________________
૧૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ નિર્જરા અને “સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાસ્ય છે).' જ્ઞાન શબ્દ ભગવાન આત્મા, પૂર્ણ સ્વભાવ, તેના આલંબનથી આટલા પ્રકારના લાભ થાય છે. એ બધું આલંબનના કારણે.
ભાવાર્થ :- કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે. મતિ, શ્રુત આદિ ‘તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, આહા..! આત્માનો જ્ઞાન સ્વભાવ ત્રિકાળ, તેના અવલંબનથી પર્યાયમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ ઉત્પન્ન થાય છે, એ ભેદ ભલે ઉત્પન્ન હો પણ જ્ઞાનને અજ્ઞાન નથી કરતા. આહાહા.! સમજાણું? જે ભેદો થયા છે તે કિાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતાસામાન્યજ્ઞાન જે સ્વભાવ છે અથવા તેમાં જે એકાગ્રતાનું જ્ઞાન છે તેને અજ્ઞાન નથી કરતા. મતિ, શ્રત ભેદ ઉત્પન્ન થાય છે તે પોતાની પર્યાય છે. સમજાણું? આહા...! જ્ઞાનની પર્યાયરૂપ ભેદ ઉત્પન્ન થાય છે તે ભેદ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાન નથી કરતા. એ તો જ્ઞાનને અભિનંદે (છે), સ્વભાવમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે. આવી વાત છે.
ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે;” જ્ઞાનના ભેદ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ વગેરે ઉત્પન્ન થાય છે, એ આત્માના અંતરના જ્ઞાનને પર્યાયમાં અજ્ઞાન નથી કરતા. “ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે. એ પર્યાય ઉત્પન્ન થાય છે, એ તો જ્ઞાનસ્વરૂપ જે સામાન્ય છે તેમાંથી પર્યાય પ્રગટ થાય છે, પર્યાય થાય છે તે પોતાની નિર્મળ પર્યાય છે. આહાહા...! માટે ભેદોને ગૌણ કરી,... મતિ, કૃત, અવધિ, મન:પર્યય ઉત્પન્ન થાય છે પણ તેને ગૌણ કરી “એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ...” ત્રિકાળી આનંદ પ્રભુ, જ્ઞાનસ્વભાવ, સામાન્ય નામ એકરૂપ રહેનાર સદ્દશ્ય ધ્રુવ, તેના આલંબનથી આત્માનું ધ્યાન ધરવું...” તેના આલંબનથી આત્માનું ધ્યાન કરવું, રાગથી નહિ. આવી વાત છે. તેનાથી સર્વ સિદ્ધિ થાય છે. હવે કળશ કહે છે.
( શ્લોક-૧૪૧)
(શાર્દૂનવિવ્રીડિત) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव । यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।१४१।।