________________
૧૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ प्परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।।२०१।। अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्टी जीवाजीवे अयाणंतो।।२०२।। અણુમાત્ર પણ રાગાદિનો સભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો.
તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો ? ૨૦૨. બે ગાથા છે. ટીકા :- જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે... આહાહા.! સદ્દભાવનો અર્થ રાગનો અંશ છે તેનાથી લાભ થશે એમ. “અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો...” કહ્યું ને? આમ તો જ્ઞાનીને તો રાગ થાય છે, દસમાં ગુણસ્થાન સુધી તેને રાગ થાય છે. લોભનો રાગ દસમે (છે), છ કર્મ પણ બંધાય છે. દસમે ગુણસ્થાને છ કર્મ બંધાય છે. સમ્યગ્દષ્ટિને પણ સાત, આઠ કર્મ બંધાય છે. રાગ છે પણ અજ્ઞાનમય રાગ નથી. આહાહા.! ગુણ-ગુણીના ભેદરૂપ જે વિકલ્પ, રાગ થાય છે એ રાગનો પણ જેને પ્રેમ છે અને એ રાગની પણ જેને રુચિ છે અને રાગમાં જેને રસ છે. આહાહા...! “તે ભલે શ્રુતકેવળી જેવો હો...... આહાહા...! “સર્વ આગમધર' એમ શબ્દ લીધો છે ને? સર્વ આગમ કંઠસ્થ કર્યા હોય, અબજો શ્લોકોનું જ્ઞાન થયું હોય, તેથી શું?
જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સભાવ છે...” અર્થાત્ રાગના અંશને પોતાનો માનતો હોય, એ ભલે બધા આગમ ભણ્યો હોય, આહાહા.! “શ્રુતકેવળી જેવો હો.” શ્રુતકેવળી તો નહિ પણ શ્રુતકેવળી જેવો. સાચા શ્રુતકેવળી તો સમ્યગ્દષ્ટિ હોય છે તે હોય છે. આહાહા.! અબજો શ્લોકો કંઠસ્થ આહાહા.! પણ રાગના કણને પોતાનો માની રાગથી ભિન્ન સ્વરૂપનો અનાદર કરી, મિથ્યાદૃષ્ટિ રહે છે. રાગના કણનો જેને આદર છે તેને પૂર્ણાનંદના નાથનો અનાદર છે. આહાહા...! રાગ આવે છે, રાગ હોય છે પણ રાગનો આદર ભાવ જેને છે તેને આત્મા હેય છે. પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે, જેને રાગના અંશનો પણ આદર છે તેને ભગવાન આત્મા હેય છે. પરમાત્મપ્રકાશમાં લખ્યું છે. આહાહા! અને જેને ભગવાન આત્મા ઉપાદેય છે તેને રાગમાત્ર, જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ પણ અપરાધ છે, અપરાધ છે. આહાહા...! પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં આવ્યું છે. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે, એમ આવ્યું છે. અને પરની દયા પાળવાનો ભાવ, રાગ આવ્યો એ પણ અપરાધ છે. આહાહા.! આવું આકરું કામ બહુ આ તો ભગવાનનો વીતરાગનો માર્ગ છે. આહાહા...!