________________
૧૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભગવાન આત્મા સ્વપપ્રકાશક છે તો વાણી પણ સ્વપર કહેવાવાળી છે. એ વાણીનો સ્વભાવ છે. આહાહા.! ભગવાન આત્માનો સ્વપર જાણવાનો સ્વભાવ છે અને વાણીમાં સ્વપર કહેવાનો સ્વભાવ છે. એ વાણી. આહાહા..! ભગવાનના શ્રીમુખે આ વાણી નીકળી. એમ કહેવું એ પણ વ્યવહાર છે. આહાહા...! આકરું કામ છે, ભાઈ! આહાહા.! વસ્તુ અંદર સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ આનંદ અને પૂર્ણ અતીન્દ્રિય ગુણોનો ભંડાર ભર્યો છે તેની જેને દૃષ્ટિ નથી, સ્વનો આશ્રય નથી અને તેમાં નથી એવા રાગનો આશ્રય છે તો એને અનાત્મા અને આત્માનું બેયનું જ્ઞાન નથી. બન્નેનું જ્ઞાન નથી તો જીવ-અજીવનું જ્ઞાન નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે.
વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ જે રાગ છે એ અજીવ છે. જીવ હોય તો જીવમાંથી નીકળી ન જાય. જીવમાંથી નીકળી જાય છે. આહાહા...! વ્યવહાર, અજીવનું જેને યથાર્થ જ્ઞાન નથી તેને જીવનું પણ (જ્ઞાન) નથી. આહાહા...! “જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવઅજીવને નથી જાણતો...... આહાહા...! “તે સમ્યગ્દષ્ટિ જ નથી.” આહાહા.! સાધુપણું અને પંચમ ગુણસ્થાન શ્રાવક એ તો કોઈ અલૌકિક વાતું છે. આ તો પ્રથમ હજી સમ્યગ્દર્શનની વાત ચાલે છે. આહાહા...! સમ્યગ્દર્શન વિના તો પાંચમું ગુણસ્થાન શ્રાવક પણ હોતું નથી, સમ્યગ્દર્શન વિના સાધુ પણ હોય નહિ. એ તો આકરી વાત છે. અહીં તો પહેલી સમ્યગ્દષ્ટિની વાત (ચાલે છે). જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ નથી. આહાહા...!
માટે રાગી (જીવ)...” રાગના રાગવાળો જીવ, મિથ્યાદષ્ટિ “જ્ઞાનના અભાવને લીધે....” સમ્યજ્ઞાનના અભાવને લીધે. આહાહા...! રાગને અનાત્મા (સ્વરૂપે) ન જાણ્યો તો આત્માને જાણ્યો નથી. તો “જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દષ્ટિ હોતો નથી. બેયના જ્ઞાનના અભાવને કારણે એ સમ્યગ્દષ્ટિ હોતો નથી. આહાહા.! આવી વાત છે. ૨૦૧-૨૦૨ (ગાથા), આ તો નિર્જરા અધિકાર છે.
ભાવાર્થ. ભાવાર્થ છે ને? “જયચંદ્રજી પંડિતે” અર્થ કર્યો છે, જયચંદ્રજી પંડિત’. ‘અહીં રાગ' શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. અહીંયાં સમ્યગ્દષ્ટિના રાગની વાત નથી. એ તો જ્ઞાનનું શેય છે. સમ્યગ્દષ્ટિને તો રાગ જ્ઞાનનું જોય છે. જ્ઞાનનું પોતાનું સ્વરૂપ રાગ છે, એમ છે નહિ. આહાહા.! પહેલી તો વસ્તુ સમજવામાં કઠણ, સાંભળવા મળે નહિ. અત્યારે તો જ્યાં હોય ત્યાં વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરો. કરવું ત્યાં મરવું છે. હું રાગનો કર્તા છું અને પરની, શરીરની હાલવા-ચાલવાની ક્રિયા મારાથી થઈ છે, એમ કરવું, માનવું એ જ આત્માનું મરણ છે. એ આત્માનો અનાદર છે. આહાહા...! આત્મા જ્ઞાતા-દૃષ્ટા છે તેને એમ નહિ માનીને, રાગથી પોતાને લાભ માને છે. આહાહા...! છે?
રાગ’ શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં “અજ્ઞાનમય’ કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા,...” મિથ્યાત્વથી રાગ મારો છે, એવી