________________
૩૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ થાય એ વાત છે નહિ. આહાહા...!
“જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી. માટે ધર્મીને આહાહા.! જ્ઞાનમાં આનંદનો જ્યાં અંદર અનુભવ છે, આહાહા.! એને પરદ્રવ્યના સંયોગથી તેને બંધ થતો નથી. આહાહા...! અંતરમાં જ્યાં નિર્મળતા દ્રવ્ય સ્વભાવનો આશ્રય લઈને નિર્મળતા પ્રગટ થઈ છે તેને પરદ્રવ્ય કોઈ મલિન કરી શકે, કર્મનો ઉદય આવે અને એને મલિન કરી શકે એમ નથી, એમ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? ચિદાનંદ ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ, એની જ્યાં દૃષ્ટિ અને નિર્મળ જ્ઞાન થયું એને પરદ્રવ્યના સંયોગો ગમે તેટલા હો, એ એને કોઈ મલિન કરી શકે એમ છે નહિ. આહાહા.ઝાઝા દ્રવ્ય ઘણા હોય તો એને મલિનતાનું વધારે કારણ થાય, થોડા હોય તો થોડું મલિનતાનું કારણ થાય, એમ નથી. આહાહા.! મલિનતાનું કારણ તો પોતે જ્ઞાનાનંદ સ્વભાવને છોડી દે એ છે).
“વળી જ્યારે તે જ શંખ...” એ કાળા દ્રવ્યોને ખાતો છતો શંખ કાળા દ્રવ્યથી કાળું થતું નથી. હવે તે જ શંખ, “પદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો....... આહાહા...! એ કાળા કીડા ખાતો હોય કે ન ખાતો હોય પણ પોતે શંખ જ્યારે શ્વેતપણું છોડીને કાળું થાય ત્યારે પરને કારણે નથી થયું. આહાહા...! છે? “સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય)...” એ તો પોતાથી કરાયેલો છે, એ પરદ્રવ્યથી કરાયેલો નથી. આહાહા...!
‘તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, જેને પરના ભોગવટા કાળે પણ જ્ઞાનીને મલિનતાનું કારણ નથી. આહાહા.. તે જ જ્ઞાની, પારદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે... આહાહા...! જ્ઞાનસ્વભાવી આત્મા છું એવું જે પરિણમન છે તેને છોડી અને રાગરૂપે છું, એવા અજ્ઞાનપણે પરિણમે ત્યારે પોતાને કારણે તે મેલ-મિથ્યાત્વ ઉભો થાય છે. આહા! કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રથી મિથ્યાત્વ થતું નથી એમ કહે છે. તેમ સુગુરુ, સુશાસ્ત્રને માનવાથી સમકિત થતું નથી. આહાહા.! એ સમ્યગ્દર્શન થયું, ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભર્યો પ્રભુ, એનું જ્યાં ભાન થયું એને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, એને પરદ્રવ્યના ભોગવટામાં મલિનતા થાય એ ત્રણકાળમાં છે નહિ. આહાહા! એ પોતે જ જ્યારે આત્માના જ્ઞાનસ્વરૂપને છોડી પર્યાયબુદ્ધિમાં એટલે રાગની બુદ્ધિમાં આવે, રાગ તે મારું કર્તવ્ય છે અને રાગ તે મને ધર્મનું કારણ છે, એવી મિથ્યાશ્રદ્ધામાં આવે ત્યારે તેને મલિનતા થાય છે. પરદ્રવ્યને લઈને મલિનતા જરીયે થતી નથી. તેમ નિર્મળતા પરદ્રવ્યને લઈને જરીયે થતી નથી. આહાહા...!
કહ્યું હતું ને? ઓલા “લાલને પૂછ્યું હતું ને? તીર્થકર ચક્રવર્તી “શાંતિનાથ, કુંથુનાથ' છ— હજાર સ્ત્રીઓ અને તીર્થકર ત્રણ જ્ઞાનના ધણી, સમકિતી, ક્ષાયિક સમકિતી. અમારો જ્યોર્જ અને “એડવર્ડને તો એક રાણી. અરે.. ઇ એકની સાથે સંબંધ નથી. એક હોય