________________
૫૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- જ્ઞાન, શ્રદ્ધા બેય સાથે જ હોય છે. વસ્તુ સ્વરૂપ જે છે તેની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવ્યું, તેની પ્રતીત એમ લીધું છે ને? ૧૭ મી ગાથા. પ્રથમમાં પ્રથમ આ ભગવાન આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે એ જેને અંતરમાં સ્વસમ્મુખમાં જ્ઞાન થયું એ જ્ઞાનમાં આ આત્મા પૂર્ણ છે એમ જણાણું તે જ્ઞાનમાં પ્રતીત થવી તે સમ્યગ્દર્શન છે. આહાહા...! મૂળ આ વાત પહેલેથી આખી ગોટા ઉડ્યા છે. આહા.! અરે. અનાદિકાળથી પોતે દુઃખને પંથે પડ્યો છે. શુભરાગની ક્રિયા એ પણ દુઃખનો પંથ છે. આહાહા.! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ બધો રાગ, દુઃખનો પંથ છે. આહાહા...!
મુમુક્ષુ :- પુણ્ય દુઃખનું કારણ?
ઉત્તર :- દુઃખ જ છે છે, કારણ નહિ, એ પોતે દુઃખ છે. જે રાગની ક્રિયા વતની, તપની, ભક્તિની, પૂજાની એ રાગ પોતે દુઃખ છે. એનાથી રહિત આત્મા જ્ઞાયક સ્વરૂપ છે તેનું જ્યાં ભાન થાય, ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અંશ વેદનમાં આવે. આહાહા...! ત્યારે તે સુખને પંથે પડ્યો. સુખી એવો જે ભગવાનઆત્મા, એની શ્રદ્ધા જ્ઞાનને પંથે પડ્યો એ સુખની દશાના વેદનમાં આવ્યો. આહાહા...! એ ચીજ છે (એમ) જાણી તેની પ્રતીત કરીને પછી તેમાં રમણતા થાય. પણ ચીજ જાણી નથી તેની શ્રદ્ધા કેવી? ને તેની સ્થિરતા કેવી? આહા.! જાણવું પહેલું છે આમાં. ૧૭ મી ગાથામાં નથી આવ્યું? પહેલો આત્મા જાણવો, એમ કહ્યું છે. પહેલા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણવા કે આ જાણવા, એ બધી વ્યવહારની વાતું નથી કરી. આહાહા...! “સમયસાર પરમ સત્યની દૃષ્ટિનો એ વિષય છે. આહાહા...!
અહીંયાં આત્મા–સમ્યગ્દષ્ટિનો આત્મા પ્રથમ જ ચોથે ગુણસ્થાને, આહાહા...! પાંચમું ગુણસ્થાન તો હજી ચોથા ગુણસ્થાનને પ્રગટ કરે એમાં વિશેષ આનંદની સ્થિરતા કરે ત્યારે એને પાંચમું ગુણસ્થાન થાય. આહાહા...!
મુમુક્ષુ :- પહેલેથી જ પડિમા લઈ લઈએ તો શું વાંધો? ઉત્તર :- પડિમા-બડિમા હતો કે દી? રાગ છે, દુઃખને અંગીકાર કર્યા છે. મુમુક્ષુ :- મહાવ્રત.?
ઉત્તર :- મહાવ્રતના પરિણામ એ દુઃખરૂપ છે. કહ્યું નહિ એ તો? “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો, પણ આતમજ્ઞાન લેશ સુખ ન પાયો' એ મહાવ્રતના પરિણામ પણ દુઃખ ને આસવ છે. ભાઈ! એને ખબર નથી.
મુમુક્ષુ :- એ તો અજ્ઞાનીના વ્રત, જ્ઞાનીના...?
ઉત્તર :- એ અજ્ઞાનીના વ્રત ને જ્ઞાનીના વ્રતનો વિકલ્પય આસવ છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં આવ્યું નહિ? આમ્રવના અધિકારમાં. અણુવ્રત ને મહાવ્રત એ આસવ છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં છે. આહાહા.!
અહીંયાં તો પ્રથમ ભગવાન પૂર્ણ પરમાત્મ સ્વરૂપ પરમેશ્વર છે. એ પરમેશ્વરની સન્મુખ