________________
૫૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- દ્રવ્યમાં નથી એ જ વસ્તુમાં નથી. દ્રવ્યમાં નથી એ જ વસ્તુમાં નથી. વસ્તુ જે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાયકભાવ, એમાં સંસાર છે જ નહિ. પર્યાય એમાં નથી તો વળી સંસારના રાગની વાતું ક્યાં કરવી? ઝીણી વાત, ભાઈ! આહાહા..! પ્રભુના મારગડા શાસ્ત્રોમાં રહી ગયા. પ્રભુના તો વિરહ પડ્યા. આહાહા...! પણ એની પંથની રીત આખી ભૂંસાઈ ગઈ અને અપંથ-કુપંથને નામે પંથ ચલાવ્યા. આહાહા...!
અહીં તો કહે છે, પ્રભુ! તું કોણ છો? કેટલો છો? કેવડો છો? એ તો બપોરે આવ્યું હતું ને? કે, એ તો અનંત ગુણસંપન શક્તિવાળો છે. અત્યારે ઓલી પર્યાયની વાત નહિ. પર્યાયનો અધિષ્ઠાન એ અત્યારે અહીં નહિ. અહીં તો અનંતી શક્તિઓ સ્વભાવ જે ત્રિકાળી તે વાળો છે. આહાહા.! એવી જેને પ્રભાવના અંગ હોય છે તેને અપ્રભાવનાત કર્મબંધ નથી...... આહાહા... જેને એ અપ્રભાવના નામ શક્તિનો વધારે નહિ પણ હીણી કરવાનો ભાવ હતો તેનાથી જે બંધ થતો એ આને બંધ નથી. આહાહા. પર્યાયમાં એ શક્તિને હિણી, વિપરીત કરવાનો જેને ભાવ છે એ આને નથી. આહાહા..! તેથી તેને અપ્રભાવનામૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે...” જરી રાગાદિ આવે... આહાહા.! પણ સ્વભાવ તરફની એકાગ્રતાના જોરે એ રાગ ખરી જાય છે. આહાહા...!
આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. છે ને? હવે વિદ્યાઆરૂઢ શબ્દ હતો ને એમાંથી કાઢ્યું છે. જેમ જિનબિંબને...” ભગવાનની પ્રતિમાને “રથમાં સ્થાપીને...” જિનબિંબ વીતરાગમૂર્તિ, એને માથે કપડા કે ચાંદલા કે એ ન હોય. જેવા વીતરાગ હતા તેવી જિનપ્રતિમા હોય. આહાહા.! સમજાણું કાંઈ? જિનબિંબ કહેવાય છે ને? જેવા જિન પરમેશ્વર વીતરાગ હતા, એવી જિનબિંબ દશા વીતરાગી શાંત દેખાય એને અહીં જિનબિંબ કહે છે. એ જિનબિંબને રથમાં સ્થાપીને...”
કાલે એક જણો પ્રશ્ન કરતો હતો. એક શ્વેતાંબર જુવાન આવ્યો હતો. આમ તો ઠેકાણા વિનાની વૃત્તિ હતી પણ જુવાન માણસ હતો. નામ ભૂલી ગયા. ઓલો જુવાન હતો. અંદર આવતો, બેસતો. મને તો બીજી કંઈ શ્રદ્ધા નથી પણ આ તમે કહો છો એની મને શ્રદ્ધા થાય છે. મારે પણ હવે બહાર મોટી પ્રભાવના માંડવી છે. ધર્મની શ્રદ્ધા-બદ્ધા કાંઈ નહિ. જુવાન માણસ અને પરણવાનો ભાવ, જુવાન માણસ. પહેલેથી નાની ઉંમરમાં દીક્ષા લીધી. પછી એક કન્યાએ એને કીધું કે હું તને પરણું. કન્યા કહે. પણ ઓલો કહે કે મારી પાસે અત્યારે સાધન ન મળે હું શું કરું? આહાહા...! ખાનગી કહેતો હતો બિચારો અંદર. તમારી વાતમાં મને કંઈક ભરોસો આવે છે, બાકી હું તો કંઈ માનતો નથી. આહા.! ઈ એમ કહેતો હતો કે તમે એમ જિનબિંબ કહો, ભગવાનની મૂર્તિ ને વળી પાછા રથમાં બેસાડો. આમ હોય, કાયોત્સર્ગ હોય ને આમ? વળી એને રથમાં બેસાડો. તમે એમ કે, અમે વસ્ત્રમાં ભગવાનને પધરાવીએ છીએ. તમે રથમાં પધરાવો છો તેથી શું થયું? એમ કહે. અરે! ભાઈ! એમ