________________
શ્લોક-૧૪૧
૧૯૩ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધઃ- [ નિષ્પીત-સવિન-માવ-મહન-રર-પ્રામાર-મત્તા: રૂ4] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [ Rચ રૂમા: છ-છા: સંવનવ્યવર: ] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (-જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) [ યર્ સ્વયમ્ કચ્છનન્તિ ] આપોઆપ ઊછળે છે, [ : SH: માવાન્ મુતનિધિ: ચૈતન્યરત્નાર: ] તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ કમિશ્નર: ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન છે એવો, [ 5: કવિ નેવીમવન ] એક હોવા છતાં અનેક થતો, [ ૩નિમિઃ ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [ વાતિ ] દોલાયમાન થાય છે.ઊછળે છે.
ભાવાર્થ - જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧.
શ્લોક–૧૪૧ ઉપર પ્રવચન
(શાર્દૂલવિક્રીડિત) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव । यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।१४१।। ઓલો ભાવાર્થ હતો. નિખીત-ગનિ -માવા-મફત-રસ-માર-HTI: સુવા આહાહા.! “પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી...... આહાહા...! શું કહે છે? કે, પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવનું અવલંબન લેવાથી જે નિર્મળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે સ્વપરને પ્રકાશે છે. પર્યાય જે નિર્મળ ઉત્પન્ન થાય છે તે સ્વપરને પ્રકાશે છે. એ આત્માને નુકસાન કરતી નથી. ભેદ છે તે નુકસાન કરે છે, એમ નહિ. ભેદનો આશ્રય કરવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે પણ ભેદ છે તે નુકસાન નથી. આહાહા.! શું કહે છે?
પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે