________________
ગાથા૨૩૬
૫૪૫ નથી. એ તો પુણ્ય, શુભભાવ આવે ત્યારે એ જિનપ્રતિમા રથમાં બેસાડીને ફેરવે). વીતરાગ છે ને એને રથ કેવો? એમ કહેતા ઈ. ભઈ! આ તો પ્રતિમા છે, એની સ્થાપના છે. સાક્ષાત્ વીતરાગ હોય તો તો રથમાં ન બેસે. પણ જિનપ્રતિમાં જિન સારખી” એ વ્યવહારે કહ્યું છે. એથી એને રથમાં સમ્યગ્દષ્ટિ ધર્મી હોય એને પણ એવો શુભભાવ આવે. સમજાણું કાંઈ? ભગવાનને ફેરવીને જગતમાં લોકો જાણે કે આવા ધર્મી જીવો છે અને ધર્મ કેમ થાય એની પ્રભાવના કરે છે. એવો વિકલ્પ હોય છે. આહા...!
અહીં કહે છે, જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહાઅભાવના કરવામાં આવે છેએ તો એક શુભભાવ છે. સમકિતીની વાત છે, હોં. તેમ જે વિદ્યારૂપી... પાઠમાં છે ખરું ને? “વિજ્ઞારમાતો વિદ્યારથ આરૂઢ વિદ્યારૂપી રથમાં બેસાડ્યો. ઓલા રથમાં ભગવાનને પધરાવ્યા. અહીં વિદ્યા (એટલે) જ્ઞાનરૂપી રથમાં ભગવાનને પધરાવ્યો. આહાહા...! રથમાં આત્માને સ્થાપી “મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે.... આહાહા...! તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.” એ સાચી પ્રભાવના કરનાર છે. વ્યવહારની વાત આવશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૩૧૦ ગાથા-ર૩૬ શુક્રવાર, ભાદરવા વદ ૯, તા. ૧૪-૦૯-૧૯૭૯
સમ્યગ્દર્શન એક ગુણની-શ્રદ્ધા ગુણની એક પર્યાય છે. સમજાય છે કાંઈ? દ્રવ્યમાં જે એક શ્રદ્ધા નામનો ગુણ ત્રિકાળ છે. સમ્યગ્દર્શન નિર્મળ વીતરાગી પર્યાય છે. આહાહા...! એમાં નિઃશંકિત આદિ ગુણોનું...” (એટલે કે પર્યાયનું નિશ્ચય સ્વરૂપ સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. દેવ-ગુરુ-શાસ્ત્રમાં શંકા ન કરવી એ તો બધો વ્યવહાર છે. એ તો વિકલ્પ છે અને આ તો વાસ્તવિક નિર્વિકલ્પ દૃષ્ટિ છે. આહાહા...!
“તેનો સંક્ષેપ આ પ્રમાણે છે–જે સમ્યગ્દષ્ટિ આત્મા...” ધર્મની પહેલી સીઢી જે સમ્યગ્દર્શન પૂર્ણ પરમાત્મ જ્ઞાયકભાવ, એનો જેને અનુભવ થયો છે અને અનુભવમાં પ્રતીત થઈ છે તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. આહા.! એ સમ્યગ્દષ્ટિનો આત્મા પોતાના જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય.” છે. પોતાનું જ સ્વરૂપ જ્ઞાયક ત્રિકાળ છે, એના જ્ઞાનમાં અને એની શ્રદ્ધામાં નિઃશંક હોય છે. પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ ને પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા એવો જે આત્મ સ્વભાવ, તેમાં ધર્મની પહેલી સીઢીવાળો નિઃશંક હોય છે. છે? “જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક. પહેલું તો આ છે. આ વિના જે બધું થાય એ બધો સંસાર છે.
મુમુક્ષુ :- એકલું જ્ઞાન કે એકલી શ્રદ્ધા હોય તો?