________________
ગાથા૨૪
૧૭૯ ભગવાન આત્મા, એના તરફની દૃષ્ટિ, એકાગ્રતા એ એક મોક્ષનો ઉપાય છે. પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.” આહાહા...!
આ “મોરબીનું આજે વાંચ્યું. આહાહા...! સ્મશાન ભૂમિ. ત્રણ ત્રણ હજાર માણસો મોતની અણીએ પડ્યા છે, હજારો તો મરી ગયા. પાણીમાં મડદા ચાલ્યા જાય. આહાહા...! “મોરબી'. હમણાં ભાઈએ બતાવ્યું. આહા...!
મુમુક્ષુ :- આખું “મોરબી' ડૂબી ગયું.
ઉત્તર :- લગભગ ત્રણ હજાર મરવાના ભયમાં છે. કેટલાક મરીને પાણીમાં તરતા ચાલ્યા ગયા મડદા. આહા...! નાશવાનમાં શું હોય? આહા...! હમણાં ભાઈ છાપુ લાવ્યા હતા. ઓહો ! દેખાવ. સ્મશાન “મોરબી સ્મશાન થઈ ગયું. આ નાશવાનમાં શું હોય? પ્રભુ! અવિનાશી તો અહીં ભગવાન છે. આહા...! નાશવાન ઉપર તો લક્ષ કરવાનું નથી પણ રાગ ને પર્યાય ઉપર પણ લક્ષ કરવા જેવું નથી. આહાહા.!
આત્મા પદાર્થ જ્ઞાનસ્વભાવી આત્મા એક છે તો જ્ઞાન પણ એક જ સ્વરૂપે છે. આહાહા..! અરે.! એવા મરણ પણ અનંતવાર થઈ ગયા. આ પહેલું વહેલું “મોરબીનું નહિ પણ આ આત્માને પણ અનંતવાર (થયું છે). કારણ કે ઓલો પુલ તૂટી ગયો. ઢગલો થઈ ગયો ને પાણી આગળ ચાલે નહિ, પાણી ગામમાં. આહાહા...! રાડેરાડ માણસો મરી ગયા હજારો તો પાણીમાં તરતા મડદા. અરે! ભગવાન! તું કોણ છો? એને જો ને! આહાહા...! એવી દશાઓ અનંત વાર થઈ. પ્રભુ! હવે આવા અવસરમાં તારું કલ્યાણ કરવું હોય તો ભગવાન આત્મા એકસ્વરૂપ છે તો તેનું જ્ઞાન પણ એકસ્વરૂપ છે. આહાહા...! છે? તે મોક્ષનો ઉપાય છે. અંદર એકસ્વરૂપ જ્ઞાન છે તે તરફનું અવલંબન લેવું એ મોક્ષનો ઉપાય છે. જન્મ-મરણથી રહિત થવાની તો આ એક રીત છે, ભાઈ! આહાહા...!
અહીં, મતિજ્ઞાન આદિ ભેદજ્ઞાનની પર્યાયમાં મતિ, ચુત, અવધિ “આ એક પદને ભેદતા નથી.” ખરેખર તો જ્ઞાનની નિર્મળ પર્યાય અનેકપણે સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે એ એકપણાની પુષ્ટિ કરે છે. આહાહા... ભેદ ઉપર લક્ષ ન હોય અને જ્ઞાન સ્વભાવ ઉપર નજર હોય તો જ્ઞાનની શુદ્ધિ, પર્યાય ભલે મતિ-શ્રુત આદિ ભેદ હો, પણ એ અંતરને અભિનંદે (છે), એકપણાને અભિનંદે છે. આહાહા.! જે જે જ્ઞાનની નિર્મળ દશા થાય તે તે નિર્મળ દશાની પુષ્ટિ કરે છે. આહાહા...! સમજાણું? “નિર્જરા અધિકાર છે ને? આહા.! ' એ ભગવાનઆત્મા શુદ્ધ સ્વરૂપ તો ત્રિકાળ છે. તેના અવલંબને શુદ્ધ સંવર, નિર્જરાની પર્યાય શુદ્ધ ઉત્પન્ન થાય છે એ પૂર્ણ શુદ્ધિનું કારણ છે. પૂર્ણ શુદ્ધિ એટલે મોક્ષ. પણ અહીંયાં કહે છે કે, એ પર્યાયમાં અનેકપણું, નિર્મળ ઉત્પન્ન થાય છે ને? એ અનેકપણું ઉત્પન હો પણ એ તો એકપણાને અભિનંદે છે, સ્વભાવની પુષ્ટિ કરે છે. આહાહા.! ઝીણી વાતું બહુ, ભાઈ! આહા...!