________________
૨૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
(અર્થાત્ જિનાજ્ઞા વિના) [ વિન્નશ્યન્તાં ] ક્લેશ પામે તો પામો [ 7 ] અને [ રે ] બીજા કોઈ જીવો [ મહાવ્રત-તપ:૧:-મારેળ ] (મોક્ષની સંમુખ અર્થાત્ કચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [ વિરમ્ ] ઘણા વખત સુધી [ મન્નાઃ ] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [ વિન્નશ્યન્તાં ] ક્લેશ પામે તો પામો; (પરંતુ) [ સાક્ષાત્ મોક્ષઃ ] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [ નિરામયપદં ] નિરામય રોગાદિ સમસ્ત ક્લેશ વિનાનું) પદ છે અને [ સ્વયં સંવેદ્યમાનં ] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [ વં જ્ઞાનં ] આ જ્ઞાન તો [ જ્ઞાનનુબં વિના ] જ્ઞાનગુણ વિના [ચમ્ અપિ] કોઈ પણ રીતે [ પ્રાપ્નું ન દિ ક્ષમત્તે ] તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી.
ભાવાર્થ : :- શાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.
શ્લોક-૧૪૨ ઉ૫૨ પ્રવચન
(શાર્દૂલવિક્રીડિત)
क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि ।।१४२ ।।
[દુરતê:] ‘કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને મોક્ષથી પરામુખ એવાં કર્મો વડે...‘ (અર્થાત્) ક્રિયા. અજ્ઞાની કરે છે ને? વ્રત ને ઓલી અગ્નિ ધુણાવે ને અગ્નિમાં આમ (નાખે), મિથ્યાદૃષ્ટિ. એ ‘કર્મો વડે સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના)...' ત્યાં તો વ્યવહારની જિનાજ્ઞા પણ નથી. મિથ્યાસૃષ્ટિ જે પોતાના સ્વચ્છંદથી ક્રિયાકાંડ કરે છે એ તો જિનાજ્ઞાનો વ્યવહાર પણ નથી. સમજાણું? આહા..! મિથ્યાદૃષ્ટિ જિનાજ્ઞા બહાર પોતાના ક્રિયાકાંડમાં ક્લેશ, અપવાસ (કરે), ધૂણી ધખાવે, અગ્નિમાં બળે એ બધી ક્રિયા જિનાજ્ઞા બહારની, વ્યવહાર જિનાજ્ઞા બહારની છે). એમાં ક્લેશ પામે છે. છે?
સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના)...' જિનાજ્ઞા વિના એટલે? જૈનદર્શનમાં સંપ્રદાયમાં નહિ અને જિનાજ્ઞા જે વ્યવહારની છે, મહાવ્રતાદિ એ નહિ. એ તો અજ્ઞાની પોતાના અજ્ઞાનથી ક્રિયાકાંડમાં જોડાય છે. આહા..! બાર બાર વર્ષ સુધી ઉભો રહે, બેસે નહિ. બધું ઉભા ઉભા (કરવાનું). અમારા પાલેજ’માં એક બાવો આવ્યો હતો. ત્યાં બહાર (એક) ધર્મશાળા