________________
ગાથા– ૨૩૬
પ૩૯ પુષ્ટિ કરે છે. આહાહા...! એમ જે પ્રરૂપે છે કે, દયા, દાન, વ્રત, ભક્તિ, તપથી ધર્મ થાય એ મિથ્યાત્વની પ્રરૂપણા કરે છે. મિથ્યાત્વની પ્રભાવના કરે છે. આહાહા...! પ્ર-વિશેષે, ભાવનવિકારી. આહા...! ઊલટી પ્રભાવના. આ સુલટી પ્રભાવનાની વાત છે. આહા...! પ્ર-ભાવ. પ્રવિશેષે ભાવ. તેને પ્રભાવના કહે છે.
હવે જેને સમ્યગ્દર્શન પ્રગટ્યું છે અને પ્રભાવનાનો ભાવ, અંગ, ચિહ્ન, લક્ષણ, સમકિતનું હોય છે. આહાહા...! કેમ? કે “સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ...” નામ શાશ્વત “એક જ્ઞાયકભાવમયપણાને લીધે...” જેની દૃષ્ટિમાં એ જ્ઞાયકભાવ જ આવ્યો છે. આહાહા.! ધર્મી–સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જેની દૃષ્ટિમાં નિમિત્ત નહિ, દયા, દાનનો રાગ નહિ અને એને રાગને જાણનારી પર્યાય પણ નહિ. જેની દૃષ્ટિમાં જ્ઞાયક ત્રિકાળીભાવ આવ્યો છે. આહાહા...! આવી વાતું. લોકોએ તો એનું બધું આખું રૂપ જ પલટાવી નાખ્યું. જે મુદ્દાની રકમ છે એ શું છે એની ખબર નથી. આહાહા...!
સમ્યગ્દષ્ટિ તો ટૂંકોત્કીર્ણ-શાશ્વત એક જ્ઞાયકભાવમય, જ્ઞાયકભાવમયપણાને લીધે. આહાહા...! એ તો જ્ઞાયકસ્વભાવમયપણાને લીધે સમ્યગ્દષ્ટિ “જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા...” આ પ્રભાવના. આત્માની જે અનંત શક્તિ છે, આહા...! એની જેને પ્રતીત અને જ્ઞાન, અનુભવ થયો છે તે સમકિતી પોતાની અનંત શક્તિઓ જે છે એને પ્રગટ કરવાવિકસાવવા–ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન...” કરે છે. આહાહા...! આ પ્રભાવના છે. આહાહા...! ત્રિકાળી જ્ઞાયકભાવનો અનુભવ ને દૃષ્ટિ, અનુભવ હોવાથી. આહાહા.... જેને એ જ્ઞાયકભાવનું સ્વરૂપ જેને દૃષ્ટિમાં આવ્યું છે સ્વીકાર, એ જ્ઞાયકભાવપણાને કારણે એની જે શક્તિઓ છે, જ્ઞાયકની અનંતી એને પ્રગટ કરવા, પર્યાયમાં એ શક્તિ અંશે પ્રગટ થઈ છે પણ વિશેષ પ્રગટ કરવા. આહાહા.! બહુ કામ (આકરા). હજી તો સમ્યગ્દષ્ટિની વાત છે. શ્રાવક ને મુનિ એ તો દશા કોઈ જુદી જાતની છે. લોકો માને છે એ નથી કંઈ. આહાહા...!
અહીંયાં તો સમ્યગ્દષ્ટિ જીવ પોતે જ્ઞાયક અનંત અનંત ગુણ સંપન્ન એવો જ્ઞાયકભાવ એને જ્ઞાયકભાવપણાને લીધે પોતાની જ્ઞાનની એટલે આત્માની જે સમસ્ત શક્તિ છે, સમસ્ત શક્તિ-અનંત અનંત ગુણો ને એ શક્તિ છે, તેને પ્રગટ કરવા. આ પ્રભાવના. પ્ર-ભાવ, વિશેષે નિર્મળ પરિણતિની પ્રગટતા વિશેષ કરવી તે પ્રભાવના છે. આહાહા.! અહીં તો હોય અજ્ઞાની રાગને પોતે ધર્મ માનનારો અને કાંઈક લ્હાણી-બહાણી કરે બે-પાંચ-દસ હજાર રૂપિયાની ત્યાં તો, ઓહોહો...! પ્રભાવના કરી અમે તો.
મુમુક્ષુ – આપ ના કેમ પાડતા નથી.
ઉત્તર :- ઓળખાણમાં ના પાડીએ છીએ. વસ્તુને માનવાની વાત છે ને, એ આચરણ થાય એ તો જુદી ક્રિયા. આહાહા.! એને માનવું શું ને જાણવું શું, એ વાત છે. થાય તો થાય. આહાહા...! પણ અહીં તો કહે છે કે, એ થાય છે તે મારું કર્તવ્ય નથી. આહા...!