________________
૩૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એને તો અંતર આનંદસ્વરૂપ ભગવાન શૌચ પવિત્ર નિગ્રંથ નિર્લોભ સ્વરૂપ, આત્માનું નિગ્રંથ સ્વરૂપ જ છે. આહાહા...! એ નિગ્રંથ સ્વરૂપની દૃષ્ટિ અને એકાગ્રતા થતાં જે પવિત્રતા થાય એ બહારથી કોઈ સ્નાનથી પવિત્રા થતી નથી. આહા...!
અતિશય વિશુદ્ધિ થઈ શકતું નથી તે યોગ્ય જ છે. મદ્યના પ્રવાહથી પરિપૂર્ણ ઘટ્ટ, દારૂથી ભરેલો ઘડો. આહાહા...! બહારમાંથી વિશુદ્ધ પાણીથી અનેક વાર ધોવામાં આવે, અંદર દારૂ ભર્યો છે, બહાર પાણીથી વારંવાર ધોવામાં આવે તો શું શુદ્ધ થઈ શકે? એમ જેના ઘટમાં જ મિથ્યાત્વ ભાવ છે... આહાહા.! રાગ ને પુણ્યાદિના પરિણામ, એ મારા છે, મને લાભદાયક છે એવું જે મિથ્યાત્વરૂપી મલિન ચિત્ત, એ ગમે તેટલા બહારમાં સ્નાન કરે એથી એને શૌચી થતી નથી. આહા! વિશેષ કહે છે.
આનો અભિપ્રાય એ છે કે મન શુદ્ધ હોય તો સ્નાનાદિ વિના ઉત્તમ શૌચ હોઈ શકે પણ એનાથી વિપરીત જો મન અપવિત્ર હોય, ગંગા આદિ અનેક જળમાં સ્નાન કરવા છતાં શૌચધર્મ કદી થતો નથી. પવિત્રતા તો અંદરમાં શરીરમાં લાખ સ્નાન કરે, જેનો “શેત્રુંજય” સ્નાન કરવા જાય છે, ત્યાં “શેત્રુંજય' નદી છે તેમાં સ્નાન કરે. પાણીમાં સ્નાન કરે શું થાય? આહાહા...! રાગને ધોવાની દશા તો આત્માના શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર છે. એ મલિનતા ટાળે નહિ અને બહારની મલિનતા ટાળે તેથી કંઈ એને નિર્મળતા, શૌચ થતો નથી. એ પાંચમો ધર્મ કીધો. અહીંયાં આપણે અહીં આવ્યું છે ને? ગાથા આવી છે ને? ૨૨૦ થી ગાથા છે.
भुजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे। संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादं।।२२०।। तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे । भुजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं ।।२२१।। जइया स एव संखो सेदसहावं तयं पजहिदूण | गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे ।।२२२।। तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण | अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे।।२२३।। જયમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦.
ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ર૨૧.