________________
શ્લોક-૧૪૧
૧૯૭ જુદી વાતું, બાપુ એ નિર્જરા અને ધર્મ, કોઈ અલૌકિક વાતું છે, ભાઈ! આહા.
ચૈતન્યના મણિથી ભરેલો સ્વયંભૂરમણ સમુદ્ર છે. છેલ્લો સ્વયંભૂરમણ (સમુદ્ર છે તેમાં) નીચે રેતી નથી, નીચે રતન છે. અસંખ્ય જોજનનો લાંબો છે, સ્વયંભૂ. સ્વયંભૂ! અસંખ્ય જોજનનો પહોળો. ચારે બાજુ વીંટાયેલો. અસંખ્ય દ્વિપ, સમુદ્રને આખો વીંટાઈને પડ્યો છે. છેલ્લો. એમાં નીચે રેતી નથી, નીચે હીરા, રત્ન પડ્યા છે. આખો રતનથી ભર્યો છે. એમ આ ભગવાન સ્વયંભૂ આત્મા, અંદર તળમાં અનંતા રતન ભર્યા છે. આહાહા. જેમ એ સ્વયંભૂરમણના તળમાં રત્ન ભર્યા છે એમ ભગવાન સ્વયંભૂ, પ્રવચનસારની સોળમી ગાથામાં કહ્યું, સ્વયંભૂ – પોતાથી ઉત્પન્ન થયો છે, પર્યાયમાં, હોં છે તો છે અનાદિથી, પણ નિર્મળ પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે. એવો સ્વયંભૂ, તેમાં અનંતા અનંતા ચૈતન્ય મણિના રતનથી ભરેલો છે. એના અવલંબનથી જે મતિ, મૃત આદિ પર્યાય ઉત્પન્ન થાય છે એ નિર્મળ છે, એ આત્માથી અભિન્ન છે. આહાહા...! છે?
“જ્ઞાનપર્યાયોરૂપી તરંગો ઓલા જેમ સમુદ્રમાં તરંગ (ઊઠે' એમ આ તરંગો. સાથે જેનો રસ અભિન્ન છે એવો... [ : આપ નેવીમવર્] ભગવાન જ્ઞાનસ્વભાવે એકરૂપ હોવા છતાં પર્યાયમાં અનેકપણે ભગવાન આત્મા થાય છે. આહાહા...! વસ્તુ તરીકે એક હોવા છતાં પર્યાય તરીકે અનેકપણે ભગવાન થાય છે. એ આત્મા અનેકપણે થાય છે, હોં! આહાહા...! હવે આમાં ક્યાં ચોપડામાં કાંઈ નીકળે નહિ, સંપ્રદાયમાં મળે નહિ. ચોપડામાં નીકળે નહિ. આહાહા.... શું છે આ વાત? બાપુ! આ તો ભગવાન ચૈતન્યસમુદ્ર પ્રભુ, તેના અવલંબનથી નિર્મળથી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય સ્વપરને પી ગઈ. એ પર્યાય સ્વ-પરને પી ગઈ છે. એટલે સ્વપરને જાણે છે. એ જાણનારી પર્યાય આત્માથી ભિન્ન નથી. આહાહા...! એ એક હોવા છતાં [ 5: પિ નેવીમવન ] એકપણે આત્મા સામાન્ય હોવા છતાં અનેક થતો, જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે... આહાહા...! “દોલાયમાન થાય છે. જેમ સમુદ્ર તરંગથી ડોલાયમાન થાય છે એમ ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય રત્નાકર, તેના અવલંબનથી પર્યાયમાં તરંગો ડોલાયમાન થાય છે. આહાહા.! જેમ સમુદ્રનું પાણી આમ ઊછળીને ડોલાયમાન થાય છે તેમ પોતાની પર્યાયમાં જ્ઞાનતરંગથી ડોલાયમાન થાય છે. આહાહા...! આવી વાતું હવે. આહાહા.!
વાતિ “જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે...” “વાતિ “દોલાયમાન થાય છે-ઊછળે છે.’ આહાહા! સમુદ્રમાં જેમ પાણી ઊછળે. આહા! તરંગ ઊછળે એમ જેણે સ્વરૂપ પૂર્ણાનંદના નાથની દૃષ્ટિ કરી, દૃષ્ટિમાં સ્વીકાર કર્યો, જ્ઞાનની પર્યાયમાં આખા શેયને જાણી લીધું એવી પર્યાયમાં, એવા નિર્મળ તરંગ ઉઠે છે કે આત્માથી અભિન હોવા છતાં ધ્રુવ છે તે ડોલાયમાન થતો નથી પણ પર્યાય જે ધર્મની, સમ્યગ્દર્શન, જ્ઞાનની ઉત્પન્ન થાય છે તે ડોલાયમાન થઈને) ઊછળે છે, ઊછળે છે. આહા...! ભારે, ભાઈ! સમુદ્રમાં જેમ તરંગ ઊછળે અને સમુદ્ર આમ