________________
શ્લોક-૧૪૨
૨૦૧ છે. બાર વર્ષ સુધી આમ ને આમ ઉભો. એવો ક્લેશ કરો તો કરો. એ તો વીતરાગની વ્યવહાર આજ્ઞાથી પણ બહાર છે. આહાહા...!
“કોઈ જીવો તો અતિ દુષ્કર...' અજ્ઞાની. જૈનના વ્યવહારથી બહાર. “મોક્ષથી પરામુખ એવાં કર્મો...” વિકારી પરિણામ. ક્લેશ, શુભભાવ, અશુભ આદિ એ કરે તો કરો. જિનાજ્ઞા વિના) ક્લેશ પામો તો પામો..” એ તો ક્લેશ છે. આહાહા...! “અને બીજા કોઈ જીવો.” [મદાવ્રત-તા:-મારે] “મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં...” વ્યવહારનયથી જિનાજ્ઞામાં પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિનો અધિકાર છે પણ એ આત્માના ભાન વિના, જ્ઞાનસ્વભાવના ભાન વિના એ મહાવ્રતથી. આહા...! અને તપના ભારથી ઘણા વખત સુધી.” લાખો કરોડો વર્ષ સુધી “ભગ્ન થયા થકા...” મરી જાય, કહે છે. ભગ્ન થઈ જાય. એવી ક્રિયા જૈનની આજ્ઞા બહારની, એટલે એ કથંચિત્ જિનાજ્ઞારૂપ વ્યવહાર છે. જૈનમાં રહેલા. વ્રત ને તપ ને ક્લેશ કરે તો કરો. આહાહા...!
મુમુક્ષુ :- મહિના મહિનાના તપ કરે.
ઉત્તર :- મહિના, પહેલા છ-છ મહિનાના અપવાસ કરતા. અત્યારે તો મહિનાના ચાલે છે. પહેલા છ છ મહિનાના (કરતા). આહા.! એમાં શું છે? કહે છે. જ્યાં આત્મા જ્ઞાનસ્વરૂપ ભગવાન, એના આશ્રયનું અવલંબન નથી એ વિના ભગવાને કહેલી વ્યવહાર આજ્ઞા, મહાવ્રતાદિ કરે તો કરો. મહાવ્રત અને તપનો ભાર, લખ્યું છે? “મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપ...” આહાહા.! “ભારે' છે ને? “મહાવ્રત-તપ:મારે' શબ્દ છે. બોજો છે, કહે છે. આહાહા...! એ શુભભાવની ક્રિયા આત્માનો બોજો છે. આહાહા...! મહાવ્રત અને તપ, બેય. મહાવ્રત એ આચરણ વ્યવહાર અને તપ (એટલે) અપવાસાદિ મહાવ્રત અને તપ. વ્યવહારચારિત્ર અને વ્યવહારતપ. આહાહા...!
ભગ્ન થયા થકા...” એ મોક્ષની ઉન્મુખ, આજ્ઞા બહાર. વ્યવહારની આજ્ઞા કથંચિત્ છે. પણ એ એકલી વ્યવહારની આજ્ઞામાં જ રહે છે તે તપોભારથી ભગ્ન થઈને. આહાહા...!
તૂટી મરતા થકા)...” ઓહોહો...! શું કહે છે? ભગ્ન નામ એટલી ક્રિયા કરે, એટલી ક્રિયા કરે, શરીર જીર્ણ થઈ જાય. આહાહા.! અત્યારે તો કોઈ એટલા વર્ષીતપ કરે, આઠ આઠ, દસ અપવાસ કરે, દસ-બાર વર્ષની છોડી હોય એ છેલ્લે અપવાસે મરી જાય તોય ખેંચ્યા કરે, છેલ્લે દેહ છૂટી જાય. એવા ઘણા હોય. આહાહા...! કહે છે, એવો ક્લેશ કરો તો કરો. ભલે જૈનઆજ્ઞામાં આવીને વ્યવહાર (પાળે) પણ એ ક્લેશ છે. આહાહા.!
ઘણા વખત સુધી ભગ્ન થયા થકા શ્વેશ પામે તો પામો...” એ ક્લેશ છે. આહાહા...! એ વર્ષીતપ ને આઠ અપવાસ ને પજોસણના દસ દિ પાણી વિનાના ચોવિહારા કરે. . આહા! એવું કરો તો કરો. શરીરના કષ્ટથી ભગ્ન નામ મરી જાય એવી ક્રિયા હો તોપણ. આહા.! ક્લેશ છે. જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, નિરામય રોગાદિ સમસ્ત ક્લેશ વિનાનું) પદ છે.” એ શુભ(ભાવ) છે એ તો રોગ છે. આહાહા...! શુભરાગની મહાવ્રતની તપની