________________
ગાથા- ૨૩૬
૫૪૧ ને ભક્તિ કરવી (તે ધર્મ).
મુમુક્ષુ - લોકો તો એમ કહે છે કે નાગા રહે એ ધર્મ.
ઉત્તર :- એ પણ ખોટી વાત છે. નાગા તો ઢોર પણ રહે છે. “અષ્ટપાહુડમાં ‘લિંગપાહુડમાં આવે છે. લૂગડા રહિત અંદર તો બધા નાગા જ છે. અંદરમાં રાગની, વિકલ્પની વસ્ત્રની દશા, એને છોડીને નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરે અને અનુભવમાં વિશેષ સ્થિરતા જામે તેને અહીંયાં મુનિ કહે છે. આહાહા.. પછી એને રાગનો વિકલ્પ હોય છે એ વ્યવહાર કહેવાય છે. પંચ મહાવ્રતાદિ હોય છે. સમજાણું? ધર્મના લોભીઓને શુભરાગ આવ્યો એને સમજાવવા માટે ભાવ હોય છે પણ છે એ બધું પુણ્યબંધનું કારણ. આહાહા...!
આત્મામાં જેટલી શક્તિઓ છે, આહાહા.! એ બધી શક્તિઓને પ્રતીતમાં, જ્ઞાનમાં, અનુભવમાં લીધી છે પણ હવે તો વિશેષ પ્રગટ કરે છે, શક્તિઓને પર્યાયમાં વિકસાવે છે. આહાહા. ચણો જેમ પાણીમાં પોઢો થાય છે પણ એ તો પોલો પોઢો થાય. પોલો, પોલો પોઢો. તોળ વધતો નથી કંઈ. હૈ? જેટલો એક ચણાનો તોલ છે એટલો પોઢાનો તોલ તો સરખો જ છે. શું કીધું? આ દૂધ. દૂધ ઉફાળો મારે છે ને? એ દૂધ વધ્યું છે? છે તો એટલું ને એટલું, ફક્ત આમ ઉફાળો માર્યો છે. આ તો શક્તિનો જે સાગર ભગવાન છે, વજબિંબ પ્રભુ પડ્યો છે, આહાહા.! એનો જેને દૃષ્ટિ ને અનુભવ થયો છે તે તેને વિકસાવવાનો પ્રયત્ન કરે છે તે પ્રભાવના છે. આહાહા.!
પ્રગટ કરવા વિકસાવવા અથવા ફેલાવવા.” “વાઘેન “સમસ્ત વિત્તપ્રવોથેના જ્ઞાનની, શક્તિઓની વિશેષ પ્રગટ દશા. આહાહા...! બોધસ્વરૂપ ભગવાન જ્ઞાનસ્વરૂપ ને અનંત શક્તિસ્વરૂપ છે. એની પ્રતીતિ અનુભવમાં થઈ છે એ જીવ પ્રબોધ-તે તે બોધની જેટલી શક્તિઓ છે તેને વધારવા–પ્રગટ કરવા–વિકસાવવા કરે છે તેને પ્રભાવના કહે છે. અરે. અરે.! આ શેઠિયાઓના પૈસા-બૈસા છે ને.
મુમુક્ષુ :- એ પ્રભાવના નહિ.
ઉત્તર :- નહિ? આ ચીમનભાઈ હમણાં મકાન કરે છે ને? આહાહા.! એ તો એક શુભભાવ. એ ક્રિયા તો સ્વતંત્ર થાય છે. એમાં ભાવ શુભ હોય એ પુણ્ય છે, એ નિશ્ચય પ્રભાવના નહિ.
સાચી પ્રભાવના ભગવાન અંદર ગુણનો વિકાસ કરે, શક્તિઓનો સાગર પ્રભુ, આહાહા.! એમાં એકાગ્ર થઈને શક્તિઓને વિકસાવે, ફેલાવે તેને અહીંયાં પરમાત્મા પ્રભાવના કહે છે. આહાહા...! વળી પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રગટ કરવું, વિકસાવવું અને ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્ર-ભાવ, વિશેષે ભાવ નામ શક્તિને ઉત્પન્ન કરતો હોવાથી. આહાહા...! નિશ્ચય આકરું લાગે લોકોને નિશ્ચય વિના બધા થોથાં છે. જ્યાં નિશ્ચય નથી ત્યાં તો વ્યવહારેય નથી. નિશ્ચય હોય એને પછી વ્યવહાર વિકલ્પ આવે. આહાહા.!