________________
ગાથા- ૨૩૬
૫૪૭
થઈને તેનું જ્ઞાન થઈને તેમાં પ્રતીત થવી અને તેની પ્રતીતમાં તેને નિઃશંકતા થવી, આહાહા..! આવી વાત છે, ભાઈ! છે? જે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન–શ્રદ્ધાનમાં...' પોતાના એટલે આત્માના જ્ઞાન ને શ્રદ્ધાનમાં. આહાહા..! અતીન્દ્રિય અનંત આનંદ અને અતીન્દ્રિય અનંત જ્ઞાન, અતીન્દ્રિય અનંત વીર્ય ને અનંત અતીન્દ્રિય દર્શન, એનો પિંડ પ્રભુ આત્મા છે. આહાહા..! એવો જે પોતાનો આત્મા, તેના જ્ઞાન-શ્રદ્ધાનમાં. આહાહા..! નિઃશંક હોય,...’ એનો બીજો અર્થ કર્યો કે, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ...' આહાહા..! જે વજનો બિંબ ભગવાને પકડ્યો આત્માએ, ધ્રુવ.. ઓહો..! હવે એ ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ... આહાહા..! દુનિયાનો બધો ભય નીકળી ગયો, કહે છે. આહા...!
‘સંદેહયુક્ત ન થાય,...’ અંતર અનુભવ થયો છે ને સમ્યગ્દર્શનમાં આત્માના આનંદનો અનુભવ થયો છે તેને અહીં સમ્યગ્દષ્ટિ કહીએ. આહાહા..! એ સમ્યગ્દષ્ટિ નિઃસંદેહયુક્ત છે, સંદેહરહિત છે, નિઃસંદેહયુક્ત છે. સંદેહયુક્ત ન થાય, એમ. આહાહા..! તેને નિઃશંકિત ગુણ હોય છે. ગુણ એટલે પર્યાય. વીતરાગી પર્યાય નિઃશંકિત એને હોય છે. આહાહા..! અરે..!
બીજો બોલ. ‘જે કર્મનાં ફળની વાંછા ન કરે... કર્મનું ફળ જે સંયોગ. અઘાતિનું ફળ સંયોગ અને ઘાતિનું ફળ રાગ. શું કીધું? ‘કર્મનાં ફળની વાંછા ન કરે...' એટલે? ઘાતિ કર્મના ફળ તરીકે અંદર રાગ આવ્યો એની પણ જેને વાંછા નથી. અઘાતિના ફળ તરીકે એને લક્ષ્મીના ઢગલા, ચક્રવર્તીના રાજ હોય તોપણ જેને એની ઇચ્છા નથી. આહાહા..! ‘કર્મનાં ફળની વાંછા ન કરે...’ એક વાત. અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે...' સોનું, રૂપુ આદિ વસ્તુ, આહા..! એની વાંછા ન કરે. તેમ અન્ય મતના ધર્મોની વાંછા એ ન કરે. આહા..! જૈન ધર્મ જે વસ્તુ સ્વરૂપ છે એનું જેને ભાન થયું તે અન્યમતિના મોટા આડંબર દેખેબાવા ને જોગી ને મોટા નગ્ન (હોય એના) રાજા આદર કરતા હોય એથી એને વાંછા નથી કે આ આવો કાંઈક હશે. એ બધું પાખંડ છે. આહાહા..! લાખો, કરોડો માણસો માનતા હોય અને ખમા.. ખમા થતા હોય હાથીને હોદ્દે.
મુમુક્ષુ :- મંત્રવાળો દોરો બાંધે તો..
ઉત્તર :– ધૂળેય ઉતરતા નથી, મફતનો મૂઢ છે. સ્વામીનારાયણ’ને જુનાગઢ’માં હાથીને હોદ્દે રાજાએ બેસાડ્યા. હાથીને હોદ્દે માન આપ્યું, મોટું લશ્કર.. એથી શું થયું? એ વસ્તુ શું છે? આહાહા..! રાજા હતો મુસલમાન. ‘સ્વામીનારાયણ’ના વખતમાં એને હાથીને (હોદ્દે) બેસાડીને કાઢ્યું હતું, રથ. શું કહેવાય? એ હતું. એથી શું? અને સમકિતી ધર્મી હોય એનો કોઈ આદર પણ કરતું ન હોય, સામું જોતું ન હોય. એથી શું? આહાહા..! અહીં કહે છે કે, સમકિતી અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે.’ આહાહા..! ત્રીજો. જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે.' દુગંછા ન કરે. કૂતરા સડેલા, મીંદડા