________________
ગાથા-૨૨૦ થી ૨૨૩
૩૮૩
કે ઝાઝી હોય પણ અંદરમાં સ્વભાવની દૃષ્ટિ થઈ છે અને પરથી ભિન્ન પડી ગયું છે એને સંયોગો ગમે તેટલા હોય એ એને નુકસાન કરતા નથી. આહાહા..! તેમ સંયોગો છૂટી ગયા અને તેથી તેને ધર્મ પ્રગટ્યો, એમ નથી. સ્ત્રી, કુટુંબ છોડી દીધા, બાળ બ્રહ્મચારી શરીરરૂપે થયો તેથી કરીને એને ધર્મ થઈ જાય, એમ નથી. આહાહા..! એ તો બાહ્ય સંયોગનો અભાવ થયો પણ મિથ્યાત્વનો અભાવ એનાથી થયો નથી. મિથ્યાત્વનો અભાવ તો સ્વભાવનો આશ્રય લેતા, ૫૨નો આશ્રય છોડી અને સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને નિર્મળતા પ્રગટ થાય છે. આહાહા..! સ્વદ્રવ્યને આશ્રયે નિર્મળતા પ્રગટ થાય છે અને સ્વદ્રવ્યનો આશ્રય છોડી અજ્ઞાનરૂપે પરિણમે– રાગનો આશ્રય કરે, આહા..! ત્યારે તેને મિથ્યાત્વનું પરિણામ થઈને મલિન થાય છે. આહાહા..!
જ્ઞાની, ૫દ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો...' ઠીક! પદ્રવ્ય ન પણ હોય. સ્ત્રી, કુટુંબ, પરિવાર છોડી દીધા હોય, લક્ષ્મી, ધંધા હોય નહિ છતાં એ ધંધા આદિ છોડી દીધા હોય, સ્ત્રી, કુટુંબ-પરિવાર છોડી દીધા હોય, આહાહા..! અથવા ન છોડ્યું હોય, હો, અહીં તો વધારે એ કે, નહિ ભોગવતો થકો. સંયોગોમાં નથી આવતો. એ જ્ઞાનને છોડી સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે...' આહાહા..! ભલે સંયોગોને ન ભોગવે પણ જ્ઞાનરૂપી ભગવાનઆત્મા, તેને અજ્ઞાનપણે પરિણમાવે (અર્થાત્) રાગ તે હું છું, પરદ્રવ્ય તે મારા છે, પદ્રવ્યથી મને લાભ-નુકસાન થાય છે, એવી જે દૃષ્ટિ છે એ અજ્ઞાનપણે પરિણમે છે, એને પદ્રવ્ય કોઈ ફેરફાર કરી શકતું નથી. પરદ્રવ્ય તેને અજ્ઞાન કરાવી શકતું નથી. આહાહા..! રમતું એની દૃષ્ટિ સ્વની અને કાં રાગની દૃષ્ટિ, એ ઉપ૨ આખી રમતું છે.
રાગની રુચિમાં પડ્યો એને સંયોગી ચીજ બધી છૂટી ગઈ હોય તોપણ તે અજ્ઞાનપણે પરિણમે છે અને સંયોગમાં છન્નુ હજાર સ્ત્રી અને કરોડો અપ્સરામાં પડ્યો હોય.. આહાહા..! છતાં જેને રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન થયું છે તેને એ સ્ત્રી આદિ મલિનતા કરાવી શકતી નથી. આહાહા..! સમજાય છે કાંઈ? લોકોની દૃષ્ટિ સંયોગ છૂટે એટલે ત્યાગી અને સંયોગ વધારે એટલે અત્યાગી, એમ દૃષ્ટિ (છે). એ વાતની અહીં ના પાડે છે. સ્ત્રી, કુટુંબ છોડી, દુકાન છોડીને ધંધા છોડીને બેઠો હોય એટલે જાણે ત્યાગી થઈ ગયો. એ તો સંયોગી ચીજ ન્યાં ઘટી છે પણ અંદર મિથ્યાત્વ કચાં ઘટાડ્યું છે? આહાહા..! રાગ તે હું અને રાગથી તે મને ધર્મ થાય, પુણ્ય સ્વભાવથી ધર્મ થાય (એ તો મિથ્યાત્વ છે).
‘અધર્મ’ શબ્દ આવ્યો છે, હોં! ભાઈ! ઓલું જૂનું ‘સમયસાર’ છે ને? એમાં પહેલા વ્યવહારના બોલ લખ્યા હતા ને? આત્મધર્મ'માં અપાઈ ગયા છે. પછી એના આધારેય આપ્યા છે. ‘હિરભાઈ', આધારેય આપ્યા છે ખરા એ વખતે. ઓલામાં ‘અધર્મ’ શબ્દ પડ્યો છે. આધાર હશે ખરો કાંઈક. ઓલા કહે, પુણ્યને અધર્મ કાં કહ્યું છે? અરે..! પ્રભુ! સાંભળને. આત્માનો વીતરાગી જ્ઞાન, દર્શન, આનંદ સ્વભાવ, એનાથી વિરુદ્ધ પુણ્યભાવ તે અધર્મ છે. આહાહા..! એ અધર્મ કંઈ પદ્રવ્યને લઈને થયો નથી. પોતાની ઊંધી માન્યતા, પુણ્ય તે