________________
૩૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
હવે આ જ અર્થને દૃષ્ટાંતથી દૃઢ કરે છે :
જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧. જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને
પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩. ગાથાર્થ :- [ શંવચ ] જેમ શંખ [ વિવિધાનિ ] અનેક પ્રકારનાં [ સવિત્તાવિત્તમિશ્રિતાનિ ] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [ દ્રવ્યાણિ ] દ્રવ્યોને [ મુગ્ગાનસ્ય અપિ ] ભોગવે છે-ખાય છે તોપણ [ શ્વેતમાવઃ ] તેનું શ્વેતપણું [ કૃષ્ણ: વન્તુ ન અવિ શવયતે ] (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, [ તથા ] તેમ [ જ્ઞાનિનઃ અપિ ] જ્ઞાની પણ [ વિવિધાનિ 1 અનેક પ્રકારનાં [ સવિત્તાવિત્તમિશ્રિતાનિ ] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [ વ્યાળિ ] દ્રવ્યોને [ મુગ્ગાનચ અવિ ] ભોગવે તોપણ [ જ્ઞાનં ] તેનું જ્ઞાન [ અજ્ઞાનતાં નેતુમ્ ન શવયમ્ ] (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી.
[ યવા ] જ્યારે सः एव शंखः તે જ શંખ (પોતે) [ તરું શ્વેતસ્વમાવું ] તે શ્વેત સ્વભાવને [ પ્રાય ] છોડીને [ કૃષ્ણમાનું પચ્છેત્ ] કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) [ તવા ] ત્યારે [ શુવસ્તત્વ પ્રબદ્ઘાત્ ] શ્વેતપણાને છોડે (અર્થાત્ કાળો બને), [ તથા ] તેવી રીતે [ વસ્તુ ] ખરેખર [ જ્ઞાની અપિ ] જ્ઞાની પણ પોતે) [ ચવા ] જ્યારે [ ત જ્ઞાનસ્વમાવં ] તે જ્ઞાનસ્વભાવને [ પ્રજ્ઞાય ] છોડીને [ અજ્ઞાનેન ] અજ્ઞાનરૂપે [ પરિબત: ] પરિણમે [ તવા ત્યારે [ અજ્ઞાનતાં ] અજ્ઞાનપણાને [ ગચ્છેત્ ] પામે.
ટીકા :- જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ તેનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પ૨ અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તોપણ તેનું જ્ઞાન ૫૨ વડે અશાન કરી શકાતું નથી કા૨ણ કે ૫૨ અર્થાત્ ૫દ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.
વળી જ્યારે તે જ શંખ, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય), તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પદ્રવ્યને