________________
ગાથા-૨૦૪
૧૯૧
પ્રવચન નં. ૨૮૪ ગાથા-૨૦૪, શ્લોક-૧૪૧, ૧૪૨ મંગળવાર, શ્રાવણ વદ ૭,
તા. ૧૪-૦૮-૧૯૭૯
૨૦૪ ગાથાનો ભાવાર્થ, ટીકાના છેલ્લા થોડા શબ્દો છે. અહીંયાંથી ફરીને. એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું.' ઓલી કોર બે લીટી છે. શું કહે છે ? કે, આ આત્મા જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, તેનું આલંબન કરવું જોઈએ. જેણે ધર્મ ક૨વો હોય તો એ પ૨માત્મા ભગવાન સ્વરૂપ આત્મા, ભગવાન કહેશે, તેનું આલંબન (કરવું), ત્યાં દૃષ્ટિ અને જ્ઞાનની પર્યાયને લગાવવી. આલંબન એક જ્ઞાનનું, જ્ઞાન શબ્દે આત્મા, આત્માનું જ આલંબન કરવું જોઈએ. આ તો જ્ઞાનની પર્યાયની વાત ચાલે છે ને? તેથી જ્ઞાન લ્યે છે. ‘તેના આલંબનથી જ...’ તેના આલંબનથી જ. (નિજ) પદની પ્રાપ્તિ થાય છે.’ દયા, દાન, વ્રતાદિ અને વ્યવહા૨ ક્રિયાકાંડથી નિર્જરા થતી નથી, બંધ થાય છે. આ આલંબનથી જ પદની પ્રાપ્તિ થાય છે. આહાહા..! ભ્રાંતિનો નાશ થાય છે,...' સ્વરૂપ આનંદમૂર્તિ પ્રભુ, તેના આલંબનથી નિજ પદની, નિજ સ્વરૂપની – પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, મિથ્યાત્વનો નાશ થાય છે. આત્માનો લાભ થાય છે,...’ સ્વરૂપ જે શુદ્ધ ભગવાનઆત્મા, તેના આલંબનથી આત્માનો લાભ થાય છે. શુદ્ધિની, આનંદની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. આહાહા..! આવી વાત. અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે....' અનાત્મા નામ પુણ્ય ભાવ કે વ્યવહા૨ રત્નત્રયનો શુભભાવ, તેના આલંબનથી અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, અભાવ સિદ્ધ થાય છે.
(એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી...' કર્મ નામ જે વિકારી પરિણામનું જોર હતું એ સ્વભાવના અવલંબનથી તેનું બળ ચાલતું નથી. ‘રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી...' એ કા૨ણે.. સૂક્ષ્મ નિર્જરાનો અધિકાર છે ને? ‘(રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી...' નવા કર્મ આવતા નથી અને ફરી કર્મ બંધાતું નથી...' આસ્રવ નથી થતો તો બંધ થતો નથી. પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું... પૂર્વે જે કર્મ બંધાયેલું હતું તે નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ...' પહેલી નિર્જરા. શુદ્ધ ચૈતન્યના અવલંબનથી નિજ પદની પ્રાપ્તિ, ભ્રાંતિનો નાશ, આત્માના સ્વભાવનો લાભ, અનાત્માનો પરિહાર... આહાહા..! અને રાગનું જોર નહિ, રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી, ફરી કર્મ આસ્રવતું નથી. કર્મ આસ્રવ થતો નથી તો બંધ થતો નથી, બંધ થતો નથી તો પૂર્વ કર્મની નિર્જરા થાય છે. આહાહા..! આ બધી વાત એક આત્માના અવલંબનની છે. બાકી દયા, દાન ને વ્રત ને ભક્તિ અનંતવાર કર્યાં છે. એ હવે આગળ આવશે. એ કોઈ ધર્મ નથી, એ કોઈ ધર્મનું કા૨ણેય નથી. આહાહા..! આવો અધિકાર છે.