________________
ગાથા-૨૦૧-૨૦૨
૧૨૫
આત્માનો અનાદર નામ હેય કરે છે. જે હેય છે તેને ઉપાદેય કરે છે તો જે ઉપાદેય છે તેને હેય કરે છે. આહાહા..! આવી સૂક્ષ્મ વાત છે, ભાઈ!
ભલે શ્રુતકેવળી જેવો હો....' ભલે અગિયાર અંગ ભણ્યો હોય, અબજો શ્લોક કંઠસ્થ કર્યાં હોય, અબજો શું એક આચારંગમાં અઢાર હજાર પદ છે, એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક છે, એમ ડબલ. ‘સૂયગડાંગ’થી ડબલ ‘ઠાણાંગ’. અગિયારનું બધું જ્ઞાન હોય પણ એ કંઈ જ્ઞાન નથી. કેમકે એ પરલક્ષીજ્ઞાનમાં રાગ ઉત્પન્ન થાય છે. આહાહા..! અને એ રાગ છે તે જ્ઞાનમય પ્રભુ, ચૈતન્ય જ્ઞાનમય જે આત્મા છે, એ જ્ઞાનમયનો રાગના અંશમાં અભાવ છે. એ કારણે મિથ્યાત્વ સહિતનો અજ્ઞાનમય રાગ અહીંયાં ગણવામાં આવ્યો છે. આહાહા..!
ચાહે તો નવમી ત્રૈવેયક ગયો. મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો’ ‘છ ઢાળા’માં આવે છે. મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો, આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ તેનો શું અર્થ થયો? પંચ મહાવ્રતાદિ, પાંચ સમિતિ, ગુપ્તિનો વ્યવહારભાવ એ દુઃખરૂપ છે, આસ્રવ છે. આહાહા..! મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ રાગથી ભિન્ન મારી ચીજ છે, એ રાગ તો નુકસાનકારક બંધનું કારણ, ઝેર છે, મારી ચીજ અમૃતથી ભરેલી છે. આહા..! હું ચિદાનંદ, અમૃતનું પૂર મારી ચીજ છે. આહાહા..! આવી દૃષ્ટિ થયા વિના રાગના કણને પણ પોતાનો માને છે, ભલે એ શ્રુતકેવળી હો. શ્રુતકેવળી હોય એમ નથી કહ્યું. શ્રુતકેવળી જેવો હો...' (એમ કહ્યું છે). શ્રુતકેવળી તો સમ્યગ્દષ્ટિ હોય છે. અહીંયાં તો એમ કહ્યું છે કે, શ્રુતકેવળી જેવો હો...’ છે ને? ‘ભલે શ્રુતકેવળી જેવો હો...’ ઘણા શાસ્ત્ર ભણ્યો હોય. લોકોને સમજાવે, લાખો માણસ ભેગા થાય, તેમાં શું થયું? આહાહા..!
અંદરમાં રાગના વિકલ્પનો નાનામાં નાનો કણ (હોય) મિથ્યાશ્રદ્ધા સહિતનો રાગ, તેને અહીંયાં અજ્ઞાનમય કહેવામાં આવ્યો છે. આહાહા..! સમ્યગ્દષ્ટિને રાગ થાય છે પણ એ રાગને પોતાના જ્ઞાનમય (સ્વરૂપ સાથે) એકત્વપણે માનતો નથી. એ રાગને હેય જાણીને, પરશેય તરીકે તેને જાણે છે. પોતાનું જે શેય છે એ તો ચૈતન્ય જ્ઞાનાનંદમય સ્વશેય છે. તેનાથી રાગ છે તે ૫૨શેય, ૫૨શેય પરદ્રવ્ય છે. આહાહા..! તેનાથી લાભ (માને), વ્યવહા૨ રત્નત્રયથી પોતામાં લાભ માને એ તો નહિ, પણ એ રાગ છે તે અજ્ઞાનમય ભાવ મારી ચીજ નથી. મારી ચીજમાં એ ચીજ નથી અને એ ચીજમાં હું નથી. આહાહા..! એવી સૂક્ષ્મ વાત છે, ભાઈ! વીતરાગ માર્ગ પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞદેવે જે જોયું અને જેવું છે તેવું કહ્યું. તેમનો કોઈ પક્ષ, પંથ નથી. વીતરાગ સર્વજ્ઞદેવનો કોઈ પક્ષ, પંથ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ જ આ છે. આહાહા..!
એ અહીંયાં કહે છે, ‘શ્રુતકેવળી જેવો હો તોપણ...' શબ્દ શું પડ્યો છે? જુઓ! પહેલા