________________
૧૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અજ્ઞાનમય ભાવ કહ્યું છે અને આમાં જ્ઞાનમય ભાવ સામસામે લીધું છે. રાગ વિકલ્પ જે શુભ રાગાદિ છે, એ અજ્ઞાન, મિથ્યાત્વ સહિત, રાગ મારી ચીજ છે અને રાગથી મને લાભ થશે તો એ રાગ મિથ્યાત્વ સહિત રાગ અજ્ઞાનમય ગણવામાં આવ્યો છે. આહા.! આવી વાત છે, પ્રભુ! સૂક્ષ્મ વાત છે, ભાઈ! આહાહા...! ભગવાન અંદર “જ્ઞાનમય ભાવ.' તેની સામે લીધું. પેલો અજ્ઞાનમય ભાવ છે, તો પ્રભુ “જ્ઞાનમય ભાવના અભાવને લીધે..' જ્ઞાનમય જે પ્રભુ ચૈતન્ય સ્વરૂપ છે તેના જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનીનું જ્ઞાન. જ્ઞાની શબ્દ આત્મા. પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એ આત્મા ધર્મી, તેનો પર્યાયમાં જે ધર્મ – સમ્યગ્દર્શન, એ સમ્યગ્દષ્ટિને રાગ થાય છે તે રાગને પોતાનો જાણતો નથી. પર જાણીને તેને દૃષ્ટિમાંથી છોડી ધે છે. આહાહા...!
જ્ઞાનમય ભાવ.” એમાં એ રાગાદિ શબ્દ લીધો, એટલું. પણ એ અજ્ઞાનમય ભાવ મિથ્યાત્વ સહિત હતો અને આ જ્ઞાનમય ભાવ. એકલો ચૈતન્ય સ્વરૂપ ભગવાન, એ જ્ઞાનમય ભાવ, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનીનું જ્ઞાન, વસ્તુનું જ્ઞાન એ “જ્ઞાનમય ભાવના અભાવને લીધે....” એ આત્માના સ્વભાવના જ્ઞાનના અભાવને કારણે “આત્માને નથી જાણતો;” આહાહા...! ભગવાનઆત્મા અંદર રાગના વિકલ્પથી નિર્વિકલ્પ અખંડાનંદ પ્રભુ, સુખના સાગરના જળથી ભર્યો પડ્યો છે. ભગવાન આત્મા સુખસાગરના જળથી ભર્યો પડ્યો છે. આહાહા...! તેનો અનાદર કરી રાગના કણને, અજ્ઞાનમયને પોતાનો માને છે એ શ્રુતકેવળી જેવો હો તોપણ (જ્ઞાનમય ભાવના) “અભાવને લીધે આત્માને નથી જાણતો;” “જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો.' તેનો અર્થ શું થયો? કે, આત્મા તો જ્ઞાનમય ભાવ છે. આહાહા.!
જાનન... જાનન... જાનન સ્વભાવ. ભગવાન આત્મા જાનન સ્વભાવ, જ્ઞાન – અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ છે. આહાહા...! અને એવા અનંત અનંત ગુણ, બધા અતીન્દ્રિય અનંત અનંત ગુણ. આકાશના પ્રદેશ અમાપ, માપ નહિ. આકાશનો અંત આવ્યો (એમ છે નહિ). આકાશનો
ક્યાં અંત આવ્યો? એનો અંત નહિ તેના પણ પ્રદેશ છે, અનંત – અંત નહિ, તેના જે અનંત પ્રદેશ છે તેનાથી અનંતગુણા આત્મામાં ગુણ છે. આહાહા...! એ બધા જ્ઞાનમય, આનંદમય છે, એમાં કોઈ રાગમય ગુણ નથી. અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતા અનંતને અનંતવાર ગુણી નાખો તો પણ છેલ્લો અનંત આવતો નથી. આહાહા.! છેલ્લો અનંત આવતો નથી તો અનંતનો છેલ્લો એક એ તો આવતો જ નથી. આહાહા.! એવો ભગવાન જ્ઞાનમય પ્રભુ, લેશમાત્ર રાગને પોતાનો માની અજ્ઞાનમયમાં રોકાય છે તે ભગવાન જ્ઞાનમયને બિલકુલ જાણતો નથી. આહાહા...! શાસ્ત્રજ્ઞાન હો એ શાસ્ત્રજ્ઞાન પણ પરણેય છે. શાસ્ત્રજ્ઞાન પણ પરશેય છે. પરણેયમાં નિષ્ઠ છે એ સ્વર્શયમાં નિષ્ઠ નથી. આહાહા...! સમજાણું? એ પરશેય છે. આહાહા...! પોતાના જ્ઞાનનું જ્ઞાન ન થયું અને માત્ર શાસ્ત્રજ્ઞાનમાં રોકાઈ ગયો. આહાહા.! તો એ પરણેયમાં નિષ્ઠ નામ લીન છે. સ્વદ્રવ્યમાંથી છૂટી ગયો છે. આહાહા.! આવો પ્રભુનો માર્ગ છે, ભાઈ! આહાહા.!