________________
ગાથા૨૦૧-૨૦૨
૧૩૧ હજારો રાણીના ત્યાગ કર્યા પણ અંદરમાં મિથ્યાત્વનો ત્યાગ ન કર્યો. એ પણ ત્યાગ છે ને? આહાહા.. બાહ્યના ત્યાગ-ગ્રહણથી તો પ્રભુ રહિત છે. શું કહ્યું?
બાહ્યની ચીજના ત્યાગ-ગ્રહણથી તો આત્મા રહિત જ છે. પરનું ગ્રહણ ક્યારેય કર્યું નથી અને પરનો ત્યાગ કરવો એ છે જ ક્યાં? આહાહા...! તેણે પોતાની પર્યાયમાં નબળાઈથી રાગ કર્યો છે તેનો ત્યાગ કહેવો અને સ્વભાવનું ગ્રહણ કરવું કહેવું એ પણ હજી વ્યવહાર છે. આવે છે ને ૩૪મી ગાથામાં? કે, રાગનો ત્યાગકર્તા છે એ નામમાત્ર કથન આત્મામાં છે. ૩૪માં પાઠ છે, “સમયસાર ગાથા-૩૪. આ સમયસાર’ છે ને? આત્મા રાગનો ત્યાગ કરે છે એ પણ નામમાત્ર કથન છે. કેમકે આત્મા જ્ઞાનમય છે. એ જ્ઞાનમય છે તે રાગમય થયો જ નથી. જ્ઞાનમય છે એમાં ઠરી ગયો તો રાગ ઉત્પન્ન થયો નહિ તો રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથન છે. પરમાર્થથી રાગનો ત્યાગકર્તા આત્મા છે નહિ. આહાહા...! પરના ત્યાગ-ગ્રહણથી તો શૂન્ય છે, એ શક્તિ છે–ત્યાગઉપાદાનશૂન્યત્વશક્તિ. પાછળ ૪૭ શક્તિ છે ને? અનંત શક્તિ-ગુણ છે ને? એમાં એક ગુણ એવો છે, ત્યાગઉપાદાનશૂન્યત્વગુણ. પરનો ત્યાગ અને પરના ગ્રહણથી પ્રભુ શૂન્ય છે. આહાહા...!
અહીંયાં તો રાગનો ત્યાગ કરે છે.. આહાહા...! એ પણ નામમાત્ર કથન છે. ભગવાન ચિદાનંદ પ્રભુ, એમાં ઠરી ગયો તો પ્રત્યાખ્યાન થઈ ગયા. રાગનો ત્યાગ કર્યો એ નામમાત્ર કથન છે. આહાહા...! અહીં તો હજી બાહ્યનો ત્યાગ કરે છે ત્યાં તો, આ...હા..હા...! (થઈ જાય છે. સ્ત્રી છોડી દીધી, દુકાન છોડી દીધી, ધંધો છોડ્યો. હવે પણ ક્યાં ક્યારેય ગ્રહણ કર્યું હતું તે છોડ્યું? આહાહા.!
અહીંયાં એ કહે છે, “જેને અનાત્માનો-રાગનો–નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા–બનેનો નિશ્ચય હોવો જોઈએ. એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો...” એ રીતે (એટલે) આ વિધિએ. આહાહા... “આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો;” એ રાગ અજીવ છે. આહાહા...! વ્યવહાર રત્નત્રયનો રાગ એ અજીવ છે. ભગવાન જીવસ્વરૂપ છે તેનાથી એ ભિન્ન જાત છે. પહેલા અધિકારમાં આવ્યું છે. જીવ અધિકાર. વ્યવહાર રત્નત્રયનો રાગ એ અજીવ છે, જીવ નહિ. આહાહા.! તો એનાથી જેણે લાભ માન્યો તેણે અનાત્માને પોતાનો માન્યો, તેને આત્માનું જ્ઞાન છે નહિ. અને (જેને) આત્માનું, અનાત્માનું જ્ઞાન નથી તેને બન્નેનું અજ્ઞાન છે. આહાહા.! “જીવ અને અજીવને નથી જાણતો;” એ બન્નેનું જ્ઞાન નથી તે જીવ અને અજીવને નથી જાણતો. આહાહા.! આવી વાત છે. સૂક્ષ્મ પડે પણ વસ્તુ આવી છે. પરમાત્માએ બનાવ્યું નથી. પરમાત્માએ વસ્તુ બનાવી નથી. વસ્તુ છે એવી કહી છે. કરી નથી, બનાવી નથી. જેવી વસ્તુ છે તેવું જ્ઞાનમાં આવ્યું તેવું કથન દ્વારા, વાણી દ્વારા આવ્યું. એ પણ વાણી પણ તેમની નથી. આહાહા..!