________________
શ્લોક-૧૪૧
૧૯૯ લોકોને અંદર ભગવાન બિરાજે છે એની ખબર નથી). આહાહા...! એના ભેટા એકવાર તો કર, પ્રભુ! આહાહા.! એના મિલન તો કર. આહા...! કોઈ સારા માણસ આવે તો (હાથ) મિલાવે. તમારે મહાજનમાં તો રિવાજ (છે), મહાજન-મહાજન મળે તો હાથ મિલાવે. ખબર
છે ને એમ એકવાર ભગવાનની સાથે મેળાપ તો કર. આહાહા.! એ ચૈતન્ય ભગવાન રત્નાકર સ્વભાવથી ભરેલો છે તેની સાથે એકવાર મેળાપ તો કર. આહાહા...! તેના મેળાપથી તારી પર્યાયમાં નિર્મળતા અનેક ઉત્પન્ન થશે, એ એક અનેકરૂપે થાય છે. આહાહા.! એક અનેકરૂપે થાય છે તેનો અર્થ? એક તો એકરૂપે રહે જ છે પણ એક પર્યાયમાં અનેકરૂપે થાય છે, એમ કહ્યું. એક અનેકમાં આવે છે અને અનેક થાય છે, એમ છે નહિ. શું કહ્યું? એક અનેકરૂપે થાય છે એમ કહ્યું તો) એકરૂપ છોડીને અનેકરૂપ થાય છે, એમ નહિ. આહાહા...! - ભગવાન એકરૂપ તો કાયમ રહે છે. આહાહા! એકરૂપ રહેવા છતાં પર્યાયમાં અનેકરૂપ થાય છે. આહાહા...! તેનું નામ નિર્જરા કહે છે. શુદ્ધિ ઉત્પન્ન થઈને એ નિર્જરા, અતિથી. અશુદ્ધતાનો નાશ નાસ્તિથી (કહેવાય) અને કર્મનો નાશ તો અદ્ભુત વ્યવહાર નથી કહેવાય). તેની પર્યાય નાશ થવાને લાયક હતી તો નાશ થઈ છે. નાશનો અર્થ? કર્મરૂપ પર્યાય અકર્મરૂપે થઈ એ કર્મનો નાશ થયો એમ કહેવામાં આવે છે. કંઈ વસ્તુનો નાશ થાય છે? એ કર્મરૂપ પર્યાયનો વ્યય થઈને અકર્મરૂપ થઈ એ કર્મનો નાશ થયો એમ કહેવામાં આવે છે. આહાહા..!
( શ્લોક-૧૪૨
किञ्च
(શાર્દૂનવિડિત) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१४२।।
હવે વળી વિશેષ કહે છે :
શ્લોકાર્ધ -[ દુષ્યરતમૈ: ] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને [ મોક્ષ-મુરઃ ] મોક્ષથી પરાડુમુખ એવાં [ વર્ષfમઃ ] કર્મો વડે [ સ્વયમેવ ] સ્વયમેવ