________________
પ૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે. છે?
“આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે...” એ ગુણોના પ્રતિપક્ષી દોષ વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી.” આહા...! આઠે ગુણોથી વિરુદ્ધ જે ભાવ, એનાથી બંધ થતો એ આ અવિરોધી ગુણને લઈને બંધ થતો નથી. આહાહા...! “ચીમનભાઈ ગયા? ગયા હશે. વળી આ ગુણોના ભાવમાં...” આ સમ્યગ્દર્શનની દશામાં આઠ પર્યાય જે પ્રગટી તેની હયાતીમાં, સદ્દભાવ એટલે હયાતી, “ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે..” ચારિત્રમોહના ઉદયરૂપી કોઈ શંકાદિ થાય “તોપણ તેમની –શંકાદિની) નિર્જરા જ થઈ જાય છે....આહાહા...! આદર નથી. આદર તો અહીં ભગવાનનો છે. આહાહા.! પૂર્ણાનંદના નાથનો
જ્યાં સ્વીકાર ને આદર અંદર દૃષ્ટિમાં થયો એને ચારિત્રમોહના ઉદયનો રાગ આવે પણ એ નિર્જરી જાય છે.
બે વાત કરી, કે જે નિઃશંકાદિ આઠ ગુણો છે એનાથી વિરુદ્ધ દોષોથી બંધ થતો તે બંધ નથી અને એને જે ઉદયમાં આવે એ પણ નિર્જરી જાય છે, એમ કહે છે. આહાહા.! ભગવાન પૂર્ણાનંદના નાથને ઓથે પડ્યો છે ને અંદર. એને એના ગુણથી વિરુદ્ધ જે દોષો એનાથી બંધ થતો, એ તો છે નહિ. હવે જ્યારે પૂર્વના કર્મના ઉદયને લઈને જે રાગાદિ આવે પણ ત્યાં એનો આદર નથી અને આદર તો અહીં સ્વભાવનો છે. આહાહા...! આવું સ્વરૂપ. તેથી તે સમ્યગ્દષ્ટિને પોતાના શુદ્ધ સ્વભાવના સત્કાર અને આદરમાં, સ્વીકારમાં, આહાહા...! રાગનો સ્વીકાર નથી, ઉપાદેય નથી તેથી તે રાગ ખરી જાય છે. આહાહા...!
નવો બંધ થતો નથી. એટલે? કે, દોષથી બંધ થતો એ તો નથી પણ ઉદયને લઈને રાગ થાય તેનાથી પણ બંધ થતો નથી, એમ કહે છે.
મુમુક્ષુ :- રાગથી બંધ ન થાય?
ઉત્તર :- ખરી જાય છે, એમ કહે છે. સ્વભાવનું જોર છે ને? એમ કહે છે. અહીં તો સમ્યગ્દર્શનનું માહાત્મ આઠે ગુણનું વર્ણવવું છે ને. રાગ છે. પહેલા તો કહ્યું એનાથી જે વિરુદ્ધ ભાવો છે એનાથી દોષથી બંધ થતો એ તો છે નહિ પણ હવે પૂર્વ કર્મ છે જરી તો નબળાઈથી રાગાદિ આવે છે પણ તેનો આદર નથી એટલે ખરેખર એનું બંધન નથી. અલ્પ બંધન ને સ્થિતિ પડે છે તેને અહીં ગણી નથી. રાગ છે થોડો એ પણ છે એને પણ ખરી જાય છે એમ ગણવામાં આવ્યું. બાકી છે. નથી? અને એનાથી બંધ, સ્થિતિ પડે છે પણ એ ગૌણ કરી નાખીને (નથી એમ કહ્યું). આહાહા...! અરે.! ભાઈ! જન્મ-મરણના ચોરાશીના આંટામાંથી છૂટવું, ભાઈ! એ કોઈ અલૌકિક વસ્તુ છે, ભાઈ! ચોરાશીના અવતારમાં....
કારણ કે બંધ તો પ્રધાનતાથી.” જોયું? હેં? “બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.” જોયું? જ્યાં આગળ રાગની એકતાબુદ્ધિ છે, રાગ ધર્મ છે, દયા, દાન, વ્રત મને ધર્મનું કારણ છે એવો જે મિથ્યાત્વ ભાવ. આહાહા...! “કારણ કે બંધ તો.” મુખ્યથી,