________________
ગાથા– ૨૩૬
પપ૧ ગૌણપણે પરિણામ છે પણ મુખ્યથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.” મિથ્યાત્વ એ જ સંસાર છે, મિથ્યાત્વ એ જ આસ્રવ છે, મિથ્યાત્વ એ જ ભાવબંધ છે. આહાહા. એની તો ખબરું ન મળે, મિથ્યાત્વ એટલે શું? આ દેહની ક્રિયા હું કરું છું, દયા, દાન, વ્રતના પરિણામ મને ધર્મ છે એ બધો મિથ્યાત્વ ભાવ છે. આહાહા...! કરે મિથ્યાત્વની પુષ્ટિ અને માને કે અમે કાંઈક ધર્મ કરીએ છીએ. શું થાય? આહા! અનંતકાળ થયા, ભાઈ! એને સત્યપંથે ગયો નથી. આહાહા.!
અહીં તો કહે છે, બંધ તો પ્રધાનતાથી. એટલે મુખ્ય, મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે. સમકિત પછી જરી જે બંધ થાય એ અલ્પ છે, અલ્પ સ્થિતિ, રસવાળો (છે) એને અહીં ન ગણ્યો. અલ્પ સંસાર થોડો છે. મિથ્યાત્વમાં તો અનંત સંસારની વૃદ્ધિ છે. ભલે મુનિ હોય, પંચ મહાવ્રત ધારનારો હોય, નગ્ન દિગંબર પણ રાગને પોતાનો માને છે, રાગની ક્રિયા તે ધર્મ છે, શુભઉપયોગ તે ધર્મ છે, એમાં આ કાળે શુભયોગ જ હોય છે, એમ અત્યારે કહે છે. શ્રુતસાગર’ છે. “શાંતિસાગરના કેડાયત. એમ કે બધા મુનિઓ શુભઉપયોગવાળા જ હતા અને શુભઉપયોગી અત્યારે હોય, બીજો હોય નહિ. અરે! પ્રભુ... પ્રભુ...! શું કરે છે? ભાઈ! તો પણ એટલું બહાર પાડ્યું એટલું ઠીક કર્યું. આહાહા...! અત્યારે શુભઉપયોગ જ હોય. શુભઉપયોગ તો પુણ્ય છે, રાગ છે, ઝેર છે. ત્યાં તો ધર્મ છે ક્યાં? આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! આહા...! “શાંતિસાગરના કેડાયત. “શાંતિસાગર' અહીં આવ્યા હતા, ચોવીસ કલાક રહ્યા હતા. મૂળ દૃષ્ટિની ખબર નહિ. બાકી આચરણ અને બહારની ક્રિયા સાધારણ. એને માટે ચોકા કરીને આહાર ભે, એ તો વ્યવહારનાય ઠેકાણા નહિ. ભઈ! માર્ગ તો આવો (છે), પ્રભુ! શું થાય? આહાહા...!
મુમુક્ષુ :- બધાની પોલ ખુલ્લી થઈ ગઈ.
ઉત્તર :- વસ્તુસ્થિતિ આ છે, કોઈને માટે કંઈ છે નહિ. આહાહા.! માર્ગ આ છે ને, પ્રભુ પરમાત્માનું ફરમાન આ છે. કહ્યું હતું નહિ? “જયપુરમાં “મનોહરલાલ વર્ણી વર્ણીજીના શિષ્ય અમારી પાસે આવ્યા. આમ ક્ષુલ્લક પણ છતાં રેલમાં બેસીને આવ્યા. રેલમાં બેસતા. પછી આવીને પ્રશ્ન કર્યો. બેય “જયપુર' આવ્યા. કહે, મહારાજ! આ રાગને પુદ્ગલ કેમ (કહ્યો)? પુગલના પરિણામ કેમ કહ્યા? એક પ્રશ્ન આ કર્યો. કીધું, ભઈ! એ નીકળી જાય છે, આત્માનો સ્વભાવ નથી. એથી પુદ્ગલ ગયા ભેગું એ છૂટી જાય છે. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી રાગ છે અને કર્મ નથી ત્યાં રાગ નથી. એ અપેક્ષાએ તેને પુગલના પરિણામ કહીને છોડી ગયા. બીજો પ્રશ્ન કર્યો કે, અત્યારે ક્ષુલ્લક ને મુનિને આ બધો ઉદ્દેશિક આહાર થાય છે એ તો ગૃહસ્થો પોતાને માટે કરે છે. માટે એ ઉદ્દેશિકનો ખુલાસો જો થાય તો બહુ સારું થાય, એમ. એનો અર્થ એમ કે એ ઉદ્દેશિક કહેવાય નહિ. મેં કહ્યું, બાપુ! પ્રભુ! શું કહું? અરે ! વીતરાગના વિરહ પડ્યા, ત્રણલોકના નાથના સંયોગમાં હતા ત્યાંથી