________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
હમણાં ‘કરુણાદીપ’માં અહીંયાંનો વિરોધ આવ્યો છે કે, (‘સમયસાર’) બારમી ગાથામાં ‘કુંદકુંદાચાર્ય’ એમ કહે છે કે, અપરમે દિવા માવે જે વ્યવહારમાં પડ્યા છે તેમણે તો વ્યવહા૨ જ કરવો જોઈએ. એમ ‘કરુણાદીપ'માં અર્થ આવ્યો છે. એક પત્રિકા નીકળે છે ને? ‘કરુણાદીપ’. કંઈ ખબર નહિ. આહાહા..! એમ કે, બારમી ગાથામાં તો નીચલી ભૂમિકા છે, ચોથે, પાંચમે, છઠ્ઠ તો વ્યવહા૨ જ કરવો, એમ ‘કુંદકુંદાચાર્ય’ કહે છે. ‘અપરમે ટ્વિવા માવે' પણ એ વાત શું કહે છે? કે જે કંઈ પોતાના સ્વરૂપની દૃષ્ટિ, અનુભવ તો થયો. નિશ્ચયથી પોતાના ભૂતાર્થ સ્વભાવનો આશ્રય લઈને સમ્યક્ થયું. તેની પર્યાયમાં અશુદ્ધતા બાકી છે અને શુદ્ધતા અલ્પ છે, તેને જાણવી તેને વ્યવહાર કહેવામાં આવે છે. કરવું અને ક૨વાથી લાભ થાય, એ પ્રશ્ન અહીં છે જ નહિ. શું થાય? શાસ્ત્રના અર્થ ક૨વામાંય મોટી ભૂલ. ‘અપરમે ટ્ટિવા માવે” (એનો અર્થ) જે પરમ (ભાવમાં) સ્થિત નથી તેને વ્યવહારનો ઉપદેશ (છે), વ્યવહાર કરવો. એમ (એનો અર્થ) છે જ નહિ. ટીકામાં એવો અર્થ કર્યો જ નથી.
૧૩૦
ટીકામાં તો એવો અર્થ કર્યો છે કે, અપરમે દિવા મા”નો અર્થ જે સમયે જેટલી અશુદ્ધ પર્યાય છે અને શુદ્ધતા અલ્પ છે, “તવાર્તો” એવો સંસ્કૃત પાઠ છે, સંસ્કૃત. ‘તવાÒ’. ‘તવાર્તો’ (એટલે) જાણેલો પ્રયોજનવાન છે. તે સમયે જાણે કે છે. એ હજી વ્યવહા૨ છે. એને જાણવું એ પણ વ્યવહાર છે. આવી વાત છે, ભગવાન! એ તો પોતાની પર્યાયને જાણે છે એમાં એ વ્યવહાર જાણવામાં આવે છે, એમ કહેવામાં આવે છે. સમજાણું? ભગવાન લોકાલોકને જાણતા નથી. લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભુત વ્યવહારનય છે. એ તો પોતાની પર્યાયને જ જાણે છે. આહાહા..! એમ જ્ઞાની રાગને જાણે છે એમ ઉપચારથી, વ્યવહારથી કથન છે. રાગ કરવો અને રાગથી લાભ થાય છે, એમ ત્યાં કહેવું છે એ તો વાત જ નથી. આહાહા..!
સંસ્કૃતમાં “તવાÒ” શબ્દ પડ્યો છે. “તવાÒ” નામ? થોડી સૂક્ષ્મ વાત છે, પ્રભુ! જે સમયે જેટલી રાગની અશુદ્ધતા અને શુદ્ધતા ઉત્પન્ન થઈ તે સમયે તેને જાણવું પ્રયોજનવાન છે. બીજે સમયે શુદ્ધિની થોડી વૃદ્ધિ થઈ અને અશુદ્ધતા ઘટી, એ સમયે તેને જાણવું પ્રયોજનવાન છે. ત્રીજે સમયે થોડી શુદ્ધિની વૃદ્ધિ થઈ, અશુદ્ધિ ઘટી તે સમયે તે જાણેલો પ્રયોજનવાન છે. એવો પાઠ છે. સંસ્કૃતમાં છે. શું કરે પણ? પોતાની દૃષ્ટિથી ઊંધા અર્થ કરે. ભગવાન ‘કુંદકુંદાચાર્યે’ ત્યાં વ્યવહા૨ ક૨વાનું કહ્યું છે. નીચલા દરજ્જે વ્યવહાર જ કરવો એ જ ધર્મ છે. (તે લોકો એમ માને છે). આહાહા..! અરે...! પ્રભુ! તું પણ પ્રભુ છે ને, પ્રભુ! જામે જિતની બુદ્ધિ હૈ, ઇતનો ક્રિયે બતાઈ, વાંકો-બૂરો ન માનીએ ઔર કહાં સે લાય?” બૂરો ન માન. આ વસ્તુ બાપુ! કોઈ અગમ્ય વસ્તુ છે. અનંતકાળમાં એક સેકંડ માત્ર પણ એ ચીજનું વેદન, અનુભવ નથી કર્યો. આહા..! મુનિવ્રત ધારણ કર્યા, દિગંબર થયો, નગ્ન થયો,