________________
૩૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ મારું અને મને ધર્મનું કારણ, એવી માન્યતાને લઈને એની મિથ્યા દૃષ્ટિ, અધર્મ દૃષ્ટિ થાય છે. આહા...! પુણ્ય પરિણામ થયા માટે આને અધર્મ દૃષ્ટિ થાય, એમ નથી. એ પુણ્ય પરિણામ મારા છે એવી દૃષ્ટિ કરે તો અધર્મ દષ્ટિ થાય. આહાહા.. અને એ પુણ્ય પરિણામથી ભિન્ન પડીને સ્વરૂપની દૃષ્ટિ કરે તો પુણ્ય પરિણામ ને પાપ હોવા છતાં તેની નિર્મળતાને કોઈ મલિન કરી શકતું નથી. આહાહા.! બહુ વાત ફેર છે.
“જ્ઞાનને છોડીને...” શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવ પરમાત્મા એ હું, એમ છોડી દઈને “અજ્ઞાનરૂપે પરિણમે...' (અર્થાત) રાગ છે એ મારો છે), તે રૂપે પરિણમે, એ તો એના પોતાને કારણે છે, પરને કારણે નહિ કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર મળ્યા માટે અમને આ થયું એમ કહેતા ને એક જણો? શું કરીએ, અમને એ મળ્યા એ અમે માન્યું. પણ માન્યું તે એને લઈને માન્યું છે કે તારે લઈને માન્યું છે? શેઠ બોલે છે ઘણી વાર. “ભગવાન” શેઠ, “શોભાલાલ'. અમને એવા મળ્યા, એ પ્રમાણે અમે માન્યું. એને લઈને માન્યું નથી. તમને એ ગોડ્યું તેને માન્યું છે. આહાહા...! સમજાય છે? એમ સમ્યગ્દર્શન પણ દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા માટે સમ્યગ્દર્શન મળ્યું, એમ નથી. આહાહા...! એ તો પરદ્રવ્ય છે. આહાહા...!
‘પદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો...” એટલે પરદ્રવ્યનો સંયોગ હોય કે સંયોગ ન હોય, ભલે સંયોગ ન હોય, કહે છે પણ આત્માને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે.” રાગની રુચિમાં આવી ગયો. આહાહા...! ભલે તે ત્યાગી બહારમાં કોઈ કપડાનો પણ ટુકડો ન રાખતો) હોય પણ જેને રાગ તે મારો એવી દૃષ્ટિ થઈ એ અજ્ઞાનરૂપે પરિણમે છે. આહાહા...! અને કરોડો અપ્સરાની મધ્યમાં ઇન્દ્ર રહ્યો છતાં તે સમ્યગ્દર્શનપણે પરિણમે છે. પર એને મિથ્યાત્વપણે પરિણમાવે એવી તાકાત છે નહિ. કરોડો અપ્સરામાં રહ્યો છતાં પોતે સમ્યગ્દર્શનપણે પરિણમે છે. આહાહા.! અને સંયોગનો બિલકુલ ત્યાગ (કર્યો હોય), વસ્ત્રનો ટુકડોય ન હોય, નગ્ન હોય, આહાહા...! છતાં અંતરમાં મિથ્યાત્વ ભાવ-રાગ તે મારો અને એનાથી મને ધર્મ થાય છે, એ મિથ્યાત્વ ભાવ મલિનતાનું ભાવકારણ છે. સંયોગી ચીજનો અભાવભાવ એ કોઈ કારણ છે નહિ. ઓહોહો! આવી વાત છે. આ તો જરી સંયોગ છોડે એટલે જાણે આહાહા.! ભારે ત્યાગી થયો.
એ અહીં કહે છે. સંયોગ હો કે સંયોગ ન હો. સંયોગ ન હો એટલે ભોગવટો હો કે ભોગવટો ન હોય, એમ. આહાહા...! પણ સ્વયમેવ જ્ઞાનસ્વરૂપને છોડી ચિઠ્ઠન આનંદઘન ભગવાન આત્મા, તેની દૃષ્ટિ અને રુચિ છોડી અને રાગની રુચિમાં આવે તો મિથ્યાતપણે પરિણમે છે. એ બહારની ચીજનો અભાવ થયો માટે સમકિતપણે, ધર્મપણે પરિણમે છે, એમ નથી. સમજાણું કાંઈ આહા...!
‘ત્યારે તેનું જ્ઞાન સ્વયં ત અજ્ઞાન થાય. આહાહા.! ખરેખર તો જ્ઞાનાવરણીયનો ઉદય પણ જીવને અજ્ઞાન કરાવતું નથી. આહાહા...! એ તો પોતે જ્યારે જ્ઞાન ને સ્વભાવની દૃષ્ટિ