________________
ગાથા– ૨૨૦થી ૨૨૩
૩૮૧ જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને
અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩. ટીકા - જેમ શંખ પરદ્રવ્યને ભોગવે–ખાય તોપણ તેનું જેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી...” કાળા જીવડા ખાય છતાં એનું સફેદપણું કંઈ એનાથી કાળુ થતું નથી. આહાહા! “કારણ કે પર અર્થાત્ પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી... પરદ્રવ્ય બંધના કારણ છે જ નહિ. એ તો સ્વતંત્ર બહારની ચીજ છે. આહા... બંધના કારણ તો એનો મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ભાવ તે બંધનું કારણ છે. પરવસ્તુ બંધનું કારણ નથી. સગા, કુટુંબ, વ્હાલા, પૈસા, મકાન એ કોઈ મલિનતાનું કારણ નથી, એ કોઈ દુઃખનું કારણ નથી. આહાહા.!
એ પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ-વિકાર સ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી,... આહાહા.! એ તો આવે છે ને એમાં? આગળ (આવે છે). વસ્તુને આશ્રયે ભલે અધ્યવસાય છે પણ વસ્તુ બંધનું કારણ નથી. એને લક્ષે, એને આશ્રયે ભલે અધ્યવસાય કરે, રાગની એકતાબુદ્ધિ (ક) પણ એ વસ્તુ બંધનું કારણ નથી. આહાહા...! અહીંયાં કહે છે “પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ...” આહાહા...! શરીર, વાણી, મન, કર્મ, પરપદાર્થ કોઈપણ રીતે આત્માને પરભાવ કરી શકવાનું કારણ નથી. આહાહા...!
“તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે...” ભોગવે એટલે એ એને દેખાય. આહાહા...! બીજા લોકો દેખે ને કે, જુઓ! આ સ્ત્રીના સંગમાં આવે છે, લક્ષ્મીના સંગમાં આવે છે. એથી એ શબ્દ વાપર્યો છે. બાકી પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી...” એ પરને ભોગવે છતાં પર વડે કરીને મિથ્યા દોષ લાગે છે એમ નથી. આહાહા...! કારણ કે પર અર્થાત્ પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી.” જેમ શંખ કાળી ચીજ ખાય છતાં તે ધોળાનું કાળું કરી શકતા નથી. એમ ધર્મીને પરદ્રવ્યનો ભોગવટો હોવા છતાં પરદ્રવ્ય તેને મલિનતાનું કારણ થતું નથી. આહાહા...! સમજાય છે?
પદ્રવ્ય કોઈ દ્રવ્યને. આહાહા.! તીર્થકરનો જીવ કે તીર્થકરનું શરીર કે સમવસરણ એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય બંધનું કારણ નથી. તેમ એ ધર્મનું કારણ નથી. આહાહા...! સમજાણું કાંઈ? પરદ્રવ્ય તો ભિન્ન છે, એ ચીજ કંઈ બંધનું કારણ કે ધર્મનું કારણ છે નહિ. આહાહા..! પરદ્રવ્યની ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, એ ભક્તિ કંઈ આત્માનો ધર્મ થતો નથી. આહા.! ભક્તિ તો રાગ છે. એ પરદ્રવ્યથી ધર્મ થાય કે પરદ્રવ્યથી મલિનતા