________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
૫૪૨
સમજાણું કાંઈ? અરે..! આહા..!
વળી, પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી...' શું કીધું? પ્રભાવ-પ્ર-ભાવ-વિશેષે શક્તિઓને પ્રગટ કરતો, વિસ્તારતો પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના ક૨ના૨ છે,...' આહાહા..! પણ જેણે આત્મા કોણ છે જાણ્યો નથી, જાણ્યો નથી તો એની શક્તિઓને પ્રગટ કરવાનું એને હોય કયાં છે? આહાહા..! જેને આત્મજ્ઞાન જ અંદરથી થયું નથી એને આ વિકસાવવાનો પ્રસંગ છે જ ક્યાં? આહા..! એ તો રાગને, પુણ્યને વિકસાવે છે. આહાહા..! પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી...' પ્ર-ભાવ, વિશેષે શક્તિઓને વિકસાવતો પ્રભાવ કરતો હોવાથી. આહાહા..! પ્રભાવના ક૨ના૨ છે,...’ છે? પ્રભાવ ઉત્પન્ન, પ્ર-ભાવ વિશેષે શક્તિઓને વિકસાવતો હોવાથી પ્રભાવ કરતો હોવાથી તે પ્રભાવ કરનાર છે. આહાહા..! આવું સ્વરૂપ છે. હેં? આહા..! રાગાદિ, પુણ્યાદિ હોય એ કંઈ નિશ્ચય વિના તો વ્યવહારેય નથી. આહાહા..! જેને આત્મજ્ઞાન ને આત્મદર્શન નથી તેને વિકસાવવાનો પ્રસંગ જ કયાં છે? આહાહા..! (એ) તો રાગની ક્રિયાને વિકસાવે ને વધારે. આહાહા..! એ અધર્મની પ્રભાવના છે. આહાહા..! આકરું કામ, ભાઈ!
પરમાત્મા તો સત્યનો સ્વભાવ છે તેવું તેનું સ્વરૂપ કહે છે. એમાં દુનિયાને ઓલું લાગે કે ન લાગે એ માટે નથી. એ તો એના હિતને માટે છે. અહિતમાં હિત માની બેઠો હોય એને એના હિતને માટે કહે છે. ભાઈ! તારું કલ્યાણ કેમ થાય? આહાહા..! એ કલ્યાણમૂર્તિ પ્રભુ છે, એની શક્તિઓ પવિત્ર સ્વરૂપ છે. એની તને પ્રતીત ને જ્ઞાન થયું હોય તો તેને પ્રગટ વિશેષ કરવાનો તને ભાવ આવે એને અહીંયાં પ્રભાવ અને પ્રભાવ કરનાર કહેવામાં આવે છે. આહાહા..! આવી શરતું છે. પછી એને વ્યવહાર હોય છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ, ધર્મની વૃદ્ધિ લોકોમાં કેમ થાય એવો ભાવ આવે પણ એ પુણ્ય છે. સમજાણું કાંઈ? બીજામાં ધર્મની વૃદ્ધિ કેમ થાય માટે તે ભાવ ધર્મ છે એમ નહિ. પર તરફનું લક્ષ ગયું ને તો એ તો શુભભાવ છે. આહાહા..! આવું (સાંભળે એટલે) નિશ્ચય, નિશ્ચય, નિશ્ચય કહે. ‘સોનગઢ’વાળા નિશ્ચય નિશ્ચય કરે છે એમ કહે છે. અરે..! ભગવાન! નિશ્ચય એટલે સત્. સત્ એટલે સત્ય. સત્ય તે આ સ્વરૂપ છે. આહાહા..! તેં સાંભળ્યું ન હોય ને જાણ્યું ન હોય માટે કંઈ સત્ય અસત્ય થઈ જાય? અને સત્ય છે ઇ સોંઘું થઈ જાય? રાગથી પ્રાપ્ત થાય એમ થઈ જાય? આહાહા..! સને પ્રાપ્ત કરવા માટે એની કિંમત દેવી જોઈએ. આહાહા..! એવો પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એને સ્વીકાર કરવો એ કંઈ અનંત પુરુષાર્થ નથી? એને સમ્યગ્દર્શનમાં પ્રતીતમાં લેવો એ પુરુષાર્થ નથી? આહાહા..! અને આ નિશ્ચય છે એ તો પોતાથી પ્રગટ થાય છે અને પછી શુભભાવ આવે, પછી ખ્યાતિ, પૂજા, લાભને માટે નહિ. મારી પ્રસિદ્ધિ થાય, મને લોકો ઓળખે એવા જે ભાવ આવે એ ભાવ તો શુભેય નથી. સમજાણું કાંઈ? આહાહા..! એને તો પોતાને શક્તિની વૃદ્ધિ થઈ છે, કરે છે માટે બીજાને પણ કેમ થાય એવો વિકલ્પ આવે. પણ એ વિકલ્પ તે પુણ્યબંધનું કારણ છે, એ નિશ્ચય