પ્રભુ! આહાહા..! રાગ ને પર્યાયથી પણ ઉદાસ થવું પડશે. ઉદાસ થવું પડશે. આહાહા...! અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ બિરાજે છે. ત્યાં તારું આસન લગાવી દે. આહાહા...! ઉદાસીનો, કહ્યું ને? ઉદાસીનો. ઉદાસીન–પરથી ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં આસન લગાવી દે. આહા.! એ આસન લગાવવાથી એકપણાની શુદ્ધિ રહેતી નથી ત્યાં, શુદ્ધિ વૃદ્ધિ પામે છે. તો શુદ્ધિ વૃદ્ધિ પામે છે તો એ અનેકપણાની પુષ્ટિ નથી કરતી. એ શુદ્ધિની વૃદ્ધિ શુદ્ધિમાં એકપણાની પુષ્ટિ કરે છે. આહાહા...! સમજાય છે કાંઈ?
સૂર્યના પ્રકાશનની પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી....... પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ વધતો જાય છે એમાં ભેદ નથી. ભલે પ્રકાશ વધતો હોય પણ એ પ્રકાશની પુષ્ટિ ત્યાં છે. આહાહા...! તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા...” જુઓ! આમાંથી કાઢે. કર્મના ઉદયથી ઢંકાયેલો આત્મા. એનો અર્થ છે, કર્મના ઉદયને વશ પડ્યો, ઢંકાયેલો આત્મા, એમ. સમજાણું? એનો અર્થ આ છે. કર્મના ઉદયથી, કર્મનું પટલ, ઢંકાયેલો. એ કર્મના ઉદયમાં વશ થઈને પોતાના સ્વભાવને ઢાંકી દીધો છે. આહાહા. દુમનને વશ થઈ સજ્જનની સત્ શક્તિને ઢાંકી દીધો. એ રાગ, કર્મનો ઉદય દુશ્મન છે. તેને વશ થઈને પોતાની શક્તિને ઢાંકી દીધી. આહાહા.! અહીંયાં કર્મના ઉદયથી ઢંકાયેલો, એવા શબ્દો (છે). દૃષ્યત આપવું છે ને? વાદળા અને પ્રકાશ.
વાદળા ખસે છે તો પ્રકાશ થાય છે. પણ ખરેખર તો પ્રકાશ થવાની યોગ્યતાથી પોતાથી પ્રકાશ થાય છે. એ વાદળા ઘટવાથી એમ કહેવું એ તો વ્યવહારથી કથન છે. આહાહા...! સમજાણું? એમ અહીંયાં અશુદ્ધતાની દશા, એ કર્મના ઉદયને વશ થયેલી છે તો તેનાથી હટીને અંતરમાં જેમ જેમ અશુદ્ધતા ઘટતી જાય છે, તેમ કર્મ પણ દૂર થઈ જાય છે, તેમ તેમ વિજ્ઞાનઘન આત્મા પોતાની પર્યાયમાં પ્રકાશમાં પુષ્ટિ થાય છે. આહાહા.! આવો ધર્મ હવે. એવી વાતું છે, ભાઈ! આહાહા.!