________________
૩૭૯
ગાથા– ૨૨૦ થી રર૩ ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંસ્કૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે. | ભાવાર્થ - જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.
પ્રવચન નં. ૨૯૮ ગાથા૨૨૦થી ૨૨૩, શ્લોક-૧૫૧ શુક્રવાર, ભાદરવા સુદ ૯, તા. ૩૧-૦૮-૧૯૭૯
દસલક્ષણીનો પાંચમો દિવસ શૌચધર્મ છે).
यत्परदारार्थादिषु जन्तुषु निःस्पृहमहिंसकं चेतः ।
दुश्छेद्यान्तर्मलहत्तदेव शौचं परं नान्यत्।। જેનું ચિત્ત પરસ્ત્રી અને પરધનની અભિલાષા ન કરતું થયું છ કાયના જીવોની હિંસાથી રહિત થઈ જાય છે તેને જ દુર્ભેદ્ય અત્યંતર કલુષતાને દૂર કરનાર ઉત્તમ શૌચધર્મ કહેવામાં આવે છે. શૌચ' શબ્દ નિર્લોભતા. આવ્યું હતું ને? ક્ષમા. ક્રોધની સામે ક્ષમા, માનની સામે માર્દવ, કપટની સામે આર્જવ અને લોભની સામે આ શૌચ છે. પહેલું સત્ય આવી ગયું. એટલે આ પછી લીધું.
અંદર આત્મા પરહિંસાથી રહિત અને પરસ્ત્રી ને પરધનના પ્રેમથી મમતાથી રહિત, આહાહા...! એવો જે આત્માનો પવિત્ર પરિણામરૂપ સ્વભાવ તેને અહીંયાં શૌચ કહે છે. પછી તો એમ કહે છે કે, આ સ્નાનાદિ શૌચ છે એ કંઈ શૌચ નથી. જો પ્રાણીનું મન મિથ્યાત્વાદિ દોષોથી મલિન થયું હોય, આહાહા...! રાગની રુચિથી મન મલિન મિથ્યાત્વથી થયું હોય, નિર્મળાનંદ પ્રભુ, એની રુચિથી છૂટીને જેને એ રાગનો વિકલ્પ શુભ કે અશુભ, તેની રુચિમાં જેનું વલણ થયું, આહા.! એ ચિત્ત મિથ્યાત્વાદિ દોષથી મલિન છે. તો પછી ગંગા, સમુદ્ર, પુષ્કર આદિ બધા તીર્થોમાં સદા સ્નાન કરવા છતાં... “પ્રાયઃ' શબ્દ પડ્યો છે. ઘણું કરીને એટલે શરીરનું ભલે સ્વચ્છ થાય, એમ. અંદરનું ન થાય. પ્રાયઃ” શબ્દ પડ્યો છે? “પ્રયોગશુદ્ધ કરા” એ શરીરની મલિનતા તો પાણીથી ટળે પણ મિથ્યાત્વની મલિનતા એનાથી ટળે નહિ. મિથ્યાત્વની મલિનતા છે અને પછી લાખ વાર શેત્રુંજય’ સ્નાન કરે નહિ? શેત્રુંજય છે ને? ત્યાં પણ જૈનો સ્નાન કરે છે પણ અંતરમાં રાગની એકતાની મલિનતાનો મિથ્યાત્વ ભાવ, એવા મલિનતાના પરિણામ સહિત સ્નાન કરે તો કંઈ શુદ્ધિ ન થાય. આહાહા...!