________________
ગાથા– ૨૩૬
૫૪૩ પ્રભાવના નહિ. નિશ્ચય પ્રભાવના ધર્મની પરિણતિ છે અને આ જે વ્યવહાર પ્રભાવના છે, આ નહિ પણ અંદર ભાવ થવો તે શુભભાવ, નિશ્ચય સહિત હોય એને, હોં! આહાહા...!
એ પ્રભાવ ઉત્પન કરતો હોવાથી...” શું કીધું છે? પ્રભાવ ઉત્પન કરતો હોવાથી. એટલે કે આત્મામાં અનંત શક્તિઓ છે તેને પર્યાયમાં પ્રભાવ વિશેષ પ્રગટ કરતો હોવાથી તેને પ્રભાવના કરનારો કહેવામાં આવે છે. આહાહા...! અરેરે.! “તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી.” આત્માની જે શક્તિઓનો વિકાસ થયો તેથી તેને વિકાસ ન થવાનો જે ભાવ એનાથી જે બંધ થતો હતો તે બંધ નથી. આહાહા.! જ્ઞાન એટલે આત્મા. જ્ઞાયકભાવ લીધો છે ને? એટલે જ્ઞાન. આત્માના અનંત જ્ઞાનગુણની શક્તિને વિકસાવતો હોવાથી તેની પ્રભાવનાના અપકર્ષથી...” તેનું જે હીણાપણું થવું વિરુદ્ધ એ એને નથી. તેથી તેને જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી થતો બંધ નથી. જ્ઞાનની પ્રભાવના પોતે અંદરમાં વધારે જ છે. આહાહા..!
થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. જે જરીક વિકલ્પ શુભાદિ આવ્યો તો અહીંયાં શક્તિની પ્રભાવના પ્રગટ કરે છે તેથી તે ખરીને નિર્જરી જાય છે એમ કહે છે. આહાહા...! એ શુભભાવ આવે છે એનું પુણ્ય બંધાય છે પણ અહીં એ વાત ન લેતા એ ખરી જાય છે. સ્વભાવનું શક્તિનું જોર બતાવ્યું કે એ ખરી જાય છે. આહાહા...!
(ભાવાર્થ) :- (પ્રભાવના એટલે) પ્રગટ કરવું...” પ્ર-ભાવના છે ને? વિશેષ ભાવના. પ્રગટ કરવું, ઉદ્યોત કરવો.” વિકસાવવું, ફેલાવવું વગેરે. ‘માટે જે પોતાના જ્ઞાનને આત્માને “નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે...” આહાહા.! પોતાનો ભગવાન આત્મા, આહા! એ પોતે પોતાનો તે આત્મા છે. રાગ ને શરીર એ કંઈ પોતાનું નથી. આહાહા...! અને પર્યાય જેટલોય પોતાનો આત્મા નથી. આહાહા.! છે? પોતાના આત્માને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે...” આહાહા..! અનંત ગુણનો સાગર નાથ, તેની અનંત ગુણની શક્તિઓને પર્યાયમાં એકાકારના અભ્યાસથી પ્રગટ કરે છે. આહાહા.! આ અભ્યાસ, હોં! શાસ્ત્ર અભ્યાસ કે ઈ એમ નહિ. આહાહા...!
પોતાનો જે ભગવાન જ્ઞાયકભાવ તેનો એકાગ્રતાનો અભ્યાસ. આહાહા...! નિરંતર આત્માના “અભ્યાસથી પ્રગટ કરે છે.' આત્માના નિરંતર અભ્યાસ-એકાગ્રતાથી જે પ્રગટ કરે છે. આહાહા...! “વધારે છે.” શુદ્ધિની પર્યાય છે એનાથી વધારે છે. આહાહા...! આવો માર્ગ. લોકોને એવું લાગે કે આ તો નિશ્ચયાભાસ જેવું (છે), વ્યવહારની તો વાત આવતી નથી કે વ્યવહાર કરીએ તો કાંઈક થાય. વ્યવહાર કરે તો પુણ્ય બંધાય, સંસાર. સંસાર થાય. એ દયા, દાન, વ્રતના ભાવ પરિણામ એ સંસાર છે. આહાહા.! ભગવાન સંસાર સ્વરૂપથી રહિત છે. આહાહા.!
મુમુક્ષુ :- દ્રવ્ય રહિત છે, પર્યાયમાં તો છે.