________________
૧૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અસ્તિત્વ છે અને પરદ્રવ્યની અસ્તિથી અસત્તા છે. આહાહા...! પોતાની ચીજથી અસ્તિત્વ છે અને રાગાદિ પરચીજથી નાસ્તિત્વ છે તો અસત્ છે. પરદ્રવ્યથી અસત્ છે, સ્વદ્રવ્યથી સત્ છે. આહાહા.! આવો પ્રભુનો માર્ગ બહુ ઝીણો છે, બાપા! લોકો નિર્ણય કરવાનો વખતેય ત્યે નહિ. અરે..! આવો મનુષ્યદેહ, એમાં પરમાત્માનો માર્ગ સાંભળવા મળ્યો). આહાહા...!
“કારણ કે સ્વરૂપે સત્તા..' શું કહે છે? કે, જેણે આત્મા રાગથી ભિન્ન છે) તેનું ભાન નથી કર્યું તો તેને અનાત્મા રાગનું પણ જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન નથી તો રાગનું જ્ઞાન પણ સાચું નથી. કેમ? છે ને? કારણ કે સ્વરૂપે સત્તા...” પોતાના સ્વરૂપે આત્મા છે અને પરરૂપથી અસત્તા છે. આહાહા.! પંચ પરમેષ્ઠી જે જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસતુ છે. પોતાના સ્વરૂપથી અસ્તિત્વ-સતુ છે. પરના અસ્તિત્વથી આત્મા અસતુ છે. આહાહા...! અને પર પરમેશ્વર પણ છે એ પોતાથી સત્ છે, તેના પોતાથી અને પરથી અસતુ છે. આહાહા...! તો જેને પોતાના સનું યથાર્થ જ્ઞાન નથી તેને સથી વિરૂદ્ધ રાગનું પણ યથાર્થ જ્ઞાન નથી. વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન નથી. આહાહા..! અહીંયાં તો એ કહે છે કે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે. આહાહા...! એમ છે નહિ, પ્રભુ આહાહા...! આ તો અનીન્દ્રિય આત્મા, એ રાગાદિ તો સ્થૂળભાવ, અજ્ઞાનભાવ, મિથ્યાત્વ સહિતનો રાગ, તેને અહીંયાં રાગમાં ગણ્યો છે. સ્વરૂપનું જ્ઞાન નથી તો પરનું જ્ઞાન પણ નથી. કેમકે સ્વસત્તાનું જ્ઞાન નથી તો પરની અસત્તા છે તેનું પણ જ્ઞાન નથી. આહાહા.! ઝીણી વાત છે, ભાઈ! લોકો બહારથી માની બેસી જાય, બેસો.
અંતર આત્મા આનંદસ્વરૂપ પ્રભુ, અતીન્દ્રિય આનંદના અનુભવ અને જ્ઞાન વિના, રાગ મારો છે એવી ચીજમાં રોકાઈ જાય છે એ સ્વસત્તાને જાણતો નથી તો એ પરસત્તાને પણ જાણતો નથી. આહાહા...! રાગાદિ દયા, દાનના વિકલ્પને પણ એ જાણતો નથી. કેમકે નિર્વિકલ્પ સ્વસત્તાને જાણતો નથી, એ પરસત્તાને પણ જાણતો નથી. આહા.! લોજીકથી તો (વાત) છે. આ ભગવાનનો માર્ગ હઠથી માને લેવો એવું કંઈ છે નહિ. લોજીક, ન્યાય. નિ ધાતુ છે. નિ નામ નિ ધાતુમાં જેવી સ્વરૂપની સ્થિતિ છે ત્યાં જ્ઞાનને લઈ જવું, જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય કહે છે. આહા...!
અહીં કહે છે કે, સ્વરૂપથી સત્તા છે, પરરૂપથી અસત્તા છે. છે? “સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા.... આહાહા.! ભગવાન આત્મા પોતાના સ્વરૂપે સત્તા છે અને પંચ પરમેષ્ઠી ને પંચ પરમેષ્ઠીનો રાગ, તેનાથી તે અસત્તા છે. આહાહા...! આવો માર્ગ છે. “સ્વરૂપે સત્તા...”
સ્વ-રૂપ એમ છે ને? સ્વ-રૂપ – પોતાનું સ્વરૂપ જ્ઞાનાનંદની સત્તાનું જ્ઞાન, સત્તા છે. પરરૂપ, પરરૂપ – રાગાદિ, દેહાદિ, પંચ પરમેષ્ઠી આદિ પરરૂપ. એ પરરૂપથી અસત્તા છે. પોતાથી સત્તા છે અને પરથી પણ સત્તા હોય તો બધા એક થઈ જાય છે. આહાહા...! આ તો સ્વરૂપે સત્તા છે, પરરૂપે અસત્તા છે. બીજી ભાષાએ કહીએ તો પોતાના સ્વરૂપથી સત્ય