________________
પ૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૩. દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અ મતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ-ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદૃષ્ટિ છે. ૪. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૃહન અથવા ઉપવૃંહણ છે. ૫. વ્યવહારમોક્ષમાર્ગથી મૃત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. ૬. વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. ૭. વ્યવહારમોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. ૮. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યજ્ઞાનરૂપ પ્રમાણષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્વાદુવાદમતમાં કાંઈ વિરોધ નથી.
ગાથા૨૩૬ ઉપર પ્રવચન
હવે આઠમો છેલ્લો પ્રભાવના (ગુણ). લોકો તો બહારમાં પતાસા બેંચવા ને પેંડા બેંચે. ને પ્રભાવના સારી. એમ કહે ને? આખા નાળિયેર બેંચે. નાળિયેર બેંચે છે ને? એ પ્રભાવના નહિ. એ તો વ્યવહાર પ્રભાવનાય નહિ. એ આમાં આવશે. પ્રભાવના ગુણની...' વ્યાખ્યા કહે છે :- “ગુણ' શબ્દ પર્યાય છે.
विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा। सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्यो।।२३६।। ચિમૂર્તિ મન-રપિંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો,
તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતદૃષ્ટિ જાણવો. ૨૩૬. આહાહા.! ટીકા :- “કારણ કે સમ્યગ્દષ્ટિ...” કેમ પ્રભાવના હોય છે એમ કહે છે. કે, સમ્યગ્દષ્ટિ. આહાહા.! ન હોય તેને પ્રગટ કરવું અને પ્રગટ હોય તેની દશા શું છે એની વાત છે. આહાહા...! પ્રથમમાં પ્રથમ એણે કરવાનું હોય તો એને જ્ઞાયક સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ, એની સન્મુખ થઈને જ્ઞાન ને પ્રતીતિ નિર્વિકલ્પ કરવી, એ પહેલામાં પહેલું કર્તવ્ય છે. આહાહા....! અને એ જેને કર્તવ્ય પ્રગટ્યું તેને પ્રભાવના કઈ રીતે હોય છેહવે એ વાત કરે છે. સમજાણું કાંઈ? આહા.સમ્યગ્દર્શન નથી ત્યાં તો પ્રભાવના કે કોઈ વાત છે જ નહિ. આહાહા.!
મુમુક્ષુ :- વ્યવહાર પ્રભાવનાય નથી? ઉત્તર :- મિથ્યાત્વ પ્રભાવના છે. મિથ્યાશ્રદ્ધાને વધારે છે. મિથ્યાશ્રદ્ધાની પ્રરૂપણા કરીને