________________
૧૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ એ પર્યાય આત્માની સાથે અભિન્ન છે. રાગ જેમ ભિન્ન છે તેમ આ પર્યાય ભિન્ન નથી). પર્યાય છે તે એક સમયની પર્યાય છે તો એ ભિન્ન છે એમ નહિ. આહા..! જુઓ! અહીં પર્યાયને સિદ્ધ કરવી છે. પર્યાય, તેના સામાન્યસ્વભાવની પર્યાય છે. સામાન્યસ્વભાવથી તે પર્યાય અભિન્ન છે. આહાહા..! અભિન્નનો અર્થ-એ તરફ વળેલી જ્ઞાનની પર્યાય છે. એ કોઈ રાગની છે કે વિકારની છે, એમ નહિ. બહુ આકરી વાત. આ નિર્જરા તેને થાય છે. આહાહા..!
ભગવાન ચૈતન્યસ્વભાવનો દરિયો ભર્યો છે. તેના અવલંબનથી પર્યાય જે અવસ્થામાં નિર્મળ નિર્મળ થઈ, ભલે પર્યાય પણ તે આત્માની પર્યાય છે, એ આત્માનું સ્વરૂપ છે, એ પર્યાય આત્માથી અભિન્ન છે. આહા..! પર્યાય છે તો તુચ્છ છે, કાઢી નાખવાની ચીજ છે, એમ નહિ એમ કહે છે. એ પર્યાય આત્માની છે. આત્માથી ઉત્પન્ન થઈ છે અને એ આત્માની છે. આહાહા..! રાગ આત્મામાંથી ઉત્પન્ન થતો નથી, રાગ ૫૨લક્ષે પર્યાયમાં ઉત્પન્ન (થાય છે). કેમકે એવો કોઈ ગુણ નથી. ચૈતન્યરત્નાકર દરિયો છે એમાં કોઈ એક ગુણ એવો નથી કે વિકાર કરે. અનંત ગુણ તો પવિત્રતાથી ભરેલા છે. ગુણનો સ્વભાવ વિકાર કરવો એવું એમાં છે નહિ. પણ પર્યાય ઉ૫૨ લક્ષ કરીને, દ્રવ્ય સ્વભાવને છોડી રે છે તેને પર્યાયમાં અધ્ધરથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. કોઈ ગુણ નહિ, દ્રવ્ય નહિ. આહાહા..! તો એ વિકાર આત્માથી ભિન્ન છે, પોતાની વાસ્તવિક પર્યાય નથી. આ અપેક્ષાએ (વાત છે, બાકી) છે તો શુભાશુભ પરિણામ, પર્યાય તેની. પણ અત્યારે તો નિર્જરા બતાવવી છે ને? નહિતર શુભાશુભભાવ છે તો આત્મસ્વરૂપ. એ તો પહેલા આવી ગયું, પ્રવચનસાર’. છે તો આત્માનું સ્વરૂપ જ. પર્યાય છે ને? પણ એ સ્વરૂપ વિકારી છે. અધ્ધરથી થયેલી વિકારી પર્યાય છે, દ્રવ્ય-ગુણના આશ્રયે થયેલી નથી. આહાહા..! અને જે આ નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે તેને દ્રવ્ય-ગુણનો આશ્રય છે. આહાહા..! આવો ઉપદેશ, લ્યો. મારગ ઝીણો બહુ, બાપા! આહા..!
એ જ્ઞાનપર્યાયોરૂપ તરંગો...' તરંગો. જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે એ સમુદ્રથી કોઈ ભિન્ન નથી. સમુદ્રમાં જે તરંગ ઊઠે છે એ સમુદ્રથી ભિન્ન-જુદા નથી. એમ ભગવાન જ્ઞાનસમુદ્ર ભગવાન, તેમાંથી તરંગ નામ નિર્મળ પર્યાય ઉઠે છે એ ભગવાનઆત્માથી ભિન્ન નથી. આહાહા..! અત્યારે તો જ્ઞાનપ્રધાન કથનમાં પર્યાય આત્માથી અભિન્ન છે. ૫૨થી ભિન્ન બતાવી પર્યાય પોતાથી અભિન્ન છે એટલું બતાવવું છે. વળી જ્યારે પર્યાય અને દ્રવ્યની વ્યાખ્યા ચાલતી હોય ત્યારે પર્યાય દ્રવ્યથી ભિન્ન છે (એમ કહે). એ આવી ગયું છે, ૩૨૦ ગાથા. ધ્યાનની પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. જો ભિન્ન ન હોય, જો પારિણામિક સ્વભાવ સાથે અભિન્ન હોય તો જ્ઞાનની પર્યાયનો નાશ થશે તો મોક્ષ જ્યારે થશે ત્યારે પારિણામિક ભાવનો પણ નાશ થઈ જશે. અરે..! આવી વાતું. આહાહા..! ભગવાનના ઘરની