________________
૫૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ સડેલા દેખીને ગ્લાનિ નહિ. એમ મુનિરાજ ધર્માત્મા સંત હોય સાચા એના શરીરમાં ગ્લાનિ હોય, રોગ હોય કે મેલા શરીર હોય, શરીર ગંધ મારે (તો) સમકિતી ગ્લાની ન કરે. આહાહા..! પહેલા કાંક્ષા ન કરે (કીધું) એટલે રાગ ન કરે, ગ્લાનિ ન કરે એટલે દ્વેષ ન કરે. આહાહા...! તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. જેને જુગુપ્સાનો અભાવ, એવી વીતરાગી પર્યાયનો ભાવ તેને હોય છે. આહાહા. જેણે સ્વનો આશ્રય લીધો છે અને સ્વને આશ્રયે જેને સમ્યગ્દર્શન થયું છે. આહાહા.! એને પરમાં કોઈ જાતની ગ્લાનિ કે પરની ઇચ્છા, વાંછા હોતી નથી. આહાહા. પોતાનો ભગવાનઆત્મા, તેનું ભાન થયું તેમાં હવે રમવા માટેની ભાવના હોય. સ્વરૂપમાં રમવું એ ચારિત્ર છે. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ ને મહાવ્રત ને એ કંઈ ચારિત્ર નથી. આહાહા..! વસ્તુ જેવી છે તેને જાણી, માનીને વસ્તુમાં ઠરવું, આહાહા...! એનું નામ જ્ઞાન, શ્રદ્ધા ને ચારિત્ર છે. આહાહા...!
જે સ્વરૂપમાં મૂઢ ન હોય...” એ સ્વરૂપમાં મુંઝાય નહિ કે, આહાહા.! અરે.! આવી ચીજ છે અને હું સ્થિર થઈ શકતો નથી તો કંઈ મારામાં ભ્રમણા હશે? એમ મુંઝાય નહિ. આહાહા.! ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ, એનું સમકિતીને અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે ત્યારે તો એને સમકિતી કહેવાય છે. આહાહા...! એવા આનંદના સ્વાદમાં બીજી કોઈ ચીજમાં એને મૂઢતા ન હોય. “સ્વરૂપને યથાર્થ જાણે,” જેવી રીતે સ્વરૂપની સ્થિતિ છે) તે રીતે જાણે. વિપરીત નહિ, ઓછું નહિ, અધિક નહિ. આહાહા...! ચોથો બોલ થયો.
“જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે” છે? “આત્માની શક્તિ વધારે... આહા.! “અન્ય ધર્મોને ગૌણ કરે,...” રાગાદિને ગૌણ કરે અને સ્વરૂપની સ્થિરતાને વધારે. આહાહા.! શક્તિને વધારે, જોયું? ભગવાનઆત્મા અનંત જ્ઞાન, દર્શન આદિ અનંત શક્તિનો સાગર પ્રભુ, તેની શક્તિને સમ્યગ્દષ્ટિ વધારતો જાય. આહાહા...! રાગ ઘટાડતો જાય અને આ શક્તિને વધારતો જાય. બે લીધું ને? ઉપગૃહન અને ઉપવૃંહણ. ઉપગૂહનમાં રાગને ઘટાડતો જાય, ગૌણ કરતો જાય અને નિઃશંક આદિ નિર્મળ પર્યાયને વધારતો જાય. આહાહા.! આવું તો હજી ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ છે. હજી ચોથાના ઠેકાણા નહિ. આહાહા...! આકરી વાત, ભાઈ! એના સુખના પંથ પ્રભુના, વીતરાગે કહ્યો તે વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે. એ વીતરાગ સ્વરૂપ ભગવાન આત્માના પંથે અંતરમાં પડવું, એનો આશ્રય લઈને એમાં રમવું, આહાહા...! એ ઉપવૃંહણ છે. પર્યાયને વધારે છે, શક્તિને વ્યક્ત કરવામાં વધારો કરે છે. શક્તિની વ્યક્તતા તો અંશે થઈ છે પણ એની શક્તિનો હવે વધારો કરે છે. એનું નામ ઉપવૃંહણ નામનો સમકિતનો એક પર્યાય ગુણ કહેવાય છે. આહાહા...! તેને ઉપગૂહન ગુણ હોય છે.” ગૌણ કરે એ ઉપગૂહન છે, શક્તિને વધારે એ ઉપવૃંહણ છે. પાંચ (થયો. - જે સ્વરૂપથી શ્રુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે...” કોઈ પણ રીતે કાંઈક અંદરમાં ગળકા ખાતાના પરિણામ થઈ જાય (તેને) છોડી ફ્લે, સ્થિર થાય. આહાહા...! આનંદના