________________
૫૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તેમાં જે રાગની મંદતાનો કદાચ ભાવ થયો હોય તે પણ મારું કર્તવ્ય નથી. આહાહા...! મારું કર્તવ્ય તો પ્રભુ જે અનંત ગુણનો પિંડ પ્રભુ, એ અનંત ગુણની શક્તિવાળાને મેં જાણ્યો ને અનુભવ્યો તો એ શક્તિને વિશેષ પ્રગટ કરવી એ મારી પ્રભાવના છે. આરે...! વાતું આવી છે.
સમસ્ત શક્તિ” શબ્દ વાપર્યો છે. જ્ઞાનની સમસ્ત શક્તિ એટલે આત્માની. જ્ઞાન શબ્દ આત્મા જે જ્ઞાયકમયપણે છે એમાં અનંતા ગુણો છે, અનંત શક્તિઓ છે એનો જ્યાં અંતરમાં અનુભવ થઈને પ્રતીતિ ને રમણતા થઈ, હવે તે અનંતી શક્તિઓમાંથી વિશેષ પ્રગટ કરવા તેનું નામ પ્રભાવના કહેવામાં આવે છે. આહાહા...!
પ્રગટ કરવા-વિકસાવવા...’ આહાહા...! ભગવાનઆત્માની જેટલી શક્તિઓ–ગુણો છે આહાહા... તે શક્તિવાનની દૃષ્ટિ ને પ્રતીતિ તો થઈ છે, હવે એ પ્રતીતિવાળો જીવ એ અનંતી જે શક્તિ છે અને પર્યાયમાં પ્રગટ કરવાની ભાવના છે, પ્રગટ કરે છે. આહાહા...! વિકસાવે છે. કમળ જેમ ખીલે છે એમ શક્તિઓ પર્યાયમાં ખીલે છે. આહાહા.! આવી વાતું છે. ફેલાવવા. ત્રણ બોલ કહ્યા, પ્રગટ કરે છે, વિસ્તારે છે, ફેલાવે છે. આહાહા.! અનંત અનંત શક્તિઓનો સાગર પ્રભુ, જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દષ્ટિ, એનો વિષય તો જ્ઞાયકભાવ છે, સમ્યગ્દર્શનનો વિષય-ધ્યેય તો જ્ઞાયકભાવ છે. એ જ્ઞાયકભાવને ધ્યેયમાં લીધો છે, આહાહા.! ધ્યાનની પર્યાયમાં તેને ધ્યેય લીધો છે. આહાહા...! તે સમ્યગ્દષ્ટિ, આહાહા...! એ શાશ્વત જ્ઞાયકભાવપણાને કારણે. એનામાં શાશ્વત જે શક્તિઓ પડી છે, આહાહા...! પાઠમાં ઈ છે ને? “
વિMારમજીતો છે ને? જ્ઞાનરૂપી રથમાં આરૂઢ છે. ઓલા રથમાં બેસાડીને ભગવાનને બહાર ફેરવે છે ને? એ તો બધો શુભભાવ હોય તો એ બહારને નિમિત્ત કહેવાય. એ કંઈ બાહ્યથી ફરવાનું કરવાનો વ્યવહારેય નથી. વ્યવહાર પ્રભાવના તો સમ્યગ્દર્શન સહિત નિશ્ચય પ્રભાવના છે એને આવો જે શુભભાવ આવે એને વ્યવહાર પ્રભાવના કહેવામાં આવે છે. સમજાણું કાંઈ?
મુમુક્ષુ – પ્રભાવનાય જુદી.
ઉત્તર :- વાત જ ભગવાનની બધી જુદી છે. જૈનદર્શન કોઈ અલૌકિક ચીજ છે, એ વસ્તુના સ્વભાવનું સ્વરૂપ છે. જૈનદર્શન કોઈ કલ્પિત પંથ નથી, વાડો નથી. આહાહા.! એ તો જ્ઞાયક પ્રભુ આત્મા, આહા...! એ જિનસ્વરૂપી પ્રભુ, એની પ્રતીતિ કરવી તે જૈન છે. આહા! જૈન કોઈ વાડો નથી. ઓલા કહે છે ને કે આ કેટલાક ઘણા એમ કહે કે, આ તો વાણિયાનો ધર્મ છે, અમારો બીજો ધર્મ છે. એમ નથી. આહાહા...! આ તો તીર્થકરો ક્ષત્રિયોનો ધર્મ હતો પણ એ ક્ષત્રિયોનો ધર્મ એ ધર્મ નથી, ધર્મ તો આત્મધર્મ છે તે ધર્મ છે. આહાહા.! સમજાય છે કાંઈ? એટલે કેટલાક કહે કે, આવો ધર્મ જૈનને તો પૂજા કરવી