________________
૧૨૭
ગાથા૨૦૧-૨૦૨
એ કહે છે, એ “જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો...” ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ, રાગના અંશને પણ પોતાનો માનનાર શ્રુતકેવળી જેવો હો તોપણ આત્માને જાણતો નથી. આહાહા...! નિર્જરા અધિકાર છે. અને જે આત્માને નથી જાણતો...” ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી જાણન-દેખન અને અતીન્દ્રિય આનંદ પ્રભુ, એવા આત્માને જેણે ન જાણ્યો “તે અનાત્માને પણ નથી જાણતો.” અનાત્મા રાગ છે તેને પણ જાણતો નથી. આત્મા આનંદમય પ્રભુ છે. આહાહા...! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા, સત્ નામ શાશ્વત, ચિમય અને આનંદમય પ્રભુ છે તેનું જેને જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી તો તેને અનાત્મા – રાગ, તેનું પણ જ્ઞાન નથી. આહાહા.! સૂક્ષ્મ છે, પ્રભુ અનંતકાળથી ચોરાશી લાખ યોનિમાં અનંત અવતાર થયા. દિગંબર મુનિ અનંતવાર થયો પણ એ રાગની ક્રિયા કરીને થયો. આહા..! પંચ મહાવ્રતાદિ, સમિતિ, ગુપ્તિ પાળ્યા) પણ “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન...” રાગથી ભિન્ન મારી ચીજ છે એવા અનુભવ વિના. આહાહા...! લેશ સુખ ન પાયો’ એ મહાવ્રતના પરિણામ અને સમિતિ, ગુપ્તિ વ્યવહારના પરિણામ દુઃખરૂપ છે, રાગ છે તો ‘લેશ સુખ ન પાયો' આહાહા...! આવી ચીજ છે. જગતને કઠણ પડે. માર્ગ તો આવો છે, ભાઈ! અનંત તીર્થકરો (આમ ફરમાવે છે).
મહાવિદેહમાં ભગવાન બિરાજે છે ત્યાંથી આ વાણી આવી છે. કુંદકુંદાચાર્ય સંવત ૪૯માં ત્યાં ગયા હતા. બે હજાર વર્ષ પહેલા. આઠ દિવસ ત્યાં રહ્યા હતા અને ભગવાનને આઠ દિવસ સાંભળ્યા, કેટલીક શંકાનું સમાધાન શ્રુતકેવળી મુનિ પાસે કર્યું. શ્રુતકેવળી મુનિ હતા. ત્યાંથી આવી આ શાસ્ત્ર બનાવ્યા છે. આ..હા...! એની ટીકા કરનાર જાણે ભગવાન પાસે ગયા હોય એવી ટીકા બનાવી છે. એ “અમૃતચંદ્રાચાર્ય. આ કુંદકુંદાચાર્યના શ્લોક, અમૃતચંદ્રાચાર્યની ટીકા. આહાહા...!
કહે છે, આત્માને નથી જાણતો. ભગવાન જ્ઞાતા-દષ્ટા, એ જ્ઞાનનો પૂંજ છે, અતીન્દ્રિય સુખસાગરના જળથી ભરેલો છે, અતીન્દ્રિય શ્રદ્ધા સમ્યક્ ત્રિકાળ હોં! અતીન્દ્રિય દૃષ્ટિથી ભરેલો છે. સમ્યગ્દર્શન તો પર્યાય છે પણ અંતરમાં ત્રિકાળી અનાદિઅનંત અતીન્દ્રિય દષ્ટિ – શ્રદ્ધા છે, એ અતીન્દ્રિય શ્રદ્ધાથી ભર્યો પડ્યો છે. આહાહા...! સમ્યગ્દર્શન છે એ તો પર્યાય છે પણ અંદર એ પર્યાય આવી શેમાંથી અંદર અનાદિ દૃષ્ટિ-શ્રદ્ધા પડી છે. શુદ્ધ અનાદિઅનંત એ દૃષ્ટિ-શ્રદ્ધાનો સ્વભાવ છે. આહાહા... એ અનાદિ દૃષ્ટિ ધ્રુવ છે. એ ધ્રુવના આશ્રયે સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. આહા...હા...! સમજાણું? તો જેણે આત્મા ન જાણ્યો એણે અનાત્માને પણ જાણ્યો નથી. છે?
કારણ કે.” અહીં સુધી તો થોડું આવ્યું હતું. સાધારણ વાત ચાલી હતી. કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા....” શું કહે છે? ભગવાનઆત્મા આનંદ, સચ્ચિદાનંદ પ્રભુ સ્વરૂપથી સત્તા છે અને રાગથી અસત્તા છે. રાગથી અસત્તા છે, પોતાના દ્રવ્યથી સત્તા –