________________
૧૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તે રાગનો કર્તા થતો નથી. આહાહા...!
એ અહીંયાં કહે છે, “જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો...” રાગ અનાત્મા છે. આહાહા...! પંચ મહાવ્રતના પરિણામ એ અનાત્મા છે. જેને આત્માનું જ્ઞાન નથી તેને અનાત્માનું જ્ઞાન નથી. બેયનું જ્ઞાન નથી. આહાહા...! છે? “કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા...” આહાહા...! જુઓ! હવે જરી ઝીણી વાત છે. વિશેષ આવશે... (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !
પ્રવચન નં. ર૭૯ ગાથા૨૦૧, ૨૦૨ શુક્રવાર, અષાઢ વદ ૧૨, તા. ૨0૭-૧૯૭૯
સમયસાર' નિર્જરા અધિકાર', ૨૦૧ ને ૨૦૨ (ગાથાની) ટીકા. જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્દભાવ છે.” શું કહે છે? જે પ્રાણીને રાગનો અંશ છે એ અજ્ઞાન છે કેમકે તેમાં જ્ઞાન નથી. ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા જ્ઞાનમય સ્વભાવ છે તેનાથી રાગ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો પણ એ અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ : મિથ્યાત્વ સહિત, તેમાં જ્ઞાનનો ભાવ નથી. જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા એ જ્ઞાનમય ભાવ હોવો જોઈએ, તેનાથી વિરૂદ્ધ (ભાવ). ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ રાગ હો પણ એ અજ્ઞાન (છે). અજ્ઞાનનો અર્થ : મિથ્યાત્વ સહિત, પોતાનું સ્વરૂપ જે જ્ઞાન છે તે જ્ઞાનનો રાગમાં અભાવ છે. આહાહા.! સમજાણું કાંઈ? - જેને.... રાગ-દ્વેષ, વાસના વગેરે “અજ્ઞાનમય ભાવોના...” મિથ્યાત્વ સહિત મિથ્યા એટલે સ્વરૂપના જ્ઞાનનું ભાન નથી અને રાગ છે તે ભલો છે, એ રાગ દયા, દાન, વ્રતનો વિકલ્પ આવ્યો એ ભલો છે, એમ માનવું એ મિથ્યાત્વ સહિત અજ્ઞાનમય ભાવ છે. ઝીણી વાત છે, ભાઈ! આહા...! છે? રાગાદિ (એટલે) રતિ, અરતિ, શોક વગેરેના જે શુભ-અશુભ વિકલ્પ છે તે અજ્ઞાનમય છે. અજ્ઞાનવાળો છે એમ નહિ, અજ્ઞાનમય છે. તેમાં આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ જ્ઞાનમયનો તેમાં અભાવ હોવાથી મિથ્યાત્વ સહિત અજ્ઞાન એટલે તેમાં જ્ઞાન નથી, એમ અજ્ઞાનમય કહેવામાં આવ્યું છે. આહાહા.! આવી વાત છે.
અજ્ઞાનમય ભાવોના લેશમાત્ર પણ...” એક અંશ પણ રાગ હો પણ એને પોતાનો માનવો અને રાગને પોતાનો માનવાથી મિથ્યાત્વ થાય છે અને મિથ્યાત્વને કારણે એ રાગમાં જ્ઞાનસ્વભાવનો અભાવ છે. આહાહા..! એ “લેશમાત્ર પણ...' રાગ અજ્ઞાન છે, મિથ્યાત્વ સહિત રાગ છે એ રાગને ભલો માન્યો તો એણે આત્માનો અનાદર કર્યો. રાગનો અંશ સારો છે, શુભરાગને પણ સારો માને છે તે ભગવાન જ્ઞાનમય ચીજ છે તેનો તે અનાદર કરે છે. રાગનો અંશ જે અજ્ઞાન અથવા જ્ઞાનનો અભાવ છે તેનો આદર કરનાર જ્ઞાનમય