________________
૧૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ ચૈતન્ય ભગવાન આત્મા, એક પદરૂપે, એક સ્વરૂપે હોવા છતાં તેનો આશ્રય લઈને નિર્મળ પર્યાયો અનેક પ્રગટ થાય છતાં એ અનેક પર્યાય એકપણાને અભિનંદે અને પુષ્ટિ આપે છે. આહાહા.! સમજાય છે? સ્વરૂપ શુદ્ધ એકરૂપ ચૈતન્ય છે, તેના અવલંબનથી અનેક નિર્મળ પર્યાય થાય છે એ નિર્મળ પર્યાય એકપણાની પુષ્ટિ કરે છે. ભેદ ઉપર લક્ષ નથી, દૃષ્ટિ અભેદ ઉપર છે. તેથી જ્ઞાનની એકાગ્રતા, શુદ્ધિ વધે છે એ શુદ્ધિ એકપણાની પુષ્ટિ કરે છે, એકાગ્રપણાની પુષ્ટિ કરે છે. આહાહા.! એકાગ્રપણાની પુષ્ટિ કરે છે. આહાહા.! છે? ત્યાં સુધી આવ્યું હતું.
એક પદને અભિનંદે છે. અર્થાત્ જ્ઞાયકભાવ જે ભગવાન, તેના તરફના અવલંબનથી અનેક પ્રકારની નિર્મળ પર્યાય મતિ-બુત આદિ ઉત્પન્ન થાય છે એ બધી એકપણાની પુષ્ટિ કરે છે. સ્વભાવમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે છે. આહાહા.! રાગ ને દયા, દાનના વિકલ્પ ને એ તો ક્યાંય બહાર રહી ગયા. એ કોઈ ધર્મ નથી, ધર્મનું કારણેય નથી. આહાહા.! તે દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે :–' કાલે અહીં સુધી આવ્યું હતું.
જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય...” વાદળના દળથી ઢંકાયેલ સૂર્ય કે જે વાદળાંના વિઘટન અનુસારે.” વાદળાના વિખરવાના અનુસારે “પ્રગટપણું પામે છે...” પ્રકાશ. ‘તેના અર્થાત્ સૂર્યના) પ્રકાશનની પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી....... પ્રકાશ વિશેષ, વિશેષ, વિશેષ પ્રગટ થાય છે એ સામાન્યને ભેદતા નથી, એકત્વ થાય છે. આહાહા.! બહુ ઝીણું.
અંતરમાં ભગવાન આત્મા એકરૂપ, જ્ઞાન એકરૂપ, તેનું અવલંબન લેવાથી નિર્મળથી નિર્મળ પર્યાય અનેક ઉત્પન્ન થાય છે પણ એ અનેકપણાને પ્રાપ્ત થતી નથી. એ સ્વરૂપની અંદર એકાગ્રતાની પુષ્ટિ કરે છે. આહા.! શું કહે છે? અરે.! વીતરાગમાર્ગ બાપા! એમાં લખ્યું છે કે, અત્યારે મોરબી મસાણ થઈ ગયું છે. આહાહા...! “મોરબી મોટું. જેઠાભાઈ ગયા છે. આ સંસારમાં શું બાપુ? આ બધા બહારના ભપકા મસાણના હાડકાની ચિનગારીની ફાસફૂસ જેવું છે. આહાહા...!
ભગવાન આત્મા જ્ઞાયકભાવથી ભરેલો પ્રભુ, તેના અવલંબનથી જે શુદ્ધિની વૃદ્ધિ એક પછી એક થાય છે એ વૃદ્ધિ અનેકપણાની પુષ્ટિ કરતી નથી, એમ કહે છે. અંદરમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે. સમજાણું? સૂર્ય આડે વાદળાં છે એ જેમ જેમ વિખરાતા જાય છે તેમ તેમ પ્રકાશ વિશેષ વિશેષ થાય છે એ પ્રકાશની પુષ્ટિ કરે છે. અનેકપણાને નહિ, પ્રકાશની પુષ્ટિ કરે છે. આહાહા...! આવી ધર્મની વાતું. જેઠાલાલભાઈ! અરે.રે.! એ બધા કરોડોપતિ બધા દુઃખી છે, અહીં તો એમ કહે છે. આહાહા.! અરેરે...! ક્યાં છે? ભાઈ! તારું પદ ક્યાં છે? તારું પદ તો અંદર છે ને! આહાહા...! અને તે એકરૂપે પદ, ભગવાન આત્મારૂપ અથવા જ્ઞાનરૂપ એકરૂપે છે. એ એકરૂપમાં એકાગ્રતા થાય છે અને એ એકાગ્રમાંથી શુદ્ધિની અનેકતા