________________
ગાથા૨૦૧-૨૦૨
૧૨૯ છે, પરસ્વરૂપથી અસત્ય છે. પરસ્વરૂપે પણ સત્ય થઈ જાય તો બધા એક થઈ જાય છે. આહાહા...! આવો માર્ગ છે. આ કોઈ પંડિતાઈની ચીજ નથી કે ઘણું ભણ્યો હોય તો તેને આ દૃષ્ટિ છે. આ તો અંતરના અનુભવની વાત છે, ભગવાન! આહાહા...! એ વાત ભગવાન અમૃતચંદ્રાચાર્ય મૂળ ગાથામાંથી કાઢીને અર્થ કરે છે.
એ બને વડે...” કોણ બને? પોતાથી ભગવાન જ્ઞાનમય આનંદમય છે અને રાગાદિ પરદ્રવ્યથી નથી. એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. હું મારામાં છું અને પર મારામાં નથી, એ બન્નેના નિશ્ચયમાં આત્માનો નિશ્ચય થાય છે. સમજાણું? એના નિશ્ચયમાં બેનો નિશ્ચય થાય છે, એમ નહિ. એના નિશ્ચયમાં પોતાનો નિશ્ચય થાય છે. આહાહા...! છે? “એ બને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે; (જેને અનાત્માનો–ાગનો-નિશ્ચય થયો હોય)” આહાહા.! રાગાદિ દયા, દાન, વ્રત, ભક્તિભગવાનની ભક્તિ, અરે..! પંચ પરમેષ્ઠીનું સ્મરણ, બધું રાગ છે. આહાહા...! એ રાગ અનાત્મા છે. અનાત્મા એટલે શું? કે, રાગ. છે? લીટી છે ને લીટી? (અનાત્માનો-રાગનો-નિશ્ચય થયો હોય)” કે આ વિકલ્પ છે, પરસંબંધી પર તરફના લક્ષવાળો, એવો જેને નિર્ણય થયો હોય તેને અનાત્મા અને આત્મા બેયનો નિશ્ચય થવો જોઈએ. એકના નિશ્ચયમાં બેનો નિશ્ચય છે અને બેના નિશ્ચયમાં એક પોતાનો નિશ્ચય છે. આહાહા...! ઝીણી વાત બહુ છે, ભાઈ!
વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ પરમાત્મા તો બિરાજે છે. “ૐકાર ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે ભગવાનને ૐ ધ્વનિ છૂટે છે, ત્યાં આવી વાણી હોય નહિ. ભગવાનને આવી વાણી હોતી નથી. ભગવાનને 3% ધ્વનિ છૂટે છે. આખા શરીરમાંથી હોઠ અને કંઠ કંપ્યા વિના (ધ્વનિ છૂટે છે. “ૐ ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે એ ૐ કાર સાંભળીને ગણધરો તેનો વિચાર કરે. આહા.! “રચી આગમ ઉપદેશ” અને એ ભગવાનની વાણી સાંભળીને સંતો આગમની રચના કરે છે. “રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે ભવ્ય પ્રાણી લાયક હોય એ મિથ્યાત્વનો નાશ કરી આત્માનું જ્ઞાન કરી શકે છે. આહાહા...! સમજાણું?
જેને અનાત્માનું–રાગનું) અનાત્મા એટલે રાગ, તેનો નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા – બન્નેનો નિશ્ચય હોવો જોઈએ. આ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો... આહાહા...! રાગને જાણે તો તો રાગથી રહિત પોતાના આત્માને પણ જાણે. કેમકે રાગની સત્તા પોતામાં છે નહિ. તો એને જાણે તો મારામાં એ છે નહિ, એમ આત્માને જાણે. આહાહા...! અને આત્માને જાણે તે અનાત્માને જાણે. આહાહા.. તેને વ્યવહારનું સાચું જ્ઞાન હોય છે. શું કહે છે? જેને આત્માનું જ્ઞાન થાય અને અનાત્માનું જ્ઞાન થાય છે તેને જ વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોય છે. વ્યવહાર મારો છે અને વ્યવહારથી મને લાભ થશે, એ વાત તો છે નહિ. પણ વ્યવહારનું જ્ઞાન પણ સાચું કોને થાય છે?