________________
શ્લોક-૧૪૧
૧૯૫ ચૈતન્ય સમુદ્ર છે. ચૈતન્યરત્નાકર ચૈતન્યસમુદ્ર છે. આહાહા...! શરીર પ્રમાણે અવગાહન હોવા છતાં અંતર ચીજ જે છે એ તો અનંત અનંત ગુણના રસથી, નિધિ ભંડાર ભર્યો છે. આહા...! છે?
તે આ ભગવાન અદ્દભુત નિધિ.... જગતની નિધિ જે રતન ને ધૂળની નીકળે, અબજો રૂપિયા નીકળે, નીકળે એ નિધિ નહિ). આહા. શ્વેતાંબરમાં એક આવે છે ને? વસ્તુપાળતેજપાળ.” બહુ કરોડોપતિ, અબજોપતિ. પછી જાત્રા કરવા નીકળ્યા ત્યારે પૈસા બહુ તે દાટવા ગયા, મકાનમાં જગ્યા ખાલી હતી ત્યાં) દાટવા ગયા. દાટવા ગયા ત્યાં કરોડો, અબજો નીકળ્યા, અંદરથી નીકળ્યા. એટલે એની સ્ત્રી કહે છે, “અન્નદાતા! તમે દાટો છો શું કરવા? અહીં તમે ખોદો છો ત્યાં અબજો રૂપિયા નીકળે છે. વાપરો બધા.” એવું શ્વેતાંબરમાં આવે છે. એવું થાય, એમાં શું છે? એવો શુભભાવ હોય, પણ એથી કરીને પંથ તો એ મિથ્યાદૃષ્ટિનો છે. આહાહા...! આકરી વાતું છે. અબજોપતિ! પૈસા ઘણા હતા. પોતાના નળકોળિયામાં જમીન ખાલી પડી હોય, નળકોળિયાને શું કહે છે? ખાલી. અમારા મકાન પાસે હતું. અમારા મારા બહુ પૈસાવાળા. અમારા મામાએ મકાન લીધું હતું એમાં એક જગ્યા ખાલી હતી, એ નળકોળિયો કહેવાય. ત્યાં પેશાબ કરે, પાણી નાખે. એમાં પૈસા દાટવા ગયા ત્યાં હીરાની ખાણ નીકળી. હીરાનો ચરુ નીકળ્યો, ચરુ. સ્ત્રી કહે છે કે, તમારા પગે પગે નિધાન અને આ દાટો છો શું કરવા? વાપરો તો ખરા.
અહીં કહે છે કે, ભગવાન તો અંદર નિધિ. ભગવાન અભુત નિધિ આ ચૈતન્ય રત્નમણિ, ચૈતન્યરૂપી મણિનો સમુદ્ર છે. ચૈતન્યરૂપી મણિનો સમુદ્ર ભગવાન છે. આહા...! કહો, આ તમારા હીરા-ફીરા કઈ ગણતરીમાં હોય? કરોડના, અબજના, ઢીકણા, ફીંકણા. અહીંયાં તો અદ્ભુત... આહાહા...! ચૈતન્યરત્નાકર-ચૈતન્યરૂપી મણિથી ભરેલો સમુદ્ર છે. જ્ઞાનચેતના, દર્શનચેતના, આનંદ વગેરે અનંત ગુણરૂપી ચૈતન્યમણિ રતનની ખાણ આત્મા છે. આહાહા...! તેમાંથી કોઈ રાગદ્વેષ નીકળે એવી ખાણ નથી. એ તો પર્યાયનો આશ્રય કરે છે તો રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, અંતર વસ્તુમાં એ નથી. આહાહા...!
[કમિશ્નરસ: “જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો,...” શું કહે છે? કે, પોતાનો નિધિ ચૈતન્યરત્નાકર, તેમાં એકાગ્ર થયો, આલંબન લીધું તો પર્યાયમાં નિર્મળથી નિર્મળ પર્યાય થઈ, એ આત્મા જ્ઞાનથી અભિન્ન છે, એ જ્ઞાનથી ભિન્ન છે નહિ. આહાહા...! ભિન્ન ભિન્ન પર્યાય ઉત્પન્ન થઈ છતાં જ્ઞાનથી અભિન્ન છે, એમ કહે છે. જ્ઞાન શબ્દ આત્મા. આત્મા ચૈતન્યરત્નાકરનું અવલંબન લઈને જે અનેક નિર્મળ પર્યાય ઉત્પન થઈ પણ એ પર્યાય ભલે હો, પણ એ પર્યાય આત્માથી અભિન્ન છે. રાગ જેમ ભિન્ન છે તેમ (આ) પર્યાય ભિન્ન નથી. આહાહા.! સમજાણું?
એ ચૈતન્યરત્નાકર, ચૈતન્યરૂપી મણિનો સમુદ્ર, તેના આલંબનથી જે પર્યાયમાં નિર્મળથી