________________
ગાથા- ૨૩૬
૫૪૯ નાથમાં સ્થિર થાય, કહે છે. ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે, આહા...! એમાં એ સ્થિર થાય. જરી દુઃખના પરિણામ આવે (એને છોડીને આમાં સ્થિર થાય. આહાહા...! તેને સ્થિતિકરણ ગુણ હોય છે.”
- જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે...” પોતાના સ્વરૂપ પ્રત્યે અનુરાગ (અર્થાતુ) અનુસરીને પ્રેમ રાખે. આહાહા.! જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ સમ્યગ્દર્શમાં થયો છે તે રુચિને અનુયાયી વીર્ય, પુરુષાર્થ ત્યાં કામ કરે. આહાહા...! એ પરમાત્મસ્વરૂપ પ્રત્યે પ્રેમ કરે. આહાહા...! નિશ્ચયની વાત છે ને આ સત્ય? તેને વાત્સલ્ય ગુણ” કહે છે.
જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે...” જ્ઞાન એટલે આત્માના અનંતા ગુણો જે છે તેને પર્યાયમાં વિશેષ પ્રગટ કરે તે પ્રભાવના છે. આ પ્રભાવના સાચી છે. આહા...! પ્રભાવના, પ્ર-વિશેષે પ્રગટ. અનંત અનંત શક્તિનો સાગર પ્રભુ, તેનો અનુભવનો અંશ તો આવ્યો છે પણ હવે એ શક્તિને વિશેષ પ્રભાવના પ્રગટ કરે. આહાહા. અનંત શક્તિનો સાગર છે તેની પર્યાયમાં વિશેષ પ્રગટ કરે. એને અહીંયાં પ્રભાવના સાચી કહેવામાં આવે છે. આહાહા...! આ નિશ્ચય પ્રભાવના. કિશોરભાઈ! આ તમારે ત્યાં બધા કરવાના છે ને? કેટલાય. કેટલા ખર્ચવાના? ત્રીસ લાખ. ‘નાઈરોબી', “આફ્રિકા'. આ બધા શેઠિયાઓ ભેગા છે. એ બહારની વાત કહે છે એમાં રાગની મંદતા હોય તો પુણ્ય છે. આહાહા. અહીં તો પ્રભાવના એને કહીએ, એ બહારમાં મોટી પ્રભાવના થાય કે, ઓહોહો! શેઠિયાઓએ પૈસા બહુ ખર્ચા ને મંદિર મોટું બનાવ્યું.
મુમુક્ષુ :- એ તો આપનો પ્રભાવ છે ને.
ઉત્તર :- કોઈનો નથી. “આફ્રિકામાં બે હજાર વર્ષમાં કોઈ દિગંબર મંદિર છે નહિ, પહેલવહેલું થાય છે. “આફ્રિકામાં “નાઈરોબી'. ત્યાં તો શ્વેતાંબર ઘણા છે. શ્વેતાંબરનું મંદિર મોટું કરશે. અને આ દિગંબર મંદિર ભગવાન પછી બે હજાર વર્ષે થયું ને ત્યાં તો છે જ નહિ, હવે નવું થાય છે. પણ એ તો પરમાણુની ક્રિયા તે કાળે તે થવાની છે અને તેમાં જેનો રાગ મંદ હોય એ શુભભાવ, પણ એ શુભભાવ એ વ્યવહાર પ્રભાવના છે, પણ કોને? કે જેને નિશ્ચય આત્માના ગુણની પ્રભાવના પ્રગટ કરી છે અને વ્યવહાર હોય. આહાહા...! સમજાણું કાંઈ? આકરું કામ બહુ, ભાઈ! વીતરાગ માર્ગને અંતર માર્ગે ચડવું, કુપંથને છોડીને વીતરાગ માર્ગના, આત્માના પંથે (ચડવું). આહાહા...! આત્મા વીતરાગ સ્વરૂપ જ છે. એ વીતરાગ સ્વરૂપને પંથે ચડવું. આહા...! અને એમાં જે શક્તિઓ અનંત છે તેને ક્ષણે ક્ષણે અંદરમાં વધારવી તે પ્રભાવના છે. પ્ર-ભાવના. પ્ર-પ્રગટ, પ્રગટપણે શક્તિઓને પ્રગટ કરવી. આહાહા...! વ્યવહારવાળાને તો એવું લાગે કે આવું શું? પણ વસ્તુ જ આ છે પહેલી, આ વિના તારા વ્યવહાર બધા મીંડા છે ખોટા. આહાહા.! સમજાણું કાંઈ? “આત્માના જ્ઞાનગુણને...” એટલે આત્માની બધી શક્તિઓને પ્રકાશિત કરે– પ્રગટ કરે. તેને પ્રભાવના ગુણ” કહે