________________
૧૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ડોલાયમાન થાય), આહા! એમ ભગવાન આત્મા અનંત ચૈતન્યરત્નાકરનો સમુદ્ર તેના અંદરમાં આલંબનથી અવસ્થામાં જે પર્યાયો પ્રગટ થાય છે તેનાથી–પર્યાયથી ભગવાન ઊછળે છે. સમુદ્રને કાંઠે જેમ ભરતી આવે, ભરતી, એમાં પૂનમને દિવસે પૂર્ણ ભરતી હોય છે. ચંદ્રના પૂનમને અને સંબંધ છે. ચંદ્રની પૂનમ હોય ત્યારે પૂર્ણ ભરતી (આવે). એમ ભગવાન આત્મામાં
જ્યારે પૂર્ણ એકાગ્રતા થાય છે... આહાહા...! તો કેવળજ્ઞાન આદિ પર્યાય અંદર ઊછળે છે. આહાહા...! સમજાણું? એ અંતરમાં એકાગ્રતાનું ફળ છે. એ કોઈ કર્મનો અભાવ થયો, કોઈ ક્રિયાકાંડ ઘણા કર્યા માટે આવી પર્યાય ઉત્પન્ન થઈ ગઈ એમ છે નહિ.
ભાવાર્થ :- જેમ ઘણા રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે.” એક જળરૂપ સામાન્ય. “અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે...” એ તરંગો જળરૂપ જ છે. તેમ ઘણા ગુણોનો ભંડાર...” ભગવાન “આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે. આહાહા.! પર્યાયની વાત નથી. જ્ઞાનજળથી ભરેલો પ્રભુ, ધ્રુવ. આહા.! “અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ...” અંદરની પર્યાયની નિર્મળતા એક પછી એક વ્યક્તિ ઉત્પન્ન થાય છે, એ કર્મનું નિમિત્ત કહેવામાં આવે છે. છે તો પોતાના ઉપાદાનથી પણ કર્મનું એટલું નિમિત્ત છે. નિર્મળ પર્યાય અલ્પ છે પછી વિશેષ થાય છે, પછી વિશેષ થાય છે તો એમાં કર્મનો એટલો અભાવ થાય છે. પોતાને કારણે વૃદ્ધિ થાય છે તો કર્મનું નિમિત્તપણે તેને કારણે ઘટી જાય છે. આહાહા.!
અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી....... આહાહા.! જુઓ! આ નિર્જરા અધિકાર'. નિર્જરાના ત્રણ પ્રકાર હોય છે. એક તો કર્મનું ખરવું તે નિર્જરા, બીજું અશુદ્ધિનું ગળવું તે નિર્જરા, ત્રીજું શુદ્ધતાની વૃદ્ધિ થવી તે નિર્જરા. એક પરની નિર્જરા, એક પોતાની અશુદ્ધ પર્યાયનું નાશ થવું અને પોતાની શુદ્ધ પર્યાયની પુષ્ટિ-વૃદ્ધિ થવી. ત્રણેને નિર્જરા કહેવામાં આવે છે. પરની નિર્જરા તે અસદ્ભુત વ્યવહારનય, અશુદ્ધતાની નિર્જરા-અશુદ્ધતાનું ગળવું તે અશુદ્ધનિશ્ચયનો વિષય અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે... આહાહા.! ખરેખર એ નિર્જરા છે. કેમકે સંવરમાં જે શુદ્ધિ ઉત્પન્ન થાય છે તેનાથી નિર્જરામાં વિશેષ શુદ્ધિ છે અને મોક્ષમાં પૂર્ણ શુદ્ધિ છે. એ શુદ્ધિના પ્રકાર છે. સમજાણું? આહાહા...
“એક જ્ઞાનરૂપ જ જાણવી,...” એ જેટલી પર્યાય પ્રગટ થાય પણ એ જ્ઞાનરૂપ જ જાણવી. જ્ઞાનસ્વભાવમાંથી ઉત્પન્ન થઈ છે અને જ્ઞાનસ્વભાવથી અભિન્ન છે. આહાહા...! એ એકસ્વરૂપ ભગવાન અનેકપણે થાય છે. પોતાને કારણે, હોં! આહાહા...! ભગવાન એકસ્વભાવી જ્ઞાનસ્વરૂપી ધ્રુવ એકસ્વભાવી, એવો હોવા છતાં પણ પર્યાયમાં અનેકરૂપે ઊછળે છે. એ એક અનેકરૂપે થાય છે. એક તો એકરૂપે રહે જ છે પણ એક એકરૂપે રહેતો હોવા છતાં એક અનેકરૂપે પણ પરિણમન કરે છે. આહાહા...! સમજાણું? બધો વિષય અજાણ્યો છે. બહારની પ્રવૃત્તિમાં