________________
૧૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કે મત્ત થઈ ગઈ હોય એવી. પરિણતિ. જ્ઞાનની મતિ, ચુત, અવધિ આદિ પર્યાય. ખરેખર તો મતિ-શ્રુતનું છે. એ મતિ, કૃતની પર્યાય જે દ્રવ્યના અવલંબનથી ઉત્પન્ન થઈ તે જાણે સમસ્ત પદાર્થોને પી ગઈ. આહાહા...! એ જ્ઞાનની પર્યાય નિર્મળ પ્રગટ થઈ તે પોતાને અને પરને, આખા લોકને પી ગઈ. એ જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકનું જ્ઞાન આવી ગયું. આહાહા..!
પોતાનું ચૈતન્ય સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યના અવલંબનથી, જે મતિ-શ્રુતની પર્યાય ઉત્પન્ન થઈ તે સ્વને તો જાણે છે. સ્વદ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણે છે પણ તે પર્યાય પોતાથી ભિન્ન વિશ્વ છે તેને પણ પોતામાં રહીને જાણે છે. એવી જ્ઞાનપર્યાય મસ્ત થઈ ગઈ, કહે છે. આહાહા.! સ્વપરને જાણનારી પર્યાય મસ્ત થઈ ગઈ. સ્વને અને પરને જાણવાથી. આહા...! ભલે પર્યાય છે. ત્રિકાળીની તો શું વાત કરવી? પણ ત્રિકાળીના અવલંબનથી જે મતિ-શ્રુત જ્ઞાન થયું તે સર્વ પદાર્થને પી જવાથી અતિશયતાથી જાણે મત્ત થઈ ગઈ. આહાહા. એ મતિ-શ્રુત જ્ઞાન જ જાણે બધા દ્રવ્ય-ગુણને, પોતાની બધી પર્યાયને અને લોકાલોકને એક સમયમાં મતિ-શ્રુતજ્ઞાન આ રીતે જાણવાની તાકાત રાખે છે. મસ્ત થઈ ગઈ, કહે છે. આહાહા.! છે?
રૂમ: અછ-છા: સંવેવ્યવય: જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો)...” ભલે ભેદ હો. આહાહા...! પણ અભેદના અવલંબનથી જે નિર્મળ ઉત્પન્ન થાય છે, નિર્મળથી નિર્મળ... નિર્મળ... નિર્મળ... નિર્મળ... એવી પર્યાય ઉત્પન્ન થાય છે. રાગ ને મલિનતાની પર્યાય ઉત્પન્ન થતી નથી. આવો માર્ગ છે. આહા...! સંવેદનવ્યક્તિ એટલે અંતરની અનુભવની દશાઓ, જ્ઞાનના ભેદ આપોઆપ ઊછળે છે....” કોઈ પરનું અવલંબન લઈને ઉત્પન્ન થાય છે, એમ નહિ. પોતાનો ભગવાન જ્ઞાનસ્વભાવ, તેના અવલંબનથી સ્વયમેવ પર્યાય મતિ, શ્રુતની ઉત્પન્ન થાય છે એ અતિશયતાના ભારથી નિર્મળથી નિર્મળ. એક પછી એક નિર્મળથી નિર્મળ ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મ વિષય બહુ, ભાઈ! આહાહા.!
આપોઆપ ઊછળે છે...” પર્યાય આપોઆપ ઊછળે છે. એક તો અવલંબન તો લીધું પણ એ પર્યાય પોતાને કારણે આપોઆપ ઊછળે છે. મતિ, કૃત આદિ પર્યાય છે ભેદ, પણ આપોઆપ ઊછળે છે. આહા...! નિર્મળથી નિર્મળ... નિર્મળ. નિર્મળ... નિર્મળ... ધારા. સૂર્યના કિરણો જેમ પ્રકાશમય હોય છે તેમ ભગવાન આત્માની જ્ઞાનપર્યાય પ્રકાશ, નિર્મળ પર્યાય પ્રકાશમય હોય છે. આરે.! આવી વાતું હવે. “આપોઆપ ઊછળે છે...”
સ: 5: માવી આહાહા.! ભગ નામ લક્ષ્મી, વાન નામ સ્વરૂપની લક્ષ્મી. આહાહા! પોતાના સ્વરૂપની લક્ષ્મી જે અંદરમાં ભરી છે, એ ભગવાન “મુનિધિ ચૈતન્યરત્નવિર: “તે આ ભગવાન.' તે આ ભગવાન. “અદ્ભુત નિધિવાળો...” અદ્ભુત નિધિથી ભરેલો.